ODI વર્લ્ડ કપ: ભારતની મહિલા ટીમે સાઉથ આફ્રિકાને હરાવી ઈતિહાસ રચ્યો
ક્રિકેટ પ્રેમીઓ માટે 2 નવેમ્બર 2025નો દિવસ ક્યારેય ભૂલાઈ શકતો નથી. આજે ભારતની મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરી વર્લ્ડ કપમાં પ્રથમ વખત ચેમ્પિયન બનાવ્યો છે. ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમે 298 રનના લક્ષ્ય સાથે મેચ જીતી વિશ્વભરમાં ગર્વનો વિષય બની. શેફાલી વર્માની શાનદાર ઇનિંગ સેમિફાઇનલની નિરાશાને પાછળ છોડીને શેફાલીએ ફાઇનલમાં શ્રેષ્ઠ ODI ઇનિંગ રમી, માત્ર 78 બોલમાં 87 રન બનાવ્યા હતા. તેમણે ઈનિંગમાં સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા, જે તેમની ODI કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર છે. 28મી ઓવરમાં આઉટ થતાં તેમણે સદી ચૂકી ગઈ હોવા છતાં ટીમ માટે મહત્વપૂર્ણ રન પ્રદાન કર્યા. ભારતે બનાવ્યો 298 રનનો ટાર્ગેટ ભારતીય ટીમે 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને કુલ 298 રન બનાવ્યા. દીપ્તિ શર્મા અને શેફાલી વર્માએ ફિફ્ટી…
IND-W vs SA-W Final: સ્મૃતિ મંધાનાએ રચ્યો ઇતિહાસ, તોડ્યો મિતાલી રાજનો આઠ વર્ષ જૂનો રેકોર્ડ
ભારતીય બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 માં ઇતિહાસ રચ્યો છે. ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 410 રન* સાથે, તેણી એક જ મહિલા ODI વર્લ્ડ કપમાં ભારતીય દ્વારા સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. સ્મૃતિ મંધાનાએ દિગ્ગજ ભારતીય કેપ્ટન મિતાલી રાજને પાછળ છોડી દીધી, મિતાલી રાજે 2017 માં 409 રન બનાવ્યા હતા. મંધાનાએ આ વર્લ્ડ કપમાં પોતાનું પ્રભાવશાળી ફોર્મ ચાલુ રાખ્યું છે. તેણીએ એક પછી એક ઇનિંગ્સમાં ભારતના કાર્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પછી ભલે તે શરૂઆતના વિકેટકીપર તરીકે ઇનિંગ્સને મજબૂત બનાવવાનું હોય કે દબાણ હેઠળ રન બનાવવાનું હોય. તેણીએ ભારતની મહિલા ટીમને ફાઇનલમાં પહોંચવામાં અને ટાઇટલ માટે મજબૂત દાવેદાર બનવામાં મદદ કરી છે. મિતાલી રાજ અને પૂનમ રાઉતે 2017 માં શાનદાર પ્રદર્શન કર્યું હતું.…
અભિષેક શર્માએ 7 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, આ મામલે બન્યો નંબર વન ભારતીય ખેલાડી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સીરિઝની ત્રીજી મેચ હોબાર્ટ મેદાન પર રમાઈ રહી હતી. ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા માત્ર 25 રન બનાવી શક્યા હોવા છતાં, તેમણે એક મોટો રેકોર્ડ બનાવવામાં સફળતા મેળવી. આજની મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ઓસ્ટ્રેલિયન ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા જેમાં ભારતે આ મેચમાં 5 વિકેટે વિજય મેળવ્યો છે. ભારતીય ડાબોડી ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા 2025 માં સારા ફોર્મમાં રહ્યો છે, જેમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20I માં શાનદાર અડધી સદીનો સમાવેશ થાય છે. જોકે, અભિષેક ત્રીજી T20I માં પોતાનું ફોર્મ ચાલુ રાખવામાં નિષ્ફળ રહ્યો, માત્ર 25 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. આ ઇનિંગે તેને એક મહત્વપૂર્ણ સિદ્ધિ…
IPL 2026 ને લઈને એક મોટી અપડેટ આવી સામે, અહી થઈ શકે છે આયોજન
IPL 2026 ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તમામ 10 ટીમો હાલમાં તેમની રીટેન્શન યાદીઓ તૈયાર કરવામાં વ્યસ્ત છે. આ દરમિયાન, આગામી IPL સીઝન માટે ઓક્શન અંગે એક મોટો અપડેટ સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPL 2026 ની ઓક્શન સ્થળમાં ફેરફાર થવાની શક્યતા છે. જોકે ફ્રેન્ચાઇઝીઓને આ અંગે સત્તાવાર રીતે જાણ કરવામાં આવી નથી, પરંતુ તેમને ચોક્કસપણે સંકેતો મળ્યા છે. IPL દર ત્રણ વર્ષે મેગા ઓક્શનનું આયોજન કરે છે, જે ગયા વર્ષે યોજાયું હતું. તેથી, આ વખતે એક મીની ઓક્શન યોજાશે. ક્રિકબઝના અહેવાલ મુજબ, આગામી IPL સીઝન માટે ઓક્શન કોઈ ખાડી દેશમાં યોજાઈ શકે છે. છેલ્લી ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થઈ હતી, તેથી આ વખતે પણ ત્યાં જ થવાની શક્યતા છે. વધુમાં, ઓમાન અને કતારમાં…
રોહન બોપન્નાએ ટેનિસમાંથી કરી નિવૃત્તિની જાહેરાત, બે દાયકાની કારકિર્દીનો આવ્યો અંત
ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ નિવૃત્તિની જાહેરાત કરી છે. તે 43 વર્ષની ઉંમરે પહેલી વાર મિક્સ ડબલ્સમાં નંબર 1 રેન્કિંગ પર પહોંચ્યો છે, અને આ સિદ્ધિ મેળવનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો છે. તેણે હવે તેની ભવ્ય કારકિર્દીને વિદાય આપી છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા આ જાહેરાત કરી છે. ❤️❤️❤️ pic.twitter.com/IS3scPrwhW — Rohan Bopanna (@rohanbopanna) November 1, 2025 રોહન બોપન્નાની કારકિર્દી જે પ્રેરણા અને દ્રઢતાનું ઉદાહરણ છે. તેમણે 20 વર્ષથી વધુ સમય સુધી ટેનિસના ઉચ્ચતમ સ્તર પર રમીને ભારતને ગૌરવ અપાવ્યું. ડબલ્સ નિષ્ણાત તરીકે, તેમને વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક ગણવામાં આવતા હતા. તેમણે બે ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા અને આંતરરાષ્ટ્રીય મંચ પર વારંવાર ભારતીય ધ્વજ લહેરાવ્યો. તેમના સંયમ, રમતગમત અને ફિટનેસે સાબિત…
શ્રેયસ ઐયરને હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા, જાણો હવે કેવી છે તેમની તબિયત ?
ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયરને શનિવારે સિડનીની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ સમાચારની પુષ્ટિ કરી અને તેના હાલના સ્વાસ્થ્ય વિશે વિગતો આપી. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI દરમિયાન કેચ પકડવા માટે પાછળની તરફ દોડતી વખતે શ્રેયસને પાંસળીમાં ઈજા થઈ હતી. શ્રેયસ ઐયરને ICU માં એડમિટ કરવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ BCCI એ પુષ્ટિ કરી છે કે, શ્રેયસ ઐયર હવે સ્વસ્થ છે અને તેને રજા આપવામાં આવી છે. શ્રેયસ ઈજાને કારણે આંતરિક રક્તસ્ત્રાવથી પીડાઈ રહ્યો હતો જેના કારણે તેને ICUમાં રાખવામાં આવ્યો હતો. જોકે, તેને ટૂંક સમયમાં ICUમાંથી રજા આપવામાં આવી હતી પરંતુ તેની સારવાર ચાલુ હતી. સિડનીમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એલેક્સ કેરીનો કેચ લેતી વખતે ઐયર ઇજાગ્રસર…
જસપ્રીત બુમરાહ પાસે ઐતિહાસિક રેકોર્ડ બનાવવાની તક, ચાર વિકેટ લેતા જ…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T20 મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જેના કારણે ચાહકો નિરાશ થયા હતા. શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ તે મેચમાં સારા ફોર્મમાં હતા. જોકે, બંને ટીમો વચ્ચેની બીજી T20 મેચ 31 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. સુપરસ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ મેચમાં એક મોટી સિધ્ધી હાંસલ કરી શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં ચાર વિકેટ લીધા બાદ જસપ્રીત બુમરાહ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 વિકેટ પૂર્ણ કરશે, જે આવું કરનાર માત્ર બીજો ભારતીય બનશે. અર્શદીપ સિંહ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે 101 વિકેટ લઈ ચૂક્યો છે. 2024 ના T20 વર્લ્ડ કપમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું જસપ્રીત બુમરાહે 2016 માં ભારતીય ટીમ માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી…
કોહલી ફરી 0 રન પર આઉટ, વિરાટના વર્તનથી ચાહકો ચિંતિત… નિવૃત્તિ અંગે અટકળો તેજ
ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી ખૂબ જ નિરાશાજનક રહ્યું. ઓસ્ટ્રેલિયા પ્રવાસની પહેલી વનડેમાં તે શૂન્ય રને આઉટ થયો હતો. ચાહકોને બીજી મેચમાં કોહલી પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી, પરંતુ બંને મેચમાં કોહલી 0 રન પર આઉટ થયો પર્થમાં રમાયેલી પહેલી વનડેમાં, વિરાટ કોહલીએ 8 બોલનો સામનો કર્યો હતો પરંતુ ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. આ પહેલી વાર હતું જ્યારે ઓસ્ટ્રેલિયાની ધરતી પર વનડે ક્રિકેટમાં વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થયો હતો. બીજી વનડેમાં પણ કોહલીનું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું. એડિલેડમાં, કોહલી માત્ર 4 બોલ રમ્યા પછી શૂન્ય રને પેવેલિયન પાછો ફર્યો. આ સાથે, તેણે ખૂબ જ શરમજનક રેકોર્ડ બનાવ્યો. વનડેમાં પહેલીવાર, કોહલી સતત બે મેચમાં ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો.…
એશિયા કપ વિજેતા ભારતને હજુ સુધી ટ્રોફી નથી મળી, ACC ચેરમેન મોહસીન નકવી સાથે વિવાદ વકર્યો
એશિયા કપ 2025 જીત્યા પછી પણ ભારતીય ક્રિકેટ ટીમને હજુ સુધી ટ્રોફી આપવામાં આવી નથી. આ મુદ્દો હવે BCCI અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચેરમેન મોહસીન નકવી વચ્ચે ગંભીર વિવાદનો વિષય બની ગયો છે. BCCI ની ચેતવણી પણ બેફલ બીસીસીઆઈ (BCCI) દ્વારા અનેકવાર ચેતવણી આપ્યા છતાં મોહસીન નકવીએ ટ્રોફી ભારત મોકલવાનો ઇનકાર કર્યો છે. તેમણે આ બાબત પર પોતાનું મજબૂત વલણ દર્શાવતા જણાવ્યું કે,”ટ્રોફી ACCના દુબઈ સ્થિત મુખ્યાલયમાં ઉપલબ્ધ છે. BCCIના અધિકારીઓ અથવા તેમનો પ્રતિનિધિ ત્યાં આવીને લેઈ શકે છે.” બીસીસીઆઈનો ઇનકાર અને ICC મીટિંગની તૈયારી BCCIના જણાવ્યા અનુસાર, નકવીનો આ અભિગમ અવિચારસીલ અને રાજકીય છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ટીમને દુબઈ મોકલવી યોગ્ય નથી અને આ મુદ્દો હવે આગામી ICC મીટિંગમાં ઉઠાવવામાં આવશે.…
















