PM મોદીની કરકસર અપીલ બાદ રાજ્ય સરકાર એક્શનમાં, કેબિનેટમાં લેવાઈ શકે મોટા નિર્ણયો

નરેન્દ્ર મોદી દ્વારા દેશહિતમાં કરકસર અને ઈંધણ બચત અંગે કરવામાં આવેલી અપીલ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. મળતી માહિતી મુજબ આગામી કેબિનેટ બેઠકમાં વિવિધ સરકારી વિભાગોમાં ખર્ચ ઘટાડવા અને સંસાધનોનો મિતવ્યયી ઉપયોગ કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે.

વિભાગોને ખર્ચ ઘટાડવા સૂચનો મંગાવાયા
રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોને ખર્ચમાં ઘટાડો કરવા માટેના સૂચનો મોકલવા કહેવામાં આવ્યું છે. કેબિનેટ બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. સરકાર ખાસ કરીને વાહનોના ઉપયોગ, ઈંધણ બચત, ઓનલાઈન મિટિંગ્સ અને વર્ક ફ્રોમ હોમ જેવી વ્યવસ્થાઓને ફરી અમલમાં મૂકવા અંગે વિચારણા કરી રહી છે.

વાહનોના ઉપયોગ પર આવી શકે નવા નિયમો
PM મોદીએ સરકારી અને ખાનગી સ્તરે ઈંધણનો વપરાશ ઘટાડવા ભાર મૂક્યો હતો. જેના પગલે રાજ્ય સરકાર સરકારી વાહનોના ઉપયોગ અને તેની મર્યાદા અંગે નવા નિયમો લાવી શકે છે. કરકસર અભિયાનના ભાગરૂપે કેન્દ્રીય જળશક્તિ મંત્રી C. R. Patil એ પણ પાયલોટિંગ કારનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

‘વર્ક ફ્રોમ હોમ’ને ફરી પ્રાથમિકતા
ગુજરાત પ્રવાસ દરમિયાન PM મોદીએ કહ્યું હતું કે કોરોના કાળ દરમિયાન દેશમાં વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન મિટિંગ્સ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવી વ્યવસ્થાઓ સફળ રહી હતી. તેમણે જણાવ્યું હતું કે, “સમયની માંગ છે કે આપણે ફરીથી આવી વ્યવસ્થાઓને પ્રાથમિકતા આપીએ. તે દેશહિતમાં રહેશે અને ઈંધણ બચતમાં મદદરૂપ બનશે.”

ઈંધણની અછત અંગે કેન્દ્ર સરકારની સ્પષ્ટતા
PM મોદીની અપીલ બાદ દેશમાં ઈંધણની અછત અંગે લોકોમાં ઉઠેલા સવાલોને લઈને કેન્દ્ર સરકારે પણ સ્પષ્ટતા કરી છે. સરકારના જણાવ્યા અનુસાર દેશમાં પેટ્રોલ, ડીઝલ, LPG અથવા ક્રૂડ ઓઈલની કોઈ અછત નથી. હાલમાં ભારત પાસે અંદાજે 60 દિવસનો ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસનો જથ્થો તેમજ 45 દિવસનો LPG સ્ટોક ઉપલબ્ધ છે.

 

 

  • Related Posts

    AMC Mega Medical Camp 2026: માધુપુરા ખાતે યોજાયો ભવ્ય ‘બ્લડ ડોનેશન’ અને ‘મેડિકલ કેમ્પ.. Free Check-up

    માધુપુરામાં ‘મેગા Medical કેમ્પ’ અને ‘રક્તદાન કેમ્પ’ યોજાયો, નાગરિકોને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સેવાકીય પ્રયાસ; નિઃશુલ્ક તપાસ સાથે દવાઓનું પણ વિતરણ અમદાવાદના માધુપુરા વિસ્તારમાં સ્થાનિક નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સરળતાથી મળી રહે તે હેતુથી ‘મેગા Medical કેમ્પ’ અને ‘બ્લડ ડોનેશન કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિ અને પ્રોત્સાહક માર્ગદર્શન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માધુપુરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ આયોજનનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને તેમના રહેઠાણ નજીક જ જરૂરી આરોગ્ય તપાસ અને તબીબી માર્ગદર્શન મળી રહે તેવો હતો. ઘણી વખત સામાન્ય…

    Aaj Nu Rashifal 17 September 2026 : આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? ૧૨ રાશિઓનું સંપૂર્ણ રાશિફળ.. Emotional Resilience & Clarity..

    આજનું Rashifal — 17 સપ્ટેમ્બર 2026 Rashifal મેષથી મીન સુધી જાણો આજનો દિવસ, નોકરી-ધંધો, પૈસા, પ્રેમ, પરિવાર, શુભ રંગ અને શુભ અંક ♈ મેષ રાશિ Rashifal આજે કામકાજમાં વ્યસ્તતા રહેશે. અટકેલા કામને ફરી ગતિ મળી શકે છે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. વેપારીઓએ આજે ઉતાવળમાં મોટો નિર્ણય ન લેવો. પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે. પૈસાની બાબતમાં ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.💼 કરિયર: જવાબદારી વધશે.💰 નાણાં: ખર્ચનું આયોજન કરો.❤️ પ્રેમ: ગેરસમજ વાતચીતથી દૂર થશે.🎨 શુભ રંગ: લાલ🔢 શુભ અંક: 9 ♉ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે દિવસ આર્થિક રીતે મહત્વનો બની શકે છે. જૂના કામમાંથી લાભ મળવાની શક્યતા છે. ઓફિસમાં તમારી મહેનતની નોંધ લેવાઈ શકે છે. વેપારમાં નવા સંપર્કો ફાયદાકારક બની…