સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હિંમતનગરમાં રક્તદાન કેમ્પનું આયોજન, મળ્યો સારો પ્રતિસાદ

દિગેશ કડિયા, હિંમતનગર / હિંમતનગરના જિલ્લા પોલીસ કચેરી સ્થિત તાલીમ ભવન ખાતે સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ–2026 અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવસેવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કેમ્પમાં પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક સ્વૈચ્છિક રક્તદાન કરી સામાજિક જવાબદારી નિભાવી હતી. “શિક્ષા સે સુરક્ષા, ટેક્નોલોજી સે પરિવર્તન”ના સૂત્ર સાથે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ દરમિયાન એક માસ સુધી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા, જેના અંતર્ગત આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન 20થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી બનશે. કેમ્પને મળ્યો ઉત્તમ પ્રતિસાદ આ પ્રસંગે ડીવાયએસપી કુલદીપ નાયી, જિલ્લા ટ્રાફિક પીઆઈ બી.ડી. રાઠોડ, પીએસઆઈ એ.વી. જોશી, ડી.એસ. રાઓલ તેમજ સાબર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ…