અમદાવાદની પ્રકાશ મનોદિવ્યાંગ શાળાની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, બાળકોને તાલીમ આપવાની કામગીરીને બિરદાવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના બોડકદેવ ખાતેની પ્રકાશ મનોદિવ્યાંગ નિવાસી શાળાની મુલાકાત લઈ, શાળા દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ મનોદિવ્યાંગ બાળકોને તાલીમ આપવાની કામગીરીને ઉત્તમ સેવા સાથે સરખાવી હતી.

મુખ્યમંત્રી ઉતરાયણ પર્વ પૂર્વે મંગળવારે સવારે બોડકદેવની આ મનોદિવ્યાંગ શાળામાં પહોંચ્યા હતા. તેમણે સ્નેહસભર વડીલ વાત્સલ્ય ભાવથી મનોદિવ્યાંગ બાળકોને મિઠાઈ વિતરણ કરીને ઉતરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. મનોદિવ્યાંગ બાળકોએ પણ મુખ્યમંત્રી સમક્ષ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજુ કરી હતી. મુખ્યમંત્રીએ મનોદિવ્યાંગ બાળકોને રોજિંદા અને સામાજિક કાર્યો કરવાની તાલીમ આપવાની સંસ્થાની કામગીરીની પણ સરાહના કરી હતી.

સંસ્થાના ટ્રસ્ટી ડૉ. સુજાતાબેન શાહે સંસ્થાની વિવિધ કામગીરીની વિગતો આપતાં જણાવ્યું કે સંસ્થાની સ્થાપના થઈ, ત્યારથી અત્યાર સુધીમાં કુલ 1500 કરતાં વધુ બાળકોએ આ શાળામાં અભ્યાસ કર્યો છે તેમજ હાલ પણ 100 જેટલાં બાળકોને અક્ષરો, રંગો, આકૃતિઓ ઓળખવા ઉપરાંત ફિઝિયો સહિતની તાલીમ આપવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે શાળાનાં બાળકો વિવિધ ખેલ પ્રવૃત્તિઓમાં પણ આગળ પડતું સ્થાન ધરાવે છે. જે અંતર્ગત ગત મહિને અમેરિકાના પ્યુર્ટોરિકા ખાતે આયોજિત યુનિફાઇડ ઓલિમ્પિક બાસકેટ બોલની કોમ્પિટિશનમાં શાળાના હિત સાવંત નામના વિદ્યાર્થીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. જ્યારે કુલ ૨૭ જેટલા વિદ્યાર્થીઓએ રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.

આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીયકક્ષાએ મેડલ મેળવનારા વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે શાળાનાં બાળકો દ્વારા નાટ્ય પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવી. આ પ્રસંગે ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી સહિતના મહાનુભાવો તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ, શિક્ષકો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

LPG-આધાર પ્રમાણીકરણ: 1 Octoberથી શું ફેરફારો થશે? જાણો કોને કરાવવું પડશે અને કેવી રીતે

નવી દિલ્હી : દેશના કરોડો ઘરેલુ LPG ગ્રાહકો માટે 1 October 2026થી મહત્વપૂર્ણ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. કેન્દ્રના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય મુજબ, સબસિડીવાળા ઘરેલુ LPG સિલિન્ડરનું રિફિલ નિયમિત રિટેલ વેચાણ કિંમત (RSP) પર બુક કરવા માટે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ (Biometric Aadhaar Authentication-BAA) પૂર્ણ કરવું જરૂરી રહેશે. એટલે કે જે ગ્રાહકોએ હજુ સુધી આધાર આધારિત બાયોમેટ્રિક ચકાસણી પૂર્ણ કરી નથી, તેમણે આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. સરકારના જણાવ્યા મુજબ આ નિયમનો હેતુ સાચા અને પાત્ર ગ્રાહકો સુધી LPG સબસિડી પહોંચાડવાનો, ડુપ્લિકેટ અથવા અયોગ્ય કનેક્શન દૂર કરવાનો અને સબસિડીવાળા સિલિન્ડરોના વ્યાવસાયિક કે ઔદ્યોગિક ઉપયોગ તરફના ડાયવર્ઝનને રોકવાનો છે. મહત્વની વાત એ છે કે જેઓ પહેલેથી આધાર પ્રમાણીકરણ પૂર્ણ કરી ચૂક્યા છે, તેમને 1 October…

FBIની સિસ્ટમમાં ઘૂસણખોરીનો દાવો: ‘લગભગ તમામ’ એજન્ટોની માહિતી ચોરી હોવાનો Hacker જૂથનો દાવો….

વોશિંગ્ટન : અમેરિકાની સૌથી મહત્વપૂર્ણ તપાસ એજન્સીઓમાંની એક FBI (Federal Bureau of Investigation) સાથે જોડાયેલો મોટો સાયબર સુરક્ષા વિવાદ સામે આવ્યો છે. ShinyHunters નામના સાયબર ક્રાઇમ જૂથે દાવો કર્યો છે કે તેણે FBIની સિસ્ટમમાં ઘૂસણખોરી કરીને મોટી સંખ્યામાં વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓ તેમજ FBIમાં નોકરી માટે અરજી કરનારા લોકોનો સંવેદનશીલ ડેટા મેળવી લીધો છે. Hacker જૂથે પોતાના ડાર્ક વેબ લીક પ્લેટફોર્મ પર એવો દાવો કર્યો છે કે તેની પાસે “લગભગ તમામ FBI એજન્ટો” અને FBIમાં નોકરી માટે અરજી કરનારા લોકોની માહિતી છે. જોકે, FBIએ આ દાવાની સંપૂર્ણ પુષ્ટિ કરી નથી. અમેરિકન તપાસ એજન્સીએ માત્ર એટલું જણાવ્યું છે કે FBIjobs.govને અસર કરતી અનધિકૃત પ્રવૃત્તિ અંગે એજન્સી વાકેફ છે અને ઘટનાની તપાસ ચાલી રહી છે. Hacker હેકર જૂથે…