ઇન્દોરના ભેરુઘાટમાં ગમખ્વાર અકસ્માત : બસ અને કાર ખીણમાં પડી, 3 ના મોત

ઇન્દોર જિલ્લામાં મહુના ભેરુઘાટમાં સોમવારે રાત્રે લગભગ 9:40 વાગ્યે એક ગંભીર માર્ગ અકસ્માત થયો, જેમાં એક બસ અને કાર વચ્ચે ટક્કર થતા બંને વાહનો ઊંડી ખીણમાં ખસી ગયા. આ દુર્ઘટનામાં બે મહિલાઓ સહિત 3 મુસાફરોના મોત થયા છે, જ્યારે 13 મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોમાં સુરતના રિક્ષાચાલકનો પણ સમાવેશ થાય છે.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. લગભગ 30 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા, જેમાં કેટલાકને બસની બારી તોડીને બહાર કાઢવું પડ્યું. ઘાયલોને ઇન્દોરની MY હોસ્પિટલ અને મહુ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

મૃતકોમાં ઇન્દોરના તિલક નગરની પદ્માબાઈ (45), યુપીના દેવરિયાના રાહુલ (25) અને ઇન્દોરના ન્યૂ ગોરી નગરની અનિતા (40)નો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી, જ્યારે ઘાયલોને તબીબી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો.

અકસ્માતના પ્રાથમિક તપાસ અનુસાર, બસનો ડ્રાઈવર નશામાં હતો. ઘટનાની વિગતવાર તપાસ અને બચાવ કામગીરી હાલ પણ ચાલુ છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

#ચૌકાવનારીઘટના: ફેમિલી કોર્ટના આદેશ બાદ દીકરીની માતા પર સાસરિયા પક્ષ દ્વારા હુમલો

ફેમિલી કોર્ટના આદેશ બાદ દીકરીની માતા પર સાસરિયા પક્ષ દ્વારા હુમલો,પીડિતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી.મહિલા પોલીસની હાજરીમાં જ આરોપીઓએ છરી વડે હુમલો કર્યાનો આક્ષેપ,વલભીપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી

#Justices/ સગીરાને મળ્યો ન્યાય , હેવાનિયત આચરનાર આરોપીને આજીવન કેદની સજા અને દંડ

સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા. આરોપીને આજીવન કેદ અને 75000 હજારનો દંડ ફટકાર્યો. આરોપીને બનાવના પુરાવા તેમજ જુબાનીના આધારે સજા. નામદારે પોકસો કોર્ટમાં સમાજમાં દાખલારૂપ ચુકાદો આપ્યો