“અમદાવાદમાં તંત્રની લાલ આંખ: ટ્રાફિક નિયમોના ભંગ બદલ AMTS-BRTSના ૧૩ ડ્રાઇવરો સસ્પેન્ડ.”

અમદાવાદમાં તંત્રની લાલ આંખ: ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ AMTS અને BRTSના 13 ડ્રાઇવરો સસ્પેન્ડ અમદાવાદ: અમદાવાદના રસ્તાઓ પર દોડતી AMTS અને BRTS બસોના ડ્રાઇવરો દ્વારા કરવામાં આવતા ટ્રાફિક નિયમોના ભંગને લઈને તંત્ર હવે કડક બન્યું છે. સુરક્ષિત મુસાફરીને પ્રાધાન્ય આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) અને જનમાર્ગ (BRTS) દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલી કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવનાર 13 ડ્રાઇવરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શું હતી બેદરકારી? તંત્રના જણાવ્યા અનુસાર, આ ડ્રાઇવરો દ્વારા નીચે મુજબના ગંભીર નિયમભંગ કરવામાં આવ્યા હતા: રેડ સિગ્નલ જમ્પિંગ: સતત ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન કરીને અન્ય વાહનચાલકો અને મુસાફરોના જીવ જોખમમાં મૂકવા. ઝડપ મર્યાદાનું ઉલ્લંઘન: નિર્ધારિત ગતિ મર્યાદા કરતા વધુ ઝડપે બસ હંકારીને અકસ્માતને આમંત્રણ આપવું. રોંગ સાઈડ ડ્રાઈવિંગ: ટ્રાફિકના…