દુબઈ કોન્સર્ટ: આશા ભોંસલેએ 91 વર્ષની ઉંમરે ‘તૌબા તૌબા’ ગીત પર પરફોર્મ કરીને દિલ જીતી લીધુ , વીડિયો થયો વાયરલ
ભારતીય સિનેમાની દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે 91 વર્ષની વયે પોતાના સ્ટેજ પરફોર્મન્સને કારણે ચર્ચામાં છે. દુબઈમાં યોજાયેલા કોન્સર્ટમાં તેણે કરણ ઔજલાના ચાર્ટબસ્ટર ગીત ‘તૌબા તૌબા’ પર પરફોર્મ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નોંધનીય છે કે આ ઉંમરે જ્યાં લોકો પથારીમાંથી ઉઠતા નથી ત્યાં આશા ભોંસલેએ લાંબા સમય સુધી સ્ટેજ પર પરફોર્મ કરીને બધાને દંગ કરી દીધા છે. કાળી બોર્ડરવાળી સફેદ સાડીમાં સજ્જ, આશા ભોંસલેએ ‘તૌબા તૌબા’ ગીતનું અદભૂત પર્ફોર્મન્સ જ આપ્યું ન હતું, પરંતુ તેણે પોતાનો માઈક્રોફોન થોડો સમય બાજુ પર રાખ્યો હતો અને ગીતનું હૂક સ્ટેપ પણ કર્યું હતું. આ વાત પર દર્શકોએ જોરથી તાળીઓ પાડી હતી. આશાનો આ વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. -> કરણ ઔજલાના તૌબા તૌબા :- તમને જણાવી…







