🌧️ ભારે વરસાદથી તાપી ઠપ્પ! અનેક બ્રિજ પાણીમાં ડૂબ્યા

તાપી જિલ્લામાં ભારે વરસાદ બાદ 26 રસ્તા બંધ – લો-લેવલ બ્રિજ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરાયો   ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે તાપી જિલ્લામાં પણ જોવા મળી રહી છે. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે અનેક નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. તેના પરિણામે જિલ્લામાં કુલ 26 રસ્તાઓ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. મળતી માહિતી મુજબ, અનેક લો-લેવલ બ્રિજ અને કોઝવે પર પાણી ફરી વળતાં સુરક્ષાના કારણોસર વાહનવ્યવહારને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે. સ્થાનિક પ્રશાસને લોકોને જોખમ ન લેવા અને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવાની અપીલ કરી છે. ભારે વરસાદને કારણે કેટલાક ગામોનો સંપર્ક મુખ્ય માર્ગો સાથે અસ્થાયી રીતે ખોરવાયો હોવાનું પણ જાણવા મળી રહ્યું…