ગુજરાત અમદાવાદના બારેજાના પાર્થ પટેલે રચ્યો ઈતિહાસ, બુલેટ પર ઉમલિંગ લા પહોંચીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ મેળવ્યો

ગુજરાતના સાહસિક યુવાનો માટે ગૌરવ વધારતી એક મોટી સિદ્ધિ સામે આવી છે. અમદાવાદ જિલ્લાના બારેજા ગામના પાર્થ પટેલે પોતાની બુલેટ મોટરસાઇકલ પર વિશ્વના સૌથી ઊંચા વાહનવ્યવહાર યોગ્ય માર્ગોમાંના એક ઉમલિંગ લા પાસ સુધી સફળતાપૂર્વક પહોંચીને રેકોર્ડ બનાવ્યો છે. આશરે 19,024 ફૂટ એટલે કે 5,799 મીટરની ઊંચાઈ પર આવેલા ઉમલિંગ લા પાસ સુધી બાઈક પર પહોંચીને પાર્થ પટેલે સાહસિક અભિયાન પૂર્ણ કર્યું છે. ગુજરાતના પાર્થ પટેલની આ સિદ્ધિને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સાથે જોડાયેલી વિશિષ્ટ ઉપલબ્ધિ તરીકે રજૂ કરવામાં આવી છે. અતિશય ઠંડી, ઓછું ઓક્સિજન અને અત્યંત મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિ વચ્ચે બુલેટ પર આ સફર પૂર્ણ કરવી સામાન્ય બાબત નથી. તેમની આ સિદ્ધિ બાદ પરિવાર, મિત્રો અને ગુજરાતભરમાંથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે. 19,024 ફૂટની ઊંચાઈએ બુલેટની સફર…