મોહસીન નકવી સ્ટેજ પર રાહ જોતા રહ્યા, ભારતીય ખેલાડીઓએ ICC અધિકારી પાસેથી મેડલ સ્વીકાર્યા

રવિવારે દુબઈમાં યોજાયેલી ACC અંડર-19 એશિયા કપ 2025ની ફાઈનલ બાદ યોજાયેલા સન્માન સમારોહ દરમિયાન એક રસપ્રદ અને ચર્ચાસ્પદ દૃશ્ય સામે આવ્યું. પાકિસ્તાનની જીત બાદ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસીન નકવી સ્ટેજ પર હાજર રહ્યા અને પાકિસ્તાની ટીમને વિજેતા મેડલ અર્પણ કર્યા. જોકે, જ્યારે રનર્સ-અપ ટીમ ઇન્ડિયાને મેડલ આપવાનો વારો આવ્યો, ત્યારે ભારતીય ખેલાડીઓએ મોહસીન નકવી સાથે સ્ટેજ શેર કરવાનું ટાળ્યું. ભારતીય અંડર-19 ટીમ મુખ્ય સ્ટેજ પર ગઈ નહીં અને ત્યાં હાજર ICCના અધિકારી મુબાશ્શીર ઉસ્માની પાસેથી પોતાના મેડલ સ્વીકાર્યા. આ ઘટનાનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા છે. ઉલ્લેખનીય છે કે રવિવારે ફાઈનલ મેચમાં પાકિસ્તાન અંડર-19 ટીમે ભારતને 191 રનથી હરાવીને એશિયા કપ ટ્રોફી પોતાના નામે…

શેખ હસીનાની મુશ્કેલીમાં ફરી થયો વધારો, ઢાકા કોર્ટે જમીન કૌભાંડ કેસમાં…

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઢાકાની એક ખાસ કોર્ટે સોમવારે હસીના, તેમની બહેન શેખ રેહાના અને રેહાનાની પુત્રી અને બ્રિટિશ સાંસદ ટ્યૂલિપ સિદ્દીકને પૂર્વાચલ ન્યૂ ટાઉન પ્રોજેક્ટમાં કેપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટી (RAJUK) દ્વારા પ્લોટ ફાળવણીમાં અનિયમિતતાના કેસમાં દોષિત ઠેરવ્યા છે. કોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું કે, હસીનાએ વડા પ્રધાન તરીકે સેવા આપતી વખતે રાજ્યના અધિકારનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે પ્લોટ મેળવ્યા હતા. ACC અનુસાર, હસીનાએ રાજુકના વરિષ્ઠ અધિકારીઓ સાથે મળીને, ઢાકા ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ (જમીન ફાળવણી) નિયમો, 1969નું ઉલ્લંઘન કરીને, પૂર્વાચલમાં સેક્ટર 27 ના ડિપ્લોમેટિક ઝોનમાં ગેરકાયદેસર રીતે છ પ્લોટ ફાળવ્યા હતા. આમાં હસીનાના પુત્ર સજીબ વાઝેદ જોય, પુત્રી સાયમા વાઝેદ પુતુલ, બહેન રેહાના અને રેહાનાની પુત્રી ટ્યૂલિપ રિઝવાના મુજીબ સિદ્દીકનો…