PM મોદીની કરકસર અપીલ બાદ રાજ્ય સરકાર એક્શનમાં, કેબિનેટમાં લેવાઈ શકે મોટા નિર્ણયો

નરેન્દ્ર મોદી દ્વારા દેશહિતમાં કરકસર અને ઈંધણ બચત અંગે કરવામાં આવેલી અપીલ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. મળતી માહિતી મુજબ આગામી કેબિનેટ બેઠકમાં વિવિધ સરકારી વિભાગોમાં ખર્ચ ઘટાડવા અને સંસાધનોનો મિતવ્યયી ઉપયોગ કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. વિભાગોને ખર્ચ ઘટાડવા સૂચનો મંગાવાયા રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોને ખર્ચમાં ઘટાડો કરવા માટેના સૂચનો મોકલવા કહેવામાં આવ્યું છે. કેબિનેટ બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. સરકાર ખાસ કરીને વાહનોના ઉપયોગ, ઈંધણ બચત, ઓનલાઈન મિટિંગ્સ અને વર્ક ફ્રોમ હોમ જેવી વ્યવસ્થાઓને ફરી અમલમાં મૂકવા અંગે વિચારણા કરી રહી છે. વાહનોના ઉપયોગ પર આવી શકે નવા નિયમો PM મોદીએ સરકારી અને ખાનગી સ્તરે ઈંધણનો વપરાશ ઘટાડવા ભાર મૂક્યો હતો. જેના…

સ્માર્ટ સિટીમાં પર્યાવરણનું ‘ખૂન’: જાહેરાતના બોર્ડ માટે મધરાતે વૃક્ષોનું નિકંદન કાઢતું AMC

સ્માર્ટ સિટીમાં પર્યાવરણનું ‘ખૂન’: જાહેરાતના બોર્ડ માટે મધરાતે વૃક્ષોનું નિકંદન કાઢતું AMC અમદાવાદ: એક તરફ ગ્લોબલ વોર્મિંગની અસરો સામે લડવા માટે સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ‘વૃક્ષારોપણ’ અને ‘ગ્રીન સિટી’ ના બણગાં ફૂંકે છે, તો બીજી તરફ ભ્રષ્ટાચારની મિલીભગતમાં લીલાછમ વૃક્ષોની બલી ચઢાવવામાં આવી રહી છે. શહેરના ગુજરાત યુનિવર્સિટી રોડ પર મધરાતે બનેલી ઘટનાએ AMC ના ગાર્ડન વિભાગની કથિત ‘પર્યાવરણ પ્રેમ’ ની પોલ ખોલી નાખી છે. શું છે સમગ્ર ઘટના? સોમવારની મધરાતે, આશરે 12:15 વાગ્યે, જ્યારે આખું શહેર નિદ્રાધીન હતું, ત્યારે ગુજરાત યુનિવર્સિટી જેવા શૈક્ષણિક અને વ્યસ્ત વિસ્તારમાં AMC ના ગાર્ડન વિભાગની મશીનરી ગરજતી જોવા મળી હતી. નવાઈની વાત એ હતી કે આ કોઈ રસ્તા પહોળા કરવાની કે ભયજનક ડાળીઓ કાપવાની કામગીરી નહોતી, પરંતુ ‘ચિત્રા…

પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત ચોમાસા પૂર્વે AMCનું હોટમિક્સ પ્લાન સંપૂર્ણ સજ્જ, 42 હજાર મેટ્રિક ટનથી વધુ મટીરિયલ સપ્લાયની તૈયારી

પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત ચોમાસા પૂર્વે AMCનું હોટમિક્સ પ્લાન સંપૂર્ણ સજ્જ, 42 હજાર મેટ્રિક ટનથી વધુ મટીરિયલ સપ્લાયની તૈયારી * વરસાદી મોસમમાં રોડ મેન્ટેનન્સ માટે AMCની આગોતરી તૈયારી, હોટમિક્સ પ્લાન્ટ અને મટીરિયલ સ્ટોક તૈયાર * અમદાવાદ શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત આગામી ચોમાસા દરમિયાન રસ્તાઓ પર ખાડા અને રોડ ડેમેજ જેવી સમસ્યાઓને ઝડપી રીતે દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોટમિક્સ પ્લાન્ટ અને સંબંધિત મટીરિયલની આગોતરી તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. શહેરના વિવિધ ઝોનમાં વરસાદી પરિસ્થિતિ દરમિયાન તાત્કાલિક રોડ રિપેરિંગ કામગીરી કરી શકાય તે માટે AMC દ્વારા હોટમિક્સ મટીરિયલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે તેમજ કામગીરી માટેની મશીનરી પણ સજ્જ કરવામાં આવી છે. ગત ચોમાસા દરમિયાન AMCના હોટમિક્સ પ્લાન્ટ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં મોટા પાયે કામગીરી…

ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ યોજાશે

ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ યોજાશે ** ૩૧ દેશોના આશરે ૨૦૦ રમતવીરો, ૨૦૦ જેટલા કોચ, સપોર્ટ સ્ટાફ, પ્રતિનિધિઓની ઉપસ્થિતિ ** ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તા. ૧૧થી ૧૭ મે, ૨૦૨૬ દરમિયાન એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ૩૧ દેશોના આશરે ૨૦૦ રમતવીરો, ૨૦૦ જેટલા કોચ, સપોર્ટ સ્ટાફ, પ્રતિનિધિઓ અને મેનેજરો; ૫૦ જેટલા આંતરરાષ્ટ્રીય ટેકનિકલ અધિકારીઓ, ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWF) અને એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (AWF) ના પ્રમુખ અને જનરલ સેક્રેટરી સહિત ૫૦ વિશિષ્ટ અતિથિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન એક્ઝિક્યુટિવ બોર્ડ અને વાર્ષિક કોંગ્રેસની બેઠકો પણ ૧૨ મે, ૨૦૨૬ના રોજ અમદાવાદના ખાતે યોજાશે. ભારતીય રમતગમત માટે આ એક પ્રતિષ્ઠિત પ્રસંગ છે કારણ…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા મુખ્યમંત્રીશ્રીએ નવનિર્મિત શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન કરી, રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી ** મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે અમદાવાદના થલતેજ સ્થિત શ્રી સનાતન રામધામ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રી શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન-પૂજન કરી, મહાઆરતીમાં સહભાગી થયા હતા અને રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી હતી. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આશરે ૯૦ વર્ષ જૂના આ મંદિરનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા અન્ય દાતાઓના સહયોગથી જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આ મંદિરના મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાના ૧૦ દિવસીય મહોત્સવના અંતિમ દિવસે મુખ્યમંત્રીશ્રીએ ભક્તિ અને સનાતન…

ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ યોજાશે

ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ યોજાશે ** ૩૧ દેશોના આશરે ૨૦૦ રમતવીરો, ૨૦૦ જેટલા કોચ, સપોર્ટ સ્ટાફ, પ્રતિનિધિઓની ઉપસ્થિતિ ** ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તા. ૧૧થી ૧૭ મે, ૨૦૨૬ દરમિયાન એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ૩૧ દેશોના આશરે ૨૦૦ રમતવીરો, ૨૦૦ જેટલા કોચ, સપોર્ટ સ્ટાફ, પ્રતિનિધિઓ અને મેનેજરો; ૫૦ જેટલા આંતરરાષ્ટ્રીય ટેકનિકલ અધિકારીઓ, ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWF) અને એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (AWF) ના પ્રમુખ અને જનરલ સેક્રેટરી સહિત ૫૦ વિશિષ્ટ અતિથિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન એક્ઝિક્યુટિવ બોર્ડ અને વાર્ષિક કોંગ્રેસની બેઠકો પણ ૧૨ મે, ૨૦૨૬ના રોજ અમદાવાદના ખાતે યોજાશે. ભારતીય રમતગમત માટે આ એક પ્રતિષ્ઠિત પ્રસંગ છે કારણ…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ બંગાળના નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી સુવેન્દુ અધિકારીના શપથ વિધિ સમારોહમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ બંગાળના નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી સુવેન્દુ અધિકારીના શપથ વિધિ સમારોહમાં સહભાગી થયા હતા. તેમણે નવનિયુક્ત મુખ્યમંત્રીશ્રીને પુષ્પગુચ્છ અર્પણ કરીને હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને દિશાદર્શનમાં ભાજપા શાસિત બધા જ રાજ્યો વિકાસ, ગુડ ગવર્નન્સ અને જન કલ્યાણના નવા આયામો પ્રસ્થાપિત કરી રહ્યા છે ત્યારે હવે પશ્ચિમ બંગાળ પણ આ વિકાસયાત્રામાં સહભાગી થયું છે તેનો મુખ્યમંત્રીશ્રીએ હર્ષ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ પશ્ચિમ બંગાળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નવ નિયુક્ત મુખ્યમંત્રી શ્રી સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં હવે “સોનાર બાંગ્લા” નો સંકલ્પ સાકાર કરશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી. તેમણે પશ્ચિમ બંગાળ વિકાસ, શાંતિ, સુશાસન અને સમૃદ્ધિના માર્ગ પર નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તેવી હૃદયપૂર્વકની શુભકામનાઓ પણ…

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સાગરદર્શન ખાતે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સાગરદર્શન ખાતે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી —————– વડાપ્રધાનશ્રીના રોડ-શૉ સહિત રૂટનું પગપાળા નિરીક્ષણ કરતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી —————– વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા. ૧૧મી મેના રોજ ‘સોમનાથ અમૃત પર્વ’ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે પધારનાર છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ વડાપ્રધાનશ્રીના રોડ-શૉ સહિત રૂટનું પગપાળા નિરીક્ષણ કરી સાગરદર્શન ખાતે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. સાગરદર્શન ખાતે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી નાયબ મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના આગમન-પ્રસ્થાન માર્ગો, સભાસ્થળ અને રૉડ શૉના કાર્યક્રમ સ્થળે કરવામાં આવેલી સુવિધાઓ, પાર્કિંગ તેમજ ટ્રાફિક નિયંત્રણ, આરોગ્ય સેવાઓ સહિતની વ્યવસ્થાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રીએ વિવિધ વિભાગોના અધિકારીઓની જવાબદારીઓ સહિત એકબીજા વિભાગના સંકલન સાથે…

છૂટા પૈસાની ઝંઝટ ખતમ! GSRTC બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટથી થાય છે.

છૂટા પૈસાની ઝંઝટ ખતમ! GSRTC બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટથી થાય છે. રાજ્યમાં 8,000થી વધુ બસોમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને યુપીઆઇ થકી ઓનનાલઇન બૂકીંગ, મોબાઇલ એપ અને કરંટ બૂકીંગ દ્વારા ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના ડિજિટલ ગવર્નન્સના વ્યાપક પ્રયાસોને સાર્થક સાબિત કરે છે . નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ પણ અંતરિયાળ વિસ્તારોમાં બસની સુવિધા વધારવા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મુસાફરોને વધુ સુવિધા મળે અને દૈનિક મુસાફરોની સંખ્યા વધે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ગાંધીનગર: May 6; 2026: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ડિજિટલ પેમેન્ટ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને મુસાફરો માટે પેમેન્ટ…

ગ્યાસપુરમાં ‘કેમિકલ યુનિટો’ પર બુલડોઝર: નોટિસોના થોથા વચ્ચે આખરે ખાખી અને એસ્ટેટનો સપાટો!

ગ્યાસપુરમાં ‘કેમિકલ યુનિટો’ પર બુલડોઝર: નોટિસોના થોથા વચ્ચે આખરે ખાખી અને એસ્ટેટનો સપાટો! *પંકજ મકવાણા – અમદાવાદ:* ‘શિકારી ખુદ યહાં શિકાર હો ગયા!’ ગ્યાસપુરના ઔદ્યોગિક પટ્ટામાં છેલ્લા કેટલાય સમયથી પર્યાવરણના નિયમોના ધજાગરા ઉડાવતા ૧૯ જેટલા ઈન્ડસ્ટ્રિયલ વોશિંગ યુનિટો પર આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળ્યું છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) ની ફટકાર અને તંત્રની લાંબી ઊંઘ બાદ આખરે ૪૫,૩૫૦ ચોરસ ફૂટના ગેરકાયદે સામ્રાજ્યને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. *ખુરશીના સંબંધો અને કેમિકલની ગંધ!* શહેરની ચર્ચા મુજબ, આ માત્ર સામાન્ય ડિમોલિશન નથી. વિશ્વસનીય સૂત્રોનું માનીએ તો, આ તોડી પાડવામાં આવેલા યુનિટો પૈકી કેટલાક ‘ખાસ’ છે. રાજકીય ગલિયારાઓમાં એવી જોરદાર ચર્ચા છે કે આ ૧૯ યુનિટોમાંથી ચારેક યુનિટો સત્તાધારી પક્ષના જ એક કોર્પોરેટરના સંબંધીઓના હતા. કદાચ એટલે…