Ahmedabad: વૈષ્ણોદેવી સર્કલ પાસે બસ અને કારનો ભયંકર અકસ્માત, સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો
ગુજરાતમાં અકસ્માતની ઘટના સતત વધી રહી છે. આ દરમિયાન આજે રાજ્યના અનેક વિસ્તારમાં ધુમ્મસ છવાયું છે. ત્યારે અમદાવાદના એસ. જી. હાઇવે પર આવેલ વૈષ્ણોદેવી સર્કલ પાસે ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ અને ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ બોલી ગયો છે. જેમાં એકનું મોત થયું છે. આજે વહેલી સવારે અમદાવાદના એસ. જી. હાઇવે નજીક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચેની અકસ્માતની ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટનાને લઈને ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. કારને ક્રેનની મદદથી હટાવવામાં આવી આજે વહેલી સવારે ફોર્ચ્યુનર કાર અમદાવાદથી ગાંધીનગર જઇ રહી હતી. આ…
પાકિસ્તાન : હૈદરાબાદમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, 6ના મોત અને 23 ઘાયલ
હૈદરાબાદના લતિફાબાદ વિસ્તારમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં મોડી રાતે જોરદાર વિસ્ફોટ થયો, જેમાં ઓછામાં ઓછા 6 લોકોના કરૂણ મોત થયા અને 23 ઘાયલ થયા છે. આ ફેક્ટરી લઘારી ગોથ નદીના કિનારે લતીફાબાદ પોલીસ સ્ટેશનની બી-સેક્શનની હદમાં ચલાવવામાં આવી રહી હતી, અને કોઈ લાયસન્સ નહોતું. વિસ્ફોટ બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક લિયાકત યુનિવર્સિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોના જણાવ્યા મુજબ બે લોકોની હાલત અત્યંત ગંભીર છે, જેઓના શરીર પર લગભગ 100 ટકા દાઝાના ઘા છે. મેડિકો-લીગલ અધિકારીએ બે અજાણ્યા પુરુષોના મૃતદેહ પણ પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાની અને બચાવ કામગીરી શરૂ કરી છે. હૈદરાબાદના SSP અદીલ ચંડીયોનું કહેવું છે કે ફેક્ટરીના માલિકની ઓળખ માટે તપાસ ચાલુ છે. સિંધના ગૃહમંત્રી…
ઇન્દોરના ભેરુઘાટમાં ગમખ્વાર અકસ્માત : બસ અને કાર ખીણમાં પડી, 3 ના મોત
ઇન્દોર જિલ્લામાં મહુના ભેરુઘાટમાં સોમવારે રાત્રે લગભગ 9:40 વાગ્યે એક ગંભીર માર્ગ અકસ્માત થયો, જેમાં એક બસ અને કાર વચ્ચે ટક્કર થતા બંને વાહનો ઊંડી ખીણમાં ખસી ગયા. આ દુર્ઘટનામાં બે મહિલાઓ સહિત 3 મુસાફરોના મોત થયા છે, જ્યારે 13 મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોમાં સુરતના રિક્ષાચાલકનો પણ સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. લગભગ 30 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા, જેમાં કેટલાકને બસની બારી તોડીને બહાર કાઢવું પડ્યું. ઘાયલોને ઇન્દોરની MY હોસ્પિટલ અને મહુ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મૃતકોમાં ઇન્દોરના તિલક નગરની પદ્માબાઈ (45), યુપીના દેવરિયાના રાહુલ (25) અને ઇન્દોરના ન્યૂ ગોરી નગરની અનિતા (40)નો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ડૉ.…
અમદાવાદના માધુપુરામાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના, કાર ચાલકે 3થી 4 લોકોને લીધા અડફેટે
અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં આજે એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં બેફામ કાર ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવતાં ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી પડ્યો અને અકસ્માત સ્થળે તોફાન સમાન હલચલ જોવા મળી. કારચાલકે રસ્તા પર ચાલતાં લોકોને માર્યુ ટક્કર માધુપુરા વિસ્તારમાં એક બેફામ કારચાલકે પોતાની ગતિ કાબૂમાં નહીં રાખતાં રસ્તા પર ચાલતા 3-4 લોકોને ટક્કર મારી હતી. આ ઘટનાને પગલે ઘટનાસ્થળે ભારે કિસ્સો સર્જાયો હતો. તૂટી પડેલા લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રોષે ભરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી અકસ્માત બાદ કાર ચાલકને ઝડપી લીધો ત્યારે સ્થાનિક લોકોનું ગુસ્સું કાબૂમાં ન રહી અને તેમણે કારમાં તોડફોડ કરી દેવામાં આવી હતી. કારને ભારે નુકસાન થયું છે.…
Surendranagar: ઝેઝરી ગામ નજીક કાર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત, 4 મહિલાના મોત એકની હાલત ગંભીર
ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝેઝરી ગામ નજીક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કારમાં સવાર 4 મહિલાઓન ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે એક પુરુષની હાલત ગંભીર છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધામા શક્તિ માતાના દર્શન કરી પરત ફરી રહેલી કાર ભયંકર રીતે ડમ્પર સાથે અથડાઈ હતી. જેમાં અકસ્માતમાં ચાર4 મહિલાઓનું ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે અકસ્માતમાં એક પુરૂષને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિકોએ પોલીસ તેમજ 108ને જાણ કરી હતી. જેને લઈને પોલીસ અને 108નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ દરમિયાન કારમાં સવાર લખતર તાલુકાના ડેરવાળા ગામની ચાર ક્ષત્રિય મહિલાઓના સારવાર મળે એ પહેલા જ…
મરણચીસોથી ગુંજી ઉઠ્યો ધોલેરા-ભાવનગર હાઇવે, કાર અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. ભાવનગર-ધોલેરા હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં 5 લોકોના મોત થયા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આજે ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા નજીક બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. 1 કાર ભાવનગર તરફથી આવી રહી હતી, અને 2જી કાર ધોલેરા થી ભાવનગર તરફ જઈ રહી હતી. ત્યારે અચાનક ગાડીઓ વચ્ચે ટક્કર સર્જાતા મોટી ઘટના ઘટી હતી. આ ઘટનામાં 1 મહિલા અને 4 પુરુષોના મોત થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, સ્કોર્પિયો કારમાં સવાર લોકો મૂળ ભાવનગરના મહુવા તાલુકાના અને હાલમાં અમદાવાદ શહેરના સાયન્સસિટી વિસ્તારમાં રહેતા હોવાનું, જ્યારે કિયા કારમાં સવાર લોકો ભાવનગરના પાલિતાણાના વતની…
Ahemdabad: હિટ એન્ડ રનમાં કૃષિ વિભાગની મહિલા અધિકારીનું મોત
શહેરમાં ફરી એકવાર બેફામ અને જવાબદારી વિહોણી ડ્રાઈવિંગના કારણે નિર્દોષનું જીવ ગયું. અમદાવાદના સોલા બ્રિજ પર મંગળવારે સાંજે બનેલા હિટ એન્ડ રન અકસ્માતમાં કૃષિ વિભાગની ક્લાસ-2 મહિલા અધિકારી શગુફતા ખોખરનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું હતું. અકસ્માત કેવી રીતે બન્યો? મળતી માહિતી અનુસાર, શગુફતા ખોખર ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સીમાં મદદનીશ નિયામક તરીકે કાર્યરત હતાં. ઓફિસની ફરજ પૂરી કરીને તેઓ એક્ટિવા સ્કૂટર પર ગાંધીનગર ખાતે તેમના ઘરે જઇ રહ્યા હતા. ત્યારે સોલા બ્રિજ પાસે અજાણ્યા કારચાલકે પૂરઝડપે ટક્કર મારી હતી. ટક્કરની તીવ્રતા એટલી વધારે હતી કે તેઓ રોડ પર પટકાયા અને ગંભીર ઈજાઓના કારણે તુરંત તેમનું મૃત્યુ થયું. ચાલક ઘટના સ્થળ પરથી ફરાર અકસ્માત બાદ વાહનચાલક કાયદાને અવગણતો ફરાર થઇ ગયો. હાલ SG-1 ટ્રાફિક પોલીસે અજાણ્યા…
હરિયાણામાં ગુજરાત પોલીસની ગાડીને નડ્યો અકસ્માત, , 3 પોલીસનાં ઘટના સ્થળે મોત
હરિયાણામાં ગુજરાત પોલીસની ગાડીને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ, રામોલ પોલીસ ગુજરાતથી પંજાબ તપાસ કરવા જઈ રહી હતી. આ દરમિયાન સરકારી કારનો અકસ્માત થયો હતો. અને કાર ટ્રેઈલરની પાછળ ઘુસી જતા ત્રણ પોલીસના ઘટના સ્થળે મોત થયા હતા. અન્ય એક પીએસઆઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હરિયાણાના વડિંગખેડામાં પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો હતો અને કાર ટ્રેઈલરની પાછળ ઘુસી જતા તમામના ઘટના સ્થળે મોત થયા છે. હાઈવે પર ઊભેલા વાહન સાથે પોલીસની ગાડી અથડાઈ હતી. ભારતમાલા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં મોત થતા પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ છે. પંજાબ પોકસોના કેસમાં પોલીસ તપાસ માટે જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. આ સમગ્ર અકસ્માતને લઈ વાત કરવામાં આવે…
















