પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત ચોમાસા પૂર્વે AMCનું હોટમિક્સ પ્લાન સંપૂર્ણ સજ્જ, 42 હજાર મેટ્રિક ટનથી વધુ મટીરિયલ સપ્લાયની તૈયારી

પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત ચોમાસા પૂર્વે AMCનું હોટમિક્સ પ્લાન સંપૂર્ણ સજ્જ, 42 હજાર મેટ્રિક ટનથી વધુ મટીરિયલ સપ્લાયની તૈયારી

*
વરસાદી મોસમમાં રોડ મેન્ટેનન્સ માટે AMCની આગોતરી તૈયારી, હોટમિક્સ પ્લાન્ટ અને મટીરિયલ સ્ટોક તૈયાર
*
અમદાવાદ શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત આગામી ચોમાસા દરમિયાન રસ્તાઓ પર ખાડા અને રોડ ડેમેજ જેવી સમસ્યાઓને ઝડપી રીતે દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોટમિક્સ પ્લાન્ટ અને સંબંધિત મટીરિયલની આગોતરી તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. શહેરના વિવિધ ઝોનમાં વરસાદી પરિસ્થિતિ દરમિયાન તાત્કાલિક રોડ રિપેરિંગ કામગીરી કરી શકાય તે માટે AMC દ્વારા હોટમિક્સ મટીરિયલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે તેમજ કામગીરી માટેની મશીનરી પણ સજ્જ કરવામાં આવી છે.

ગત ચોમાસા દરમિયાન AMCના હોટમિક્સ પ્લાન્ટ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મધ્ય ઝોનમાં 534.30 મેટ્રિક ટન, પૂર્વ ઝોનમાં 4041.43 મેટ્રિક ટન, પશ્ચિમ ઝોનમાં 9331.46 મેટ્રિક ટન, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 8384.33 મેટ્રિક ટન, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 3671.69 મેટ્રિક ટન, ઉત્તર ઝોનમાં 9831.28 મેટ્રિક ટન તથા દક્ષિણ ઝોનમાં 8389.04 મેટ્રિક ટન હોટમિક્સ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉપરાંત બ્રિજ પ્રોજેક્ટ અંતર્ગત પણ 151.08 મેટ્રિક ટન મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમ કુલ મળીને ગત ચોમાસા દરમિયાન 44,333.71 મેટ્રિક ટન જેટલી કામગીરી કરવામાં આવી હોવાનું AMCના આંકડાઓમાં દર્શાવવામાં આવ્યું છે.

હાલમાં AMCના હોટમિક્સ પ્લાન્ટની ક્ષમતા 180 ટી.પી.એચ. રાખવામાં આવી છે જ્યારે બિટુમિન ટેન્કની ક્ષમતા 100 મેટ્રિક ટન સુધી ઉપલબ્ધ છે. ચોમાસા દરમિયાન તાત્કાલિક કામગીરી માટે પ્લાન્ટ ઉપર વિવિધ સાઈઝના એગ્રીગેટનો જથ્થો પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. જેમાં 20 મી.મી. એગ્રીગેટનો 4000 મેટ્રિક ટન, 10 મી.મી. એગ્રીગેટનો 3000 મેટ્રિક ટન તથા 6 મી.મી. એગ્રીગેટનો 5000 મેટ્રિક ટન જેટલો જથ્થો ઉપલબ્ધ છે. ઉપરાંત ડસ્ટ સ્ટોક 5000 મેટ્રિક ટન અને બિટુમિન સ્ટોક 3.7 મેટ્રિક ટન પણ સંગ્રહિત રાખવામાં આવ્યો છે.

AMC દ્વારા આગામી ચોમાસા દરમિયાન અંદાજે 42,000 મેટ્રિક ટન જેટલા હોટમિક્સ મટીરિયલ સપ્લાય કરવાનો આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરેક ઝોનમાં હોટમિક્સ મટિરિયલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થાય એ રીતે ટેન્ડર મંગાવી લેવામાં આવ્યા છે, તેમજ દરેક ઝોનમાં ઇન્ફ્રારેડ પદ્ધિતિ અને જેટપેચર પદ્ધિતિથી પેચવર્કની કામગીરી હાથધરી શકાય તે મુજબના ટેન્ડરો પણ મંજૂર કરી લેવામાં આવ્યા છે. આમ, ભારે વરસાદ દરમિયાન રોડ ઉપર ખાડા પડવાની અથવા રસ્તાઓને નુકસાન થવાની પરિસ્થિતિમાં તાત્કાલિક મરામત કામગીરી કરી શકાય તે માટે તમામ ઝોનમાં ટીમો, મશીનરી અને મટીરિયલ સ્ટોક તૈયાર રાખવામાં આવ્યા છે.

બોક્સ મેટર : હોટમિક્સ પ્લાન્ટ શું છે ?

હોટમિક્સ પ્લાન્ટ એ એવી પ્રોસેસિંગ ફેક્ટરી છે, જ્યાં પથ્થર, રેતી, ફીલર અને બિટુમિનને ચોક્કસ તાપમાને ગરમ કરીને મિક્સ કરવામાં આવે છે, જેને આપણે “હોટ મિક્સ અસ્ફાલ્ટ” કહીએ છીએ. આ મિશ્રણનો ઉપયોગ રોડ બનાવવા અને રીપેર કરવા માટે થાય છે. જે ગુણવત્તાવાળું અને ટકાઉ માર્ગ બનાવવા માટે અત્યંત આવશ્યક છે.

બોક્સ મેટર : હોટમિક્સ પ્લાન્ટ સંપૂર્ણપણે ઓટોમેટેડ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા પીપળજ ખાતે અત્યાધુનિક હોટ મિક્સ પ્લાન્ટ જે કાર્યરત છે એ સંપૂર્ણપણે ઓટોમેટેડ છે. આ પ્લાન્ટમાં એક કંટ્રોલ કેબિન તૈયાર કરવામાં આવી છે, જ્યાં સંપૂર્ણ ડેટા એકવાર નાખ્યા બાદની તમામ પ્રોસેસ સંપૂર્ણ ઓટોમેટેડ થાય છે. આમ આ આખો પ્લાન્ટ બેચ મિક્સ ટાઈપ હોટ મિક્સ મટિરિયલનો છે, જે સંપૂર્ણપણે ઓટોમેટેડ છે અને તેમાં SCADA સિસ્ટમ વિકસાવવામાં આવેલી છે.

બોક્સ મેટર – કેવી રીતે હોટમિક્સ પ્લાન્ટમાં મિક્ષણ પ્રક્રિયા થાય છે

સૌપ્રથમ ડ્રાય મટિરિયલને લોડર દ્વારા અલગ અલગ ચાર બિનમાં નાખવામાં આવે છે. ડિઝાઇન મુજબ કન્વેયર બેલ્ટ દ્વારા એગ્રીગેટ અને બીટુમીન અલગથી પ્લાન્ટમાં જાય છે. આ મટિરિયલ ૧૭૦થી ૧૭૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં મિક્સ થાય છે અને ત્યાંથી ડમ્પરમાં આવે છે. ત્યારબાદ આ મટિરિયલને સંબંધિત ઝોન અને વોર્ડમાં સપ્લાય કરવામાં આવે છે.

  • Related Posts

    AMC Mega Medical Camp 2026: માધુપુરા ખાતે યોજાયો ભવ્ય ‘બ્લડ ડોનેશન’ અને ‘મેડિકલ કેમ્પ.. Free Check-up

    માધુપુરામાં ‘મેગા Medical કેમ્પ’ અને ‘રક્તદાન કેમ્પ’ યોજાયો, નાગરિકોને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સેવાકીય પ્રયાસ; નિઃશુલ્ક તપાસ સાથે દવાઓનું પણ વિતરણ અમદાવાદના માધુપુરા વિસ્તારમાં સ્થાનિક નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સરળતાથી મળી રહે તે હેતુથી ‘મેગા Medical કેમ્પ’ અને ‘બ્લડ ડોનેશન કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિ અને પ્રોત્સાહક માર્ગદર્શન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માધુપુરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ આયોજનનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને તેમના રહેઠાણ નજીક જ જરૂરી આરોગ્ય તપાસ અને તબીબી માર્ગદર્શન મળી રહે તેવો હતો. ઘણી વખત સામાન્ય…

    Aaj Nu Rashifal 17 September 2026 : આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? ૧૨ રાશિઓનું સંપૂર્ણ રાશિફળ.. Emotional Resilience & Clarity..

    આજનું Rashifal — 17 સપ્ટેમ્બર 2026 Rashifal મેષથી મીન સુધી જાણો આજનો દિવસ, નોકરી-ધંધો, પૈસા, પ્રેમ, પરિવાર, શુભ રંગ અને શુભ અંક ♈ મેષ રાશિ Rashifal આજે કામકાજમાં વ્યસ્તતા રહેશે. અટકેલા કામને ફરી ગતિ મળી શકે છે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. વેપારીઓએ આજે ઉતાવળમાં મોટો નિર્ણય ન લેવો. પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે. પૈસાની બાબતમાં ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.💼 કરિયર: જવાબદારી વધશે.💰 નાણાં: ખર્ચનું આયોજન કરો.❤️ પ્રેમ: ગેરસમજ વાતચીતથી દૂર થશે.🎨 શુભ રંગ: લાલ🔢 શુભ અંક: 9 ♉ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે દિવસ આર્થિક રીતે મહત્વનો બની શકે છે. જૂના કામમાંથી લાભ મળવાની શક્યતા છે. ઓફિસમાં તમારી મહેનતની નોંધ લેવાઈ શકે છે. વેપારમાં નવા સંપર્કો ફાયદાકારક બની…