Prince Rahim આગા ખાન Vની ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત 2026 Remarkable Synergy , ગુજરાતમાં વિકાસ માટે સહયોગની નવી તકો Visionary Collaboration
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે Prince Rahim આગા ખાન Vની મુલાકાત, સસ્ટેનેબલ વિકાસ માટે સહયોગની નવી તકો પર ચર્ચા Prince Rahim ગાંધીનગર: આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN)ના ચેરમેન અને શિયા ઇસ્માઈલી મુસ્લિમોના 50મા વંશપરંપરાગત ઇમામ Prince Rahim આગા ખાન Vએ ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાત સરકાર અને આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક વચ્ચે સસ્ટેનેબલ, સમાવેશી અને માનવકેન્દ્રી વિકાસ માટે સહયોગની નવી સંભાવનાઓ અંગે ફળદાયી ચર્ચા થઈ હતી. મુલાકાતમાં ખાસ કરીને જળ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી, મિલેટ્સ, સોલાર એનર્જી, મહિલા સશક્તિકરણ, કૌશલ્ય વિકાસ અને સહકારી ક્ષેત્ર જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. બંને પક્ષે ગ્રાસરૂટ લેવલ સુધી વિકાસલક્ષી પહેલો પહોંચાડવા માટે પરસ્પર સહયોગ વધુ મજબૂત બનાવવાની દિશામાં…
15 માર્ચ સુધી રાજ્યની 152 નગરપાલિકાઓમાં યોજાશે સ્વદેશી મેળાઓ, મળશે ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ‘વોકલ ફોર લોકલ’ મંત્રને અનુસરીને દેશના નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા માટે આહ્વાન કર્યું છે. તેમના માર્ગદર્શનમાં ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ગ્રામ્ય અને શહેરી કારીગરો, હસ્તકલાકારો અને નાના ઉદ્યોગોને ટેકો આપવા માટે અનેક નવી પહેલો હાથ ધરી છે. ‘ગુજરાત આત્મનિર્ભર યાત્રા’, ‘જી-મૈત્રી યોજના’, ‘મહિલા ઉદ્યોગ સહાય યોજના’ જેવા કાર્યક્રમો દ્વારા રાજ્યમાં સ્વદેશી ઉત્પાદનોને નવી ઊર્જા મળી રહી છે. આ ઉપરાંત, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)નું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના થકી સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથો અને નાના વેપારીઓને એક મજબૂત પ્લેટફોર્મ મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત દશેરાથી દિવાળી દરમિયાન રાજ્યના…
વિશ્વ માતૃભાષા દિવસ: માહિતી કમિશનરની કચેરી ખાતે ગુજરાતી ભાષાના ગૌરવગાન સાથે વિશેષ કાર્યશાળા યોજાઈ
સમગ્ર વિશ્વ જ્યારે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ ઉજવી રહ્યું છે, ત્યારે ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા માતૃભાષાના જતન અને સંવર્ધન માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. માહિતી કમિશનરની કચેરી ખાતે કમિશનર કે. એલ. બચાણીના અધ્યક્ષસ્થાને ‘ગુજરાતી ભાષાના મહિમા’ પર કેન્દ્રિત એકદિવસીય કાર્યશાળાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેકભાઈ ત્રિવેદી તેમજ સંયુક્ત માહિતી નિયામક સંજય કચોટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે માહિતી કમિશનર કે. એલ. બચાણીએ જણાવ્યું હતું કે, માતૃભાષા એ માત્ર સંવાદનું માધ્યમ નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિ અને સંસ્કારોની વાહક છે. વહીવટી કાર્યમાં પણ માતૃભાષાનો વિનિયોગ વધે તે દિશામાં પ્રયાસો કરવા તેમણે સૌને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, ગાંધીનગરના ટ્રસ્ટી કિશોરભાઈ જિકાદરા દ્વારા…
રાજ્યના 2666 ગામોને મળશે પોતીકા ગ્રામ પંચાયત ઘર, એક જ સ્થળેથી કરાયું ઈ-ખાતમૂહર્ત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 2666 ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસના એક સાથે એક જ સ્થળેથી ઈ-ખાતમૂહર્ત કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે ગામોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર જે ફોકસ કર્યુ છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન એ 100 ટકા લક્ષ્યાંક સિદ્ધીનો આપેલો સેચ્યુરેશન એપ્રોચ ગુજરાતમાં સાકાર કરવા આગામી દિવસોમાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતોને પોતીકા પંચાયત ઘર કમ તલાટી આવાસ આપવાનો મહત્વકાંક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યના આ 2666 ગામોમાં કુલ રૂ. 663 કરોડના ખર્ચે નિર્માણ થનારા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસને પરિણામે ગ્રામીણ નાગરિકોને સ્થાનિક સ્તરેથી જ સરકારી સેવાઓ સરળતાએ ઉપલબદ્ધ થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ આ પ્રસંગે વ્યક્ત…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં કલેકટર કોન્ફરન્સ સંપન્ન, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેકટરોને લોકોની રજૂઆતો સાંભળી તેના ઝડપી, પ્રામાણિક નિવારણ માટે જિલ્લા સ્તરે વધુ સુદ્રઢ વ્યવસ્થા વિકસાવવાની તાકીદ કરી છે.આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું કે, જિલ્લામાં રજૂઆતો માટે આવનારી વ્યક્તિની મુશ્કેલી સમજીને તેને સહાયરૂપ થવાની સંવેદનાથી જ લોકોનો ભરોસો-વિશ્વાસ સંપાદિત થઈ શકશે. તેમણે જિલ્લા કક્ષાએ નિવારણ થઈ શકે તેવા પ્રશ્નો માટે લોકોને સરકાર સુધી કે વિભાગો સુધી આવવું ના પડે અને સ્થાનિક સ્તરે જ તેનું નિવારણ ઝડપી, પારદર્શી અને અસરકારક રીતે આવે તે માટે કલેકટરોને ખાસ તાકીદ કરી હતી. ગાંધીનગરમાં યોજાયેલી કલેકટર કોન્ફરન્સના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરોને ફિલ્ડ વિઝીટને અગ્રતા આપીને સરકારી યોજનાઓના અસરકારક અમલનું મોનીટરીંગ કરવા સૂચનો કર્યા હતા. તેમણે ઓનેસ્ટી, ઇન્ટીગ્રિટી, કોમ્પીટન્સ અને ઇફેક્ટિવનેસના મુખ્ય…
CM ભૂપેન્દ્ર પટેલે ‘ગાંધીનગર પતંગ મહોત્સવ – 2026’નો કરાવ્યો પ્રારંભ, વિદેશી નાગરિકો પણ રહ્યા ઉપસ્થિત
ઉમંગ અને ઉલ્લાસના ઉતરાયણ પર્વ અવસરે ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત પતંગ મહોત્સવ-૨૦૨૬નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નગરજનો સાથે પતંગ ઉડ્ડયન ના આનંદ માં સહભાગી થયા હતા અને ઉતરાયણ પર્વ ની શુભેચ્છાઓ પાઠવી હતી.તેમણે મુક્ત આકાશમાં પતંગ ઉડાવીને નગરજનોને મમરાનાં લાડુ અને ચિક્કીનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરિકોને ઉતરાયણ ની શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે, પતંગ ઉડ્ડયનના પર્વમાં લોકો પોતાના પતંગને જેમ આકાશમાં ઉડાડે છે, તેમ જ સૌ નાગરિકોના જીવનમાં આ પર્વ ઉન્નતિની સાથે સુખ, શાંતિ અને સમૃદ્ધિ ની પણ નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરાવનારું ઉમંગ પર્વ બને. વિદેશી નાગરિકો પણ રહ્યા ઉપસ્થિત મુખ્યમંત્રીએ આ ‘ગાંધીનગર પતંગોત્સવ’ના બલૂનને આકાશમાં ઉડાડીને પતંગ મહોત્સવ-2026ની ઉજવણી કરાવી હતી.…
અમદાવાદની પ્રકાશ મનોદિવ્યાંગ શાળાની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, બાળકોને તાલીમ આપવાની કામગીરીને બિરદાવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના બોડકદેવ ખાતેની પ્રકાશ મનોદિવ્યાંગ નિવાસી શાળાની મુલાકાત લઈ, શાળા દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ મનોદિવ્યાંગ બાળકોને તાલીમ આપવાની કામગીરીને ઉત્તમ સેવા સાથે સરખાવી હતી. મુખ્યમંત્રી ઉતરાયણ પર્વ પૂર્વે મંગળવારે સવારે બોડકદેવની આ મનોદિવ્યાંગ શાળામાં પહોંચ્યા હતા. તેમણે સ્નેહસભર વડીલ વાત્સલ્ય ભાવથી મનોદિવ્યાંગ બાળકોને મિઠાઈ વિતરણ કરીને ઉતરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. મનોદિવ્યાંગ બાળકોએ પણ મુખ્યમંત્રી સમક્ષ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજુ કરી હતી. મુખ્યમંત્રીએ મનોદિવ્યાંગ બાળકોને રોજિંદા અને સામાજિક કાર્યો કરવાની તાલીમ આપવાની સંસ્થાની કામગીરીની પણ સરાહના કરી હતી. સંસ્થાના ટ્રસ્ટી ડૉ. સુજાતાબેન શાહે સંસ્થાની વિવિધ કામગીરીની વિગતો આપતાં જણાવ્યું કે સંસ્થાની સ્થાપના થઈ, ત્યારથી અત્યાર સુધીમાં કુલ 1500 કરતાં વધુ બાળકોએ આ શાળામાં અભ્યાસ કર્યો છે તેમજ…
આ છે ભૂપેન્દ્ર પટેલ સરકારનું 2.0 મંત્રીમંડળ, જાણો કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળમાં વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી હતી. આ દરમિયાન હવે મંત્રીઓને ફોન આવી ગયા છે અને મંત્રી મંડળનું ચિત્ર ક્લિયર થઈ ચૂક્યું છે. આ દરમિયાન હવે 11.30 કલાકે નવું મંત્રીમંડળ શપથ લેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. નવું મંત્રી મંડળ ભુપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ ધારાસભ્ય ૪૧-ઘાટલોડીયા ત્રિકમ બીજલ છાંગા, ૪-અંજાર સ્વરૂપજી સરદારજી ઠાકોર, ૭-વાવ પ્રત્રવણકુમાર ગોરધનજી માળી, ૧૩-ડીસા ઋત્રિકેશ ગણેશભાઈ પટેલ, ૨૨-ત્રવસનગર પી.સી. બરાંડા, ૩૦-ત્રભલોડા દર્શનાબેન વાઘેલા, 56-અસારવા(SC) કાંતિલાલ શીવલાલ અમૃત્રતયા, 65-મોરબી કુાંવરજીભાઈ મોહનભાઈ બાવત્રળયા, 72-જસદણ રેવાબા જાડેજા, 78-જામનગર(ઉત્તર) અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડીયા, 83-પોરબાંદર ડૉ. પ્રદ્યુમન વાજા, 92-કોડીનાર(SC) કૌશીક કાંતીભાઈ વેકરીયા, 95-અમરેલી પરષોત્તમભાઈ સોલાંકી, 103-ભાવનગર(ગ્રામ્ય) જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી, 105-ભાવનગર (પશ્ચિમ) રમણભાઈ ભીખાભાઈ સોલાંકી, 109-બોરસદ કમલેશભાઈ રમેશભાઈ પટેલ, 113-પેટલાદ સાંજયસિંહ મહિડા, 118-મહુધા રમેશભાઈ ભુરાભાઈ કટારા,…














