IAFને મળશે 5મી પેઢીનું સ્ટેલ્થ ફાઈટર જેટ, AMCA પ્રોજેક્ટને મળી નવી ગતિ

ભારતના સૌથી મહત્વાકાંક્ષી સ્વદેશી ફાઈટર જેટ પ્રોજેક્ટ એડવાન્સ્ડ મિડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA)ને રક્ષા મંત્રાલયે નવી ગતિ આપી છે. 5મી પેઢીના સ્ટેલ્થ ફાઈટર જેટના વિકાસ માટે ત્રણ પસંદ કરેલી કંપનીઓને રિક્વેસ્ટ ફોર પ્રોપોઝલ (RFP) મોકલવામાં આવ્યા છે. આ પગલું ભારતને આધુનિક લડાકૂ વિમાન નિર્માણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. દુશ્મનના રડારને પણ ચકમો આપશે AMCA AMCA ભારતનું પહેલું સ્વદેશી ટ્વિન એન્જિન 5મી પેઢીનું મલ્ટીરોલ સ્ટેલ્થ ફાઈટર જેટ હશે. તેની સૌથી મોટી ખાસિયત એ રહેશે કે તે દુશ્મનના રડારમાં સરળતાથી પકડાશે નહીં. આ વિમાનની ડિઝાઇન DRDO હેઠળ કાર્યરત એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ફાઈટર જેટ ભારતીય વાયુસેનાના જૂના વિમાનોને બદલીને હવાઈ શક્તિમાં વધારો કરશે. તેમાં સ્ટેલ્થ ટેકનોલોજી, એડવાન્સ્ડ…

વેકેશન ડેસ્ટિનેશન અમદાવાદ: મનોરંજન અને જ્ઞાનનો અદભૂત સંગમ

વેકેશન ડેસ્ટિનેશન અમદાવાદ: મનોરંજન અને જ્ઞાનનો અદભૂત સંગમ આ વેકેશનમાં માણો અમદાવાદી મિજાજ: ‘સ્માર્ટ અમદાવાદ’નો નવો નજારો મનોરંજન, વિજ્ઞાન અને પરંપરા: અમદાવાદના પ્રવાસમાં બધું જ એકસાથે અમદાવાદ આજે જે ઊંચાઈ પર પહોંચ્યું છે, તેનો સંપૂર્ણ શ્રેય સરકારના મજબૂત વિઝન અને પ્રવાસન ક્ષેત્રે લીધેલા ક્રાંતિકારી નિર્ણયોને જાય છે. માત્ર એક ઔદ્યોગિક કેન્દ્રમાંથી અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરનું ‘ટૂરિસ્ટ હબ’ બનાવવામાં સરકારની વિવિધ યોજનાઓ અને આધુનિક પ્રોજેક્ટ્સે પાયાની ભૂમિકા ભજવી છે. જેમાં ેેઉનાળાનું વેકેશન પડતા જ બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ ક્યાંક બહાર ફરવા જવાનું આયોજન કરતા હોય છે. જો તમે પણ આ વેકેશનમાં કોઈ એવા શહેરની શોધમાં હોવ જ્યાં ઈતિહાસ પણ હોય અને આધુનિકતા પણ, તો અમદાવાદ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. ‘હેરિટેજ સિટી’ તરીકે જાણીતું આ શહેર હવે…

ધર્મભૂમિ પર ધર્મભક્તિ, દેશભક્તિ, સૈન્યશક્તિનો સંગમ

ધર્મભૂમિ પર ધર્મભક્તિ, દેશભક્તિ, સૈન્યશક્તિનો સંગમ … સોમનાથ મંદિર પર એરફોર્સની ટીમ દ્વારા ૧૧મીએ સવારે ૧૧ કલાકે “સૂર્યકિરણનો શૌર્યાભિષેક”, દિલધડક એર શો ૦૦૦ રિહર્સલમાં જ પાયલટોએ સાહસભર્યા કરતબો થકી લોકોના દિલ જીત્યા ૦૦૦ વેરાવળ, તા. ૧૦ મે ૨૦૨૬ – સોમનાથ મંદિરના પુન: નિર્માણના ૭૫ વર્ષ નિમિત્તે “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬”ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અવસરે ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ (SKAT) દ્વારા ૧૧ મેના રોજ મંદિરના આકાશમાં અદભૂત હવાઈ કરતબોનું નિદર્શન કરવામાં આવશે. આજે સવારે જ્યારે સૂર્યકિરણની ટીમ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું ત્યારે પાયલટોના સાહસભર્યા ઉડાનો જોઈને હાજર લોકો દંગ રહી ગયા હતા અને હર્ષનાદ સાથે એરફોર્સના પાયલટને વધાવી લીધા હતા. સૂર્યકિરણ ટીમના વિંગ કમાન્ડર શ્રી જનમીત શર્મા તરફથી મળતી માહિતી મુજબ, ભારતીય વાયુસેનાના એમ્બેસેડર…

આત્મનિર્ભરતા તરફ આગેકૂચ: ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે પ્રયાસ શરૂ

આત્મનિર્ભરતા તરફ આગેકૂચ: ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે પ્રયાસ શરૂ ** VGRC સુરત 2026: ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન માટે નવા દ્વાર ખુલશે ** અમદાવાદ-મુંબઇ પ્રોજેક્ટ માટે ટ્રેનની ડિઝાઇન, ઉત્પાદન, ટેસ્ટિંગ, મેન્ટેનન્સ અને સંલગ્ન કામગીરી સ્વદેશી કંપની દ્વારા થાય તેવું આયોજન ** ગાંધીનગર, 30 એપ્રિલ 2026: ગુજરાતના ઔદ્યોગિક અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા આપતા આગામી 1 અને 2 મે 2026ના રોજ સુરત સ્થિત ઑરો યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાતનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન અને આધુનિક ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં રાજ્યની પ્રગતિ અને રોકાણની તકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી માર્ગદર્શન હેઠળ અત્યારે ભારતમાં પ્રથમ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ અમદાવાદ અને…

ભારતનો ‘AI પાવર’ હેલ્થકેરમાં: AI ટૂલ્સ ઉપયોગમાં ભારત દુનિયામાં નંબર 1, USA–જાપાનને પાછળ છોડ્યા

હેલ્થકેર ક્ષેત્રે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને આ દોડમાં ભારત સૌથી આગળ નીકળ્યું છે. એક તાજેતરના રિપોર્ટ મુજબ ભારતમાં લગભગ 85 ટકા લોકો પર્સનલ હેલ્થ માટે AI આધારિત ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. ભારત AI અપનાવવામાં વિશ્વમાં આગળ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ (BCG)ના સર્વે અનુસાર ભારતના લોકો AI હેલ્થ ટૂલ્સ અપનાવવામાં અમેરિકા, બ્રિટન અને જાપાનને પાછળ છોડીને ટોચ પર પહોંચી ગયા છે. રિપોર્ટ મુજબ અમેરિકા માં આ આંકડો લગભગ 50 ટકા, બ્રિટનમાં 40 ટકા અને જાપાનમાં 34 ટકા છે. આ અભ્યાસ 15 દેશોના 13,000થી વધુ લોકો પર આધારિત છે. હેલ્થકેરમાં વધતો AI ઉપયોગ રિપોર્ટ કહે છે કે વિશ્વભરમાં આશરે 60 ટકા લોકો હેલ્થ સંબંધિત કામો માટે AI નો ઉપયોગ કરી રહ્યા છે,…

AI “ન્યૂડિફાઈ” એપ્સનો ખતરો વધ્યો: પોલિસી હોવા છતાં Apple અને Google પર સરળતાથી ઉપલબ્ધ

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો દુરુપયોગ એક નવા અને ગંભીર ખતરા રૂપે સામે આવ્યો છે. તાજેતરના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે “ન્યૂડિફાઈ” તરીકે ઓળખાતી AI એપ્સ, જે ફોટોને નકલી રીતે અશ્લીલ (ન્યૂડ) બનાવે છે, હજુ પણ Apple App Store અને Google Play Store પર સરળતાથી ઉપલબ્ધ છે. Tech Transparency Project (TTP) દ્વારા કરવામાં આવેલી તપાસ મુજબ, આ એપ્સ કરોડો વખત ડાઉનલોડ થઈ ચૂકી છે અને તેમના ડેવલપર્સે આશરે 122 મિલિયન ડોલરથી વધુની આવક ઊભી કરી છે. આમાંનો એક હિસ્સો Apple અને Googleને પણ મળ્યો હોવાનું કહેવામાં આવે છે. રિપોર્ટ મુજબ Apple App Store પર 46 અને Google Play Store પર 49 આવી એપ્સ જોવા મળી આવી છે. ચોંકાવનારી વાત એ છે કે ઘણી એપ્સને “Everyone” અથવા…

X (Twitter)ના મોનેટાઇઝેશન નિયમોમાં મોટો ફેરફાર, હવે ઓરિજિનલ કન્ટેન્ટને જ મળશે પ્રાથમિકતા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xએ તેના મોનેટાઇઝેશન સિસ્ટમમાં મહત્વપૂર્ણ બદલાવ કર્યા છે. નવા નિયમો મુજબ હવે નીચી ગુણવત્તાવાળા, ક્લિકબેટ અને સ્પેમ પ્રકારના કન્ટેન્ટ પરથી કમાણી કરવી વધુ મુશ્કેલ બનશે. આ ફેરફારનો હેતુ પ્લેટફોર્મ પર ઓરિજિનલ અને ઉચ્ચ ગુણવત્તાવાળા કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો છે. એંગેજમેન્ટ ફાર્મિંગ પર કડક નિયંત્રણ લાંબા સમયથી X પર “એંગેજમેન્ટ ફાર્મિંગ” જેવી પ્રથાઓની ટીકા થઈ રહી હતી, જેમાં માત્ર વ્યૂઝ અને લાઇક્સ વધારવા માટે વાયરલ અથવા નીચી ગુણવત્તાવાળા પોસ્ટ્સ કરવામાં આવતી હતી. હવે કંપની આવા કન્ટેન્ટને ડાઉનરૅન્ક કરવાની તૈયારીમાં છે. Xના પ્રોડક્ટ હેડ નિકિતા બિયર અનુસાર, નવી સિસ્ટમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી રહી છે કે અસલી અને ઓરિજિનલ કન્ટેન્ટ બનાવનાર ક્રિએટર્સને યોગ્ય ઓળખ અને લાભ મળી શકે. ઓરિજિનલ કન્ટેન્ટને વધુ રેવન્યુ નવા અપડેટ હેઠળ…

ટેક ઉદ્યોગમાં છટણી!: 2026ના પ્રથમ ચાર મહિનામાં 80,000થી વધુ નોકરીઓ ખતમ, AI બન્યું મુખ્ય કારણ

વૈશ્વિક ટેક ક્ષેત્રમાં રોજગાર સંકટ ઘેરું બનતું જઈ રહ્યું છે. વર્ષ 2026ના માત્ર ચાર મહિનામાં જ વિશ્વભરના ટેક ઉદ્યોગમાં અંદાજે 80,000 કર્મચારીઓની છટણી નોંધાઈ છે. તાજા અહેવાલો મુજબ આ ઘટાડાનું મુખ્ય કારણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ઓટોમેશન તરફ કંપનીઓનો ઝડપી વળાંક છે. અમેરિકામાં સૌથી વધુ અસર રિપોર્ટ મુજબ છટણીનો સૌથી મોટો હિસ્સો United States માં જોવા મળ્યો છે, જ્યાં કુલ છટણીના લગભગ 76%થી વધુ કેસ નોંધાયા છે. અનેક મોટી ટેક કંપનીઓ પુનર્ગઠન અને ખર્ચ ઘટાડાના નામે કર્મચારીઓમાં ઘટાડો કરી રહી છે. AI અને ઓટોમેશનનો વધતો પ્રભાવ Amazon, Oracle, Meta અને Dell જેવી કંપનીઓએ આ છટણીને “વ્યૂહાત્મક ફેરફાર” ગણાવ્યો છે, પરંતુ અહેવાલો મુજબ લગભગ અડધી છટણી સીધી રીતે AI અપનાવવાની પ્રક્રિયા સાથે જોડાયેલી છે. વિશ્લેષકોના મતે કંપનીઓ…

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત “AI FOR AGRICULTURE” વિષયક પ્રાથમિક સેમિનારમાં પણ ઉપસ્થિત રહી મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ખેડા સાંસદ દેવું સિંહ ચૌહાણ, પ્રદેશ મહામંત્રી અજયબ્રમ્હભટ્ટ, KDCC નાં ચેરમેન તેજસપટેલ, ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન રાજુપટેલ, પીજ અમૂલના ડિરેક્ટર નિલેશપટેલ, બલોલના ગૌતમ સિંહ ચૌહાણ, વરસોલાના ભગવંત સિંહ પરમાર, માતરના  AI ટેકનોલોજી મંડળીના ચેરમેન જયરામદેસાઈ તેમજ વાઈસ ચેરમેન ચિરાગપટેલ (કણજરી) સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલ ખેડૂત અને કૃષિ ક્ષેત્રમાં આધુનિક AI ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. અને AI ટેકનોલોજી મંડળી શરૂ થવાથી આ…

B-India કૃષિ રત્ન એવોર્ડ 2026 : દિલીપ સંઘાણીની ઉપસ્થિતિમાં કૃષિ ક્ષેત્રને મળ્યું ગૌરવ,ખેડૂત શક્તિનો સન્માન સમારોહ

“ભારત એક કૃષિપ્રધાન દેશ છે, જ્યાં ખેડૂત માત્ર અન્નદાતા જ નહીં, પરંતુ દેશની આર્થિક મજબૂતીના સાચા આધારસ્તંભ છે. ખેતરોમાં દિવસ-રાત મહેનત કરનાર ખેડૂતોના પરિશ્રમથી જ દેશના વિકાસને ગતિ મળે છે. ખાસ કરીને ગુજરાતના પ્રગતિશીલ અને મહેનતુ ખેડૂતોએ આધુનિક ટેક્નોલોજી અને નવીનતાઓ અપનાવીને કૃષિ ક્ષેત્રમાં નવી દિશા આપી છે.આ જ ખેડૂતોના પરિશ્રમ, સમર્પણ અને નવી વિચારધારાને સન્માન આપવા માટે B-India News  દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. “B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026”  એ એવો મંચ છે, જ્યાં ખેતીમાં નવી પદ્ધતિઓ અપનાવીને અનોખી સિદ્ધિઓ હાંસલ કરનાર ખેડૂતોને વિશેષ સન્માન આપવામાં આવશે. આ એવોર્ડ માત્ર એક પુરસ્કાર નથી, પરંતુ તે ખેડૂતોની પ્રેરણાદાયક સફરની ઉજવણી છે. અનેક પડકારો વચ્ચે પણ હિંમત અને મહેનતથી  કૃષિને નવી ઊંચાઈએ પહોંચાડનાર ખેડૂતો…