કોલંબિયામાં ભૂકંપથી દોડધામઃ 6.8ના આંચકાથી ઇમારતો ખાલી કરાવાઈ

કોલંબિયામાં સોમવારે શક્તિશાળી ભૂકંપના આંચકાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રારંભિક માહિતી અનુસાર ભૂકંપની તીવ્રતા 6.8 મેગ્નિટ્યુડ નોંધાઈ હતી. ભૂકંપના આંચકા દેશના અનેક વિસ્તારોમાં અનુભવાયા હતા. રાજધાની બોગોટા ઉપરાંત મેડેલિન અને કેલી જેવા મોટા શહેરોમાં પણ ધરતી ધ્રૂજી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કોલંબિયામાં આંચકા અનુભવાતા જ અનેક લોકો ઘરો, ઓફિસો અને અન્ય ઇમારતોમાંથી બહાર નીકળી આવ્યા હતા. કેટલીક જગ્યાએ સાવચેતીના ભાગરૂપે ઇમારતો અને જાહેર સ્થળોને ખાલી કરાવવામાં આવ્યા હતા. જોકે, પ્રાથમિક અહેવાલો મુજબ અત્યાર સુધી કોઈ મોટા જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. કોલંબિયામાં ચોકો વિસ્તારમાં ભૂકંપનું કેન્દ્ર કોલંબિયામાં પ્રારંભિક ભૂકંપીય માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર કોલંબિયાના પશ્ચિમી ભાગમાં આવેલા ચોકો ક્ષેત્રમાં સેન જોસ ડેલ પાલમાર નજીક હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપની ઊંડાઈ આશરે 82…