8મું પગાર પંચ ક્યારે લાગુ થશે?, પગાર કેટલો વધશે? વાંચો સંપૂર્ણ વિગતો

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટો સમાચાર સામે આવ્યો છે. 8મું પગાર પંચ (8th Pay Commission) બાબતે મહત્વપૂર્ણ અપડેટ મળ્યો છે. જો હાલની અટકળો સાચી સાબિત થાય છે, તો 2026થી નવા પગાર ધોરણો લાગુ થઈ શકે છે અને પગારમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. નવો પગાર કેટલો થશે?, જાણો ગણતરી સાથે વિસ્તૃત જાણકારી અનુસાર, 8મા પગાર પંચમાં નવા ફિટમેન્ટ ફેક્ટર તરીકે 1.92 લાગુ થવાની શક્યતા છે. હાલમાં ન્યૂનતમ બેસિક પગાર છે ₹18,000, જે નવી ગણતરી પ્રમાણે એવું બની શકે છે: નવી બેસિક પે = ₹18,000 × 1.92 = ₹34,560 એટલે કે ફક્ત મૂળ પગારમાં ₹16,560નો સીધો ઉછાળો. આ ઉપરાંત, જ્યારે ડિઅરનેસ એલ્લોવન્સ (DA), હાઉસ રેન્ટ એલ્લોવન્સ (HRA), ટ્રાવેલ એલાવન્સ (TA) અને અન્ય ભથ્થાં…

પાકિસ્તાનની ફરિયાદ બાદ ICCએ સૂર્યકુમાર યાદવને દોષી ઠેરવ્યો, જાણો આખી વિગત

એશિયા કપ 2025 હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે, અને 28 સપ્ટેમ્બરે થનારી ભારત વિરુદ્ધ પાકિસ્તાનની ફાઈનલ મેચને લઈ આતુરતા બરાબર જોવા મળી રહી છે. પરંતુ, મેચ પહેલાં એક મોટો વિવાદ ઊભો થયો છે. આઈસીસી (ICC) એ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને દોષી ઠેરવ્યો છે અને તેની મેચ ફીનો 30% દંડ ફટકાર્યો છે. સમગ્ર વિવાદ શું છે? આ વિવાદની શરૂઆત એશિયા કપના ગ્રૂપ સ્ટેજ દરમિયાન થયેલી ભારત-પાકિસ્તાન મેચ પછી થઈ હતી. 14 સપ્ટેમ્બરના રોજ રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને જીત આપી હતી, પરંતુ જીત બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ સાથે શીષ્ટાચાર મુજબ હાથ મળાવ્યા નહતાં. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ ટોસ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ નહીં મિલાવવાનો નિશ્ચિત નિર્ણય લીધો હતો. પછી મીડિયા સાથે…

Bank Data Breach: ભારતીય બેંકોનો મોટો ડેટા લીક, ટ્રાન્ઝેક્શનના ઓનલાઇન રેકોર્ડ આવ્યા સામે

ભારતમાં એક મોટો ડેટા લીક થયો છે. ભારતીય બેંકોના લાખો બેંક વ્યવહારોના રેકોર્ડ ઇન્ટરનેટ પર ખુલ્લા પડ્યા હતા. ડેટા અસુરક્ષિત એમેઝોન S3 ક્લાઉડ સર્વરમાંથી લીક થયો હતો, જેમાં ખાતાધારકોના નામ, બેંક ખાતા નંબર, વ્યવહારની રકમ અને કોન્ટેકની માહિતી જેવી સંવેદનશીલ માહિતી હતી. સાયબર સિક્યુરિટી ફર્મ અપગાર્ડને ઓગસ્ટના અંતમાં ડેટા ભંગની જાણ થઈ હતી. સંશોધકોને એમેઝોન-હોસ્ટેડ સ્ટોરેજ સર્વર પર આશરે 273,000 PDF ફાઇલો મળી આવી હતી જેમાં ભારતીય ગ્રાહકો માટે બેંક ટ્રાન્સફર રેકોર્ડ હતા. આમાંની મોટાભાગની ફાઇલો NACH (નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ) સાથે જોડાયેલી હતી. NACH એ એક કેન્દ્રિય સિસ્ટમ છે જેનો ઉપયોગ બેંકો દ્વારા મોટા પાયે પગાર ટ્રાન્સફર, લોન ચુકવણી અને વીજળી અને પાણીના બિલ જેવી નિયમિત ચુકવણી માટે થાય છે. કઈ બેંકોનો ડેટા લીક થયો?…

એશિયા કપના ઇતિહાસમાં પહેલીવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ રમાશે, જાણો ક્યારે થશે મુકાબલો

સલમાન આગાના નેતૃત્વ હેઠળની પાકિસ્તાન ક્રિકેટ ટીમે 25 સપ્ટેમ્બર, ગુરુવારે રાત્રે બાંગ્લાદેશ પર 11 રનથી વિજય મેળવીને એશિયા કપ 2025 ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે, ટાઇટલ મેચ માટેનો તબક્કો તૈયાર થઈ ગયો છે. એશિયા કપ 2025 ની ફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 સપ્ટેમ્બર, રવિવારના રોજ દુબઈમાં રમાશે. એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર બનશે જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમો આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ટકરાશે. હા, આજ સુધી ભારત અને પાકિસ્તાનની ટીમો ક્યારેય એશિયા કપની ફાઇનલમાં ટકરાઈ નથી. ભારતે 8 વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે, જ્યારે પાકિસ્તાને આ ટુર્નામેન્ટ 2 વખત જીતી છે. એશિયા કપ 1984 માં શરૂ થયો હતો, અને ભારતે તેની શરૂઆતની સીઝનમાં શ્રીલંકાને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદ,…

સૂર્યકુમાર યાદવ ઇતિહાસ રચવાથી નજીક, માત્ર બે છગ્ગા ફટકારતાં જ બનશે મોટો રેકોર્ડ

એશિયા કપ 2025 તેના સમાપન નજીક છે. ભારત અને પાકિસ્તાન પહેલાથી જ ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી ચૂક્યા છે, પરંતુ સુપર-4 તબક્કાની છેલ્લી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. ફાઇનલની દોડની દ્રષ્ટિએ આ મેચ કદાચ બહુ મહત્વની ન હોય, પરંતુ ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સૂર્યકુમાર યાદવ પાસે આ મેચમાં બે મોટા સીમાચિહ્નો હાંસલ કરવાની સુવર્ણ તક હશે. તેને તેના T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 250 ચોગ્ગા પૂરા કરવા માટે ફક્ત 8 ચોગ્ગાની જરૂર છે. તે આવું કરનાર ફક્ત ત્રીજો ભારતીય બેટ્સમેન બનશે. અત્યાર સુધી, ફક્ત વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20I માં 250 થી વધુ ચોગ્ગા ફટકાર્યા છે. શ્રીલંકા સામેની સુપર 4 મેચમાં બે છગ્ગા ફટકારીને સૂર્યા…

નાની ઉંમરમાં મહિલાઓ કેમ બની રહી છે હાર્ટ એટેકનો શિકાર? જાણો કારણો અને બચાવના ઉપાય

એક સમય હતો જ્યારે હાર્ટ એટેક માત્ર વયસ્ક અને વૃદ્ધ પુરુષો સાથે સંકળાયેલું માનવામાં આવતું. પરંતુ હવે આ માન્યતાઓમાં મોટો ફેરફાર આવ્યો છે. તાજેતરના વર્ષોમાં હાર્ટ રોગના કેસોમાં મહિલાઓનું પ્રમાણ પણ ઝડપથી વધ્યું છે, ખાસ કરીને 30 થી 45 વર્ષની ઉંમરની મહિલાઓમાં. આ સમસ્યા પાછળનો મોટો હિસ્સો આધુનિક જીવનશૈલી, દિનચર્યા અને સ્ટ્રેસભર્યા વાતાવરણને આપવામાં આવે છે. નાની ઉંમરની મહિલાઓને હાર્ટ એટેક કેમ? વિશ્વભરના હેલ્થ રિસર્ચ જણાવે છે કે છેલ્લા દાયકામાં યુવા મહિલાઓમાં હાર્ટ રોગના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. કેટલાક મુખ્ય કારણો નીચે મુજબ છે: 1. લાઈફસ્ટાઇલમાં અકારાત્મક બદલાવ: અનિયમિત સૂવાની-જાગવાની આદત વ્યાયામ અને ફિઝિકલ એક્ટિવિટીની ઊણપ ઉંચો મોંટે જીવવાનું દબાણ ભાગદોડભર્યું જીવન અને વધારે જવાબદારીઓ 2. જંક ફૂડ અને પોષણહીન આહાર: ઓઇલી, સૂગર yukt ડાયટ…

એશિયા કપ 2025 : બાંગ્લાદેશને હરાવી એશિયા કપ 2025માં ઈન્ડિયાનો ફાઇનલમાં પ્રવેશ, જાણો વિગત

એશિયા કપ 2025માં ભારતીય ક્રિકેટ ટીમનું જશ્ન ચાલુ છે. સુપર 4 તબક્કામાં ટીમ ઈન્ડિયાએ આજે (24 સપ્ટેમ્બર, 2025) બાંગ્લાદેશને 41 રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. બાંગ્લાદેશ સામે ભારતની આ સતત પાંચમી જીત છે, જે ટીમની મજબૂત સ્થિતિ દર્શાવે છે. ભારતની બેટિંગની વાત કરીએ તો… બાંગ્લાદેશના કેપ્ટન ઝાકિર અલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયામાં અભિષેક શર્મા અને શુભમન ગિલે મજબૂત શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે બંનેએ 77 રનનું જોડાણ બનાવ્યું. અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરતા ફિફ્ટી ફટકારી અને 37 બોલમાં 75 રન બનાવ્યા. શુભમન ગિલે 29 રન કર્યા. હાર્દિક પંડ્યાએ 29 બોલમાં 38 રનનો યોગદાન આપ્યું. બાંગ્લાદેશ તરફથી રિશાદ હુસૈને બે વિકેટ ઝડપી, જ્યારે તન્ઝીહ હસન સાકિબ, મુસ્તફિઝુર રહેમાન અને…

દિલ્હી હાઈકોર્ટે એઆર રહેમાનને આપી રાહત, આ ગીત પરના કોપીરાઈટ કેસને ફગાવ્યો

દિલ્હી હાઈકોર્ટે બુધવારે 2023 ની તમિલ ફિલ્મ પોન્નીયિન સેલ્વન 2 (PS2) ના ‘વીરા રાજા વીરા’ ગીતની રચના અંગે તેમની સામે દાખલ કરાયેલ કોપીરાઈટ ઉલ્લંઘનનો કેસ ફગાવી દીધો. દિલ્હી હાઈકોર્ટે બુધવારે સંગીતકાર એઆર રહેમાનની અપીલને મંજૂરી આપી અને તેમની ફિલ્મ પોન્નીયિન સેલ્વન 2 ના ગીતને ડાગર ભાઈઓની રચના ‘શિવા સ્તુતિ’ ની નકલ તરીકે વર્ણવતા આદેશને રદ કર્યો. ન્યાયાધીશ સી. હરિ શંકર અને ઓમ પ્રકાશ શુક્લાની ડિવિઝન બેન્ચે રહેમાનની અપીલ પર આ આદેશ આપ્યો. કોર્ટે કહ્યું કે અપીલ માન્ય છે અને સિંગલ જજના આદેશને સૈદ્ધાંતિક રીતે રદ કરવામાં આવે છે. હાઇકોર્ટે સ્પષ્ટતા કરી કે તેણે કોપીરાઇટ ઉલ્લંઘન પાસા પર કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી. કોર્ટે કહ્યું, “અમે અપીલને મંજૂરી આપી છે. અમે એક સાથે અભિપ્રાય તૈયાર કર્યો છે.…

ICCએ આ દેશના ક્રિકેટ બોર્ડને આપ્યો 440 વોલ્ટનો ઝટકો, કર્યું સસ્પેન્ડ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે યુએસએ ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરી દીધું છે. આ નિર્ણય યુનાઇટેડ સ્ટેટ્સ ક્રિકેટમાં મોટા વહીવટી ફેરફારોનો સંકેત આપે છે. મંગળવારે આઇસીસીની વર્ચ્યુઅલ બોર્ડ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બોર્ડના સસ્પેન્શન છતાં, યુએસએ ક્રિકેટ ટીમ આવતા વર્ષે ભારત અને શ્રીલંકામાં રમાનારી 2026 ટી20 વર્લ્ડ કપમાં ભાગ લેશે. ICC ને અમેરિકન ક્રિકેટ અંગે અનેક ફરિયાદો મળી રહી છે. ગયા વર્ષે શ્રીલંકામાં યોજાયેલી વાર્ષિક પરિષદમાં ICC એ USA ક્રિકેટ બોર્ડને નોટિસ ફટકારી ત્યારે આ મુદ્દો પ્રકાશમાં આવ્યો. સિંગાપોરમાં યોજાયેલી આ વર્ષની વાર્ષિક પરિષદમાં USA ક્રિકેટને યોગ્ય માળખું સ્થાપિત કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. ઘણા અઠવાડિયાથી, ICC એ USA ક્રિકેટ બોર્ડ અને તેના અધ્યક્ષ વેણુ પિસિકેને પારદર્શક શાસન સુનિશ્ચિત કરવા માટે ન્યાયી પ્રક્રિયાઓ લાગુ…

લીંબુ પાણી: કેટલું ફાયદાકારક અને ક્યાં બની શકે છે નુકસાનકારક?

તમે રોજ સવારે લીંબુ પાણી પીવો છો? સ્વાસ્થ્યપ્રેમી લોકોમાં એ હેલ્થ ટિપ્સ બની ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે લીંબુ પાણી દરેક માટે હંમેશા ફાયદાકારક નથી? તેમાં રહેલા પોષક તત્વો ચોક્કસ રીતે લાભ આપી શકે છે, પણ કેટલીક શારીરિક પરિસ્થિતિઓમાં તે નુકસાનકારક પણ બની શકે છે. ચાલો જાણીએ લીંબુ પાણીના સચોટ ફાયદા અને શક્ય નુકસાન વિશે વિગતવાર… ફાયદા: લીંબુ પાણી શું આપી શકે છે સ્વાસ્થ્યને? 1. વિટામિન-Cનું સ્ત્રોત લીંબુમાં વિટામિન-C પૂરતું હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને ત્વચા માટે લાભદાયી છે. સવારે એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી પોષણનો હળવો ડોઝ મળી શકે છે. 2. હાઇડ્રેશન માટે ઉત્તમ લીંબુ પાણી પીવાથી પાણીનું સેવન વધે છે. પLAIN પાણીમાં લીંબુ ઉમેરવાથી તેનો સ્વાદ સુધરે છે અને…