પાકિસ્તાન : હૈદરાબાદમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, 6ના મોત અને 23 ઘાયલ

હૈદરાબાદના લતિફાબાદ વિસ્તારમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં મોડી રાતે જોરદાર વિસ્ફોટ થયો, જેમાં ઓછામાં ઓછા 6 લોકોના કરૂણ મોત થયા અને 23 ઘાયલ થયા છે. આ ફેક્ટરી લઘારી ગોથ નદીના કિનારે લતીફાબાદ પોલીસ સ્ટેશનની બી-સેક્શનની હદમાં ચલાવવામાં આવી રહી હતી, અને કોઈ લાયસન્સ નહોતું.

વિસ્ફોટ બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક લિયાકત યુનિવર્સિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોના જણાવ્યા મુજબ બે લોકોની હાલત અત્યંત ગંભીર છે, જેઓના શરીર પર લગભગ 100 ટકા દાઝાના ઘા છે. મેડિકો-લીગલ અધિકારીએ બે અજાણ્યા પુરુષોના મૃતદેહ પણ પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે.

પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાની અને બચાવ કામગીરી શરૂ કરી છે. હૈદરાબાદના SSP અદીલ ચંડીયોનું કહેવું છે કે ફેક્ટરીના માલિકની ઓળખ માટે તપાસ ચાલુ છે. સિંધના ગૃહમંત્રી જીયાઉલ હસન લાંજરે આ ઘટના ગંભીર માની તાત્કાલિક વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

અગમ્ય કારણે આગ લાગી, ઘરની સાથે નસીબ પણ બળીને ખાખ

કહેવુ સહેલું હોય છે કે રાખમાંથી બેઠો થાય તે માનવી અને અમે તો ફિનિક્સ પક્ષી સમાન છીએ જે રાખમાંથી પુન:ઉત્પન થાય છે. જ્યારે પ્રશ્ન ધરતી પરનાં પોતાનાં સ્વર્ગ એવા પોતાનાં ઘરનો હોય ત્યારે આ તમામ વાતો સુફિયાણી જ લાગે. જે લોકો કોઇ પણ વાંક ગુના વિના જ પોતાનું ઘર ગુમાવી દેતા હોય છે તેની મનોદશા આવી સુફિયાણી વાતોને લઇને અકલ્પનીય થઇ જાય છે

સીઝફાયર વચ્ચે ઇઝરાયેલનો મોટો હુમલો, હિઝબુલ્લાહના 220થી વધુ આતંકીઓ ઠાર

લેબનાનમાં જાહેર થયેલા સીઝફાયર છતાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. ઇઝરાયેલ સંરક્ષણ દળો (IDF) એ દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક દિવસોમાં દક્ષિણ લેબનાનમાં ચલાવવામાં આવેલા…