કોંગ્રેસ સાંસદ શશિ થરૂરના પુત્ર ઇશાનને ગુમાવવી પડી નોકરી, વ્યક્ત કર્યું પોતાનું દુઃખ
કોંગ્રેસ સાંસદ શશી થરૂરના પુત્ર ઇશાન થરૂરે નોકરી ગુમાવી દીધી છે. અહેવાલો અનુસાર, અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે તેના ત્રીજા ભાગના કર્મચારીઓની છટણી કરી છે. વધુમાં, અખબારે તેના રમતગમત વિભાગ અને અનેક વિદેશી કચેરીઓ બંધ કરી દીધી હોવાના અહેવાલ છે. આ છટણીમાં ઇશાન થરૂરે પણ પોતાની નોકરી ગુમાવી દીધી છે. ન્યૂ યોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, આશરે 800 પત્રકારોમાંથી 300 થી વધુ પત્રકારોને કાઢી મૂકવામાં આવ્યા છે. હવે, ઇશાન થરૂરે પોતે આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઇશાન થરૂરે કહ્યું, “આજે મને ધ વોશિંગ્ટન પોસ્ટમાંથી છટણી કરવામાં આવી છે. મારી સાથે, મોટાભાગના આંતરરાષ્ટ્રીય સ્ટાફ અને ઘણા અન્ય અદ્ભુત સાથીદારોને પણ છટણી કરવામાં આવ્યા છે. હું અમારા ન્યૂઝરૂમથી અને ખાસ કરીને ધ વોશિંગ્ટન પોસ્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે સેવા…







