દિલ્હીના વિવેક વિહારમાં વહેલી સવારે ભીષણ આગ: ફાયર ફાઈટરોની સતર્કતાથી મોટી હોનારત ટળી.
દિલ્હીના વિવેક વિહારમાં વહેલી સવારે ભીષણ આગ.વિવેક વિહારમાં 3:48 વાગ્યે આગથી દોડધામ.દિલ્હી ફાયર સર્વિસીસની તાત્કાલિક કામગીરીથી આગ કાબૂમાં.વિવેક વિહાર વિસ્તારમાં આગ બાદ સર્ચ ઓપરેશન ચાલુ.દિલ્હીમાં આગની ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી.દિલ્હીના રહેણાંક વિસ્તારમાં આગથી ચિંતા
ઈરાન-અમેરિકા તણાવ ઉગ્ર: “દાદાગીરી નહીં ચાલે” — સુપ્રીમ લીડરની કડક ચેતવણી
મધ્યપૂર્વમાં તણાવ ફરી ઉગ્ર બન્યો છે, જ્યાં Iran અને United States વચ્ચે શબ્દયુદ્ધ તેજ બન્યું છે. અમેરિકી પ્રમુખ Donald Trump દ્વારા પરમાણુ સમજૂતી મુદ્દે આપવામાં આવેલી કડક ધમકીઓ બાદ ઈરાન તરફથી પણ તીખો જવાબ આવ્યો છે. “સર્વનાશ અમે કરી દેશું” — ઈરાનનો પ્રહાર ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે તેમની દાદાગીરી સ્વીકારવામાં નહીં આવે. તેમણે કડક શબ્દોમાં જણાવ્યું કે જો પરિસ્થિતિ બગડશે તો ઈરાન પણ પ્રતિકાર માટે તૈયાર છે. નિવેદનમાં એમ પણ ઉમેરાયું કે અમેરિકી યુદ્ધ નૌકાઓને સમુદ્રમાં ડૂબાડી દેવાની ક્ષમતા ઈરાન પાસે છે. ટ્રમ્પની ધમકીથી તણાવ વધ્યો ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે જો પરમાણુ સમજૂતી નહીં થાય તો “સર્વનાશ” સર્જી શકાય છે. આ નિવેદનને ઈરાને ગંભીરતાથી લઈને જવાબી કડક વલણ…
પંચાંગ /01 મે 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી પૂર્ણિમા (પૂનમ) 10:55 PM નક્ષત્ર સ્વાતિ +04:35 AM કરણ : વિષ્ટિ ભદ્ર 10:03 AM ભાવ 10:03 AM પક્ષ શુક્લ યોગ સિદ્ધિ 09:12 PM દિવસ શુક્રવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:40 AM ચંદ્રોદય 06:47 PM ચંદ્ર રાશિ તુલા સૂર્યાસ્ત 06:56 PM ચંદ્રાસ્ત +05:36 AM ઋતું ગ્રીષ્મ હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1948 પરાભવ કલિ સંવત 5128 દિન…
રાશિફળ/30 એપ્રિલ 2026: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ અન્યોની ટીકા કરવાની તમારી ટેવને કારણે તમારે ટીકાનો સામનો કરવો પડે એવી શક્યતા છે. તમારી રમૂજવૃત્તિને ઊંચી તથા તમારા બચાવને નીચો રાખશો તો તમે કટુ ટિપ્પણીઓથી બચવા માટે સારી સ્થિતિમાં રહેશો. વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે. આજે પૈસા અંગે પરિવાર ના સભ્યો માં બોલાચાલી થઈ શકે છે. પૈસા ની બાબત માં તમારે પરિવાર ના બધા સભ્યો ને સ્પષ્ટ રહેવા ની સલાહ…
અંક જ્યોતિષ/30 એપ્રિલ 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
ટ્રમ્પ-પુતિન વચ્ચે 90 મિનિટની મહત્વપૂર્ણ ચર્ચા: ઈરાન સીઝફાયર અને યુક્રેન શાંતિ કરાર પર મોટી જાહેરાતની સંભાવના
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે 90 મિનિટથી વધુ સમય સુધી ટેલિફોનિક વાતચીત થઈ છે. આ ઉચ્ચ સ્તરીય ચર્ચામાં ઈરાન, યુક્રેન અને વૈશ્વિક સુરક્ષા સંબંધિત મહત્વના મુદ્દાઓ પર વિગતવાર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. ઈરાન મુદ્દે સીઝફાયર પર સહમતિ ચર્ચા દરમિયાન વ્લાદિમીર પુતિનએ ઈરાન પરમાણુ કરાર અંગે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા અને ઈરાનમાં સીઝફાયર માટે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોને સમર્થન આપ્યું હતું. બંને નેતાઓએ તેહરાનના પરમાણુ કાર્યક્રમ અને પ્રાદેશિક તણાવ અંગે પણ ચર્ચા કરી હતી. યુક્રેન સંકટ પર શાંતિની આશા યુક્રેન મુદ્દે ટ્રમ્પે લાંબા સમયથી ચાલતા સંઘર્ષના ઉકેલ માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો. જ્યારે પુતિને આગામી મે મહિનામાં ઉજવાતા વિજય દિવસ નિમિત્તે અસ્થાયી યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો. અહેવાલો મુજબ ટ્રમ્પે આ પ્રસ્તાવ પર…
ગોપાલ ઇટાલિયાના પોલીસ વિરોધી નિવેદનથી IPS એસોસીએશન દ્વારા રાજ્ય ચૂંટણી પંચને આવેદન આપ્યું
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે હવે રાજકીય નિવેદનો અને કાયદાકીય બાબતો વચ્ચે મતભેદ જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોલીસ તંત્ર પર અપમાનજનક ટિપ્પણીઓ કરી છે, જેના પગલે ગુજરાત IPS એસોસીએશન ચિંતિત છે. IPS એસોસીએશનનો અભિગમ IPS એસોસીએશનના પ્રમુખ અને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકની આગેવાનીમાં એસોસીએશનના અન્ય સભ્યોએ આજે રાજ્ય ચૂંટણી પંચને લેખિત આવેદનપત્ર રજૂ કર્યું. આવેદનમાં, એસોસીએશન દ્વારા જણાવ્યું છે કે, ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ પરથી પોલીસ તંત્ર પર આક્ષેપ કર્યા છે, જે પોલીસના મનોબળને તોડવાનો પ્રયાસ કરે છે. વિવાદ શું છે? ગોપાલ ઇટાલિયાએ તાજેતરમાં એક જાહેર મંચ પર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે વાંધાજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ પ્રકારના નિવેદનો રાજ્યની સુરક્ષા એજન્સીઓના માનને ઠેસ પહોંચાડતા હોય છે.…
ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી રશિયા પહોંચ્યા, પુતિન સાથે શાંતિ મંત્રણા માટે મુલાકાત
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા હજુ અધૂરી છે, ત્યારે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી સોમવારે રશિયા પહોંચી ગયા છે. રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ખાતે તેમણે રશિયાનાં પ્રમુખ પુતિન સાથે બેઠક કરવાની સંભાવના છે. આ પહેલા, અરાઘચી ઈસ્લામાબાદ અને ઓમાનની યાત્રા પર હતા, જ્યાં શાંતિ મંત્રણાને આગળ વધારવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અમેરિકાની નકારાત્મક સ્થિતિ આ અગાઉ, જ્યારે શાંતિ મંત્રણાનો બીજો દોર શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આને નકારી દીધું. ટ્રમ્પે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, “અઢાર-અઢાર કલાકની મુસાફરી નકામી મંત્રણાઓ માટે કરવી નિરર્થક છે.” તેમણે આથી ઈરાને રજૂઆત કરી કે, જો મંત્રણાની જરૂર છે તો તે વોશિંગ્ટન આવીને વાત કરે, અથવા તો ફોન પર વાત કરે. ઈરાનનો નવો શાંતિ પ્રસ્તાવ બીજી તરફ,…
ઈરાનના હુમલા બાદ ભારતનું નિવેદન: 17 નાવિકો સુરક્ષિત, LPG-ખાતર સપ્લાય પર મોટી ખાતરી
ભારત સરકારએ તાજેતરમાં ભારતીય જહાજ પર થયેલા હુમલા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે હોર્મુઝ જળમાર્ગને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે આ ઘટના બની છે, જેના કારણે દરિયાઈ સુરક્ષા અંગે ચિંતાઓ વધી ગઈ હતી. જહાજ પર હુમલો, પણ નાવિકો સુરક્ષિત જળમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 25 એપ્રિલે ઓમાનના દરિયામાંથી પસાર થઈ રહેલા ‘એમટી સિરોન’ નામના કેમિકલ ટેન્કર પર ઈરાની કોસ્ટ ગાર્ડ દ્વારા ચેતવણીરૂપ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ જહાજ મુદ્રા પોર્ટ તરફ આવી રહ્યું હતું. સારા સમાચાર એ છે કે, જહાજ પર સવાર તમામ 17 ભારતીય નાવિકો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અગાઉ પણ થયા હતા હુમલા આ પહેલા 22 એપ્રિલે પણ હોર્મુઝ જળમાર્ગમાં ભારતીય જહાજને નિશાન બનાવાયું હતું. તેમજ 18 એપ્રિલે બે અન્ય ભારતીય…
રાઘવ ચઢ્ઢા બાદ હજુ એક નેતા BJP માં કરશે ‘લેન્ડિંગ’? ગેહલોતે કહ્યું – હવે સુધરી ગયા છે
આમ આદમી પાર્ટીના 10માંથી સાત સાંસદોએ પક્ષમાંથી બળવો કરીને ભાજપમાં જોડાયા બાદ, રાજસ્થાનના કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સચિન પાયલટ પર ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ગેહલોત અને પાયલટના વચ્ચેની રાજકીય સ્પર્ધા અને વાદવિવાદ જાણીતાં છે. પાયલટ અને ગેહલોત બંને એકબીજા પર ઘણીવાર કટાક્ષ કરતા રહ્યા છે. AAPના બળવાખોર સાંસદોની ભાજપમાં જોડાવાની ઘટના બાદ, ગેહલોતે આ વખતે પાયલટ વિશે કહ્યું કે “હવે સચિન પાયલટના બંને પગ કોંગ્રેસમાં છે. તે પૂર્ણ રીતે પાર્ટી સાથે છે, અને મારો આશાવાદ છે કે તેઓ હવે આ પક્ષને ન છોડે.” ‘ભાજપે મારી સરકાર પર આક્રમણ કરવા માટે ષડયંત્ર રચ્યું હતું’ ગેહલોતે એવો દાવો કર્યો કે ભાજપે રાજસ્થાનમાં તેમની કોંગ્રેસ સરકારને પાળવા માટે સક્રિય રીતે કૂણો ઘૂમાવવાની કોશિશ કરી હતી. “ભાજપે…
















