માધવપુર ઘેડના લોકમેળામાં રેતી શિલ્પ મહોત્સવ – સંસ્કૃતિ અને કળાનું અનોખું સંગમ
પોરબંદર : માધવપુર ઘેડ મેળો આ વર્ષે એક નવા રંગમાં રંગાઈ ગયો છે. અહીં યોજાયેલો રેતી શિલ્પ મહોત્સવ મેળાનું મુખ્ય આકર્ષણ બનીને ઊભર્યો છે, જ્યાં કળા, ભક્તિ અને સંસ્કૃતિનું અદભૂત મિલન જોવા મળે છે. આ મહોત્સવમાં કળાકારો દ્વારા રેતીમાંથી બનાવાયેલા જીવંત શિલ્પો દરેક દર્શકને મંત્રમુગ્ધ કરી દે છે. ખાસ કરીને ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીના જીવનપ્રસંગોને અત્યંત સુક્ષ્મતા અને કલાત્મકતા સાથે રજૂ કરવામાં આવ્યા છે. તેમના પ્રાગટ્યથી લઈને વિવાહ સુધીની ગાથા રેતીના શિલ્પોમાં એટલી સુંદર રીતે કંડારવામાં આવી છે કે તે દર્શકોને પૌરાણિક સમયમાં લઈ જાય છે. આ રેતી શિલ્પોમાં માત્ર ધાર્મિક ભાવના જ નહીં, પરંતુ રાષ્ટ્રીય એકતાનો સંદેશ પણ છલકાય છે. કેન્દ્ર સરકારના એક ભારત શ્રેષ્ઠ ભારત અને વોકલ ફોર લોકલ જેવા અભિયાનોની ઝલક આ કળામાં…
રાજકોટમાં પેટ્રોલ-ડીઝલ અછતની અફવા: ડીલર એસોસિએશન પ્રમુખ વિરુદ્ધ ગુનો નોંધાયો
રાજકોટ શહેરમાં છેલ્લા દિવસોમાં ઈંધણની અછત અંગેની અફવા ફેલાવાઈ અને શહેરમાં અફરાતફરી સર્જાઇ હતી. આ મામલે રાજકોટ જિલ્લા પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેમને જાહેરમાં ખોટું નિવેદન આપીને લોકોમાં ભય અને ગભરાટ ફેલાવવાનો આરોપ છે. ફરિયાદ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) રાજકોટના સેલ્સ હેડ અમિત જયસ્વાલ દ્વારા દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ અનુસાર, ગોપાલ ચુડાસમાએ જાહેરમાં જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ પર ઈંધણનો જથ્થો પૂરતો નથી, જેના કારણે નાગરિકોમાં પેનિક સર્જાઈ હતી અને પેટ્રોલ પંપ પર લાંબી કતાર લાગી ગઈ હતી. આ ઘટનાથી કાયદા અને વ્યવસ્થામાં ખલેલ પड़ी. IOCLના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે કંપની પાસે ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હતો અને ડીલરોને લેખિત તેમજ મૌખિક ખાતરી આપી હતી. છતાં,…
B INDIA કૃષિ રત્ન એવોર્ડ – 2026 : “ખેતરથી ખ્યાતિ સુધીની સફરનું સન્માન”
એક જ મંચ… પાંચ દિગ્ગજ… અને ગુજરાતના ખેડૂતોનું સન્માન કૃષિ ક્રાંતિના આ પ્રેરણાદાયી નેતાઓની ગરિમામય ઉપસ્થિતિમાં, યોજાશે કૃષિ રત્નોનો સન્માન સમારોહ.. 25 માર્ચ 2026ના રોજ પ્રસંગ પાર્ટી પ્લોટ, અમદાવાદ સાંજે 6 કલાકે ચૂકશો નહીં, ગુજરાતનું ગૌરવ એવા ખેડૂતોને સન્માનિત કરતી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે.. B INDIA કૃષિ રત્ન એવોર્ડ… કૃષિ શક્તિનો મહાપર્વ…http://KRUSHI RATNA AWARD 2026 https://youtu.be/hU4EskpuWKs?si=Dxf6VNcqqGsBDKl0
શેરબજારમાં મોટો કડાકો…જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ
શેરબજારમાં આજે મોટો કડાકો થયો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના (BSE)ના 30 શેરવાળા સેન્સેક્સમાં 2,100 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો (NSE) નિફ્ટી 600 પોઈન્ટથી વધુ નીચે ટ્રેડ થઈ રહ્યો છે. શેરબજારમાંતો ભારે કડાકો થયો છે પરંતુ સાથે સોના અને ચાંદીના ભાવ પણ તૂટી પડ્યા છે. MCX ચાંદીના ભાવમાં 5 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. દરમિયાન, તેલના વધતા ભાવે ભારત સહિત વિશ્વભરના શેરબજારોનો મૂડ ખરાબ કરી દીધો છે. ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $114 સુધી પહોંચ્યા પછી, જાપાનથી કોરિયા સુધીના એશિયન શેરબજારોમાં અરાજકતા જોવા મળી હતી , જ્યારે વિદેશથી આવતા આ નકારાત્મક સંકેતો વચ્ચે, સેન્સેક્સ-નિફ્ટી શરૂઆતથી જ ઘટી રહ્યા હતા અને જેમ જેમ ટ્રેડિંગ આગળ વધતું ગયું તેમ તેમ ઘટાડો વધતો રહ્યો. ગુરુવારે…
પંચાંગ /19 માર્ચ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી : અમાવાસ્યા (અમાસ) 06:55 AM પ્રથમા (એકમ) 06:55 AM નક્ષત્ર ઉત્તરભાદ્રપદ +04:05 AM કરણ : નાગવ 06:55 AM કિન્સ્તુઘ્ના 06:55 AM પક્ષ કૃષ્ણ યોગ શુક્લ +01:16 AM દિવસ ગુરુવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 06:27 AM ચંદ્રોદય ચંદ્રોદય નહીં ચંદ્ર રાશિ મીન સૂર્યાસ્ત 06:31 PM ચંદ્રાસ્ત 06:57 PM ઋતું વસંત હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ…
જનરલ હોસ્પિટલ આણંદ અને આરોગ્ય વિભાગ દ્વારા કલેક્ટર કચેરી ખાતે યોજાયો ‘આરોગ્ય તપાસ કેમ્પ’
સરકારી અધિકારીઓ કર્મચારીઓ કચેરી કામગીરીની સતત વ્યસ્તતાને કારણે ઘણીવાર કર્મચારીઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે દુર્લક્ષ સેવતા હોય છે. જે ધ્યાને લઈને આણંદ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરી,આણંદના બીજા માળે આજે જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની આરોગ્ય અને સ્વાસ્થ્યની જાળવણીના હેતુથી જનરલ હોસ્પિટલ,આણંદ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ‘આરોગ્ય તપાસ કેમ્પ’ યોજાયો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની દેખરેખ હેઠળ ડોક્ટર્સ, મેડિકલ ઓફિસર્સ અને લેબ ટેકનિશિયનો તથા તબીબોની ટીમ દ્વારા કર્મચારીઓની સર્વગ્રાહી તપાસ કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે બ્લડ પ્રેશર (BP), ડાયાબિટીસ (સુગર), અને વજન અને ઊંચાઈની તપાસ, લોહીની વિવિધ તપાસ, ઈસીજી તપાસ, બ્રેસ્ટ સ્ક્રીનિંગ મહિલાઓ માટે મેમોગ્રાફી સહિતની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ તકે નિષ્ણાત તબીબો દ્વારા વ્યસ્ત કાર્યશૈલી વચ્ચે માનસિક તણાવ…
ટ્રમ્પનો દાવો: ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું છે કે ઈરાન સામે ચાલી રહેલું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, ઈરાનમાં લશ્કરી થાણાઓ અને મહત્વપૂર્ણ લક્ષ્યો પર મોટા પાયે હુમલા થઈ ચૂક્યા છે અને હવે ઈરાનને નિશાન બનાવવા માટે બહુ કંઈ બાકી રહ્યું નથી. તેમણે એ પણ કહ્યું કે જ્યારે તેઓ ઈચ્છશે ત્યારે આ યુદ્ધ સમાપ્ત થઈ શકે છે. જોકે, યુદ્ધને અંતે લાવવા માટે અમેરિકા કઈ વ્યૂહરચના અપનાવશે અથવા કોઈ ઔપચારિક યુદ્ધવિરામ પ્રક્રિયા શરૂ થશે કે નહીં તે અંગે ટ્રમ્પે સ્પષ્ટતા કરી નથી. ઇઝરાયલના સંરક્ષણ મંત્રીની પ્રતિક્રિયા ટ્રમ્પના નિવેદન પહેલા અમેરિકન અને Israelના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ યુદ્ધ સમાપ્ત કરવાની કોઈ યોજના નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ, ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી Iran સામે લશ્કરી…
ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે સોલા સિવિલમાં ‘મોબાઇલ બ્લડ કલેક્શન વાન’અને નિયોનેટલ વેન્ટિલેટરનું લોકાર્પણ
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદ હસ્તે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે જનસેવાના બે મહત્વપૂર્ણ પ્રકલ્પો – અત્યાધુનિક મોબાઇલ બ્લડ કલેક્શન વાન અને નિયોનેટલ વેન્ટિલેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. “રક્તદાન કરો, જીવન બચાવો” ના ઉમદા ઉદ્દેશ્ય સાથે આ સુવિધાઓ જનતા માટે ખુલ્લી મુકવામાં આવી હતી. અમિત શાહની સાંસદ ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલી આ મોબાઇલ બ્લડ કલેક્શન વાન આધુનિક તબીબી ટેકનોલોજીથી સજ્જ છે. આ વાન દ્વારા શહેરના છેવાડાના અને વંચિત વિસ્તારોમાં જઈને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી શકાશે. જેના કારણે રક્ત એકત્રીકરણની પ્રક્રિયા સરળ બનશે અને ઈમરજન્સી સમયે લોહીની જરૂરિયાતને ઝડપથી પૂરી કરી શકાશે. બાળકોના આરોગ્યની વિશેષ કાળજી લેતા, હોસ્પિટલને (નિયોનેટલ) વેન્ટિલેટરનું પણ અર્પણ કરવામાં આવ્યું હતું. આ વેન્ટિલેટર અત્યંત ગંભીર હાલતમાં રહેલા નવજાત શિશુઓને…
PM મોદી નહીં જાય બાંગ્લાદેશ, તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં આ નેતા આપશે હાજરી
બાંગ્લાદેશના નવા ચૂંટાયેલા વડા પ્રધાન તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સૂત્રોએ જણાવ્યું છે કે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી તેમની સાથે બાંગ્લાદેશ જશે. અગાઉ એવી અટકળો ચાલી રહી હતી કે પીએમ મોદી બીએનપી અધ્યક્ષના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે પડોશી દેશની મુલાકાત લઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના નવા ચૂંટાયેલા પ્રધાનમંત્રી તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે નહીં. ભારત લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને બાંગ્લાદેશ મોકલી રહ્યું છે. તેમની સાથે વિદેશ સચિવ વિક્રમ મિસરી પણ હશે. આ સમારોહ 17 ફેબ્રુઆરીએ ઢાકામાં રાષ્ટ્રીય સંસદ ભવનના દક્ષિણ પ્લાઝા ખાતે યોજાશે. જોકે, ભારતમાં એઆઈ ઇમ્પેક્ટ સમિટ સહિત અન્ય આયોજિત કાર્યક્રમોમાં વ્યસ્ત સમયપત્રક અને ઘણા દેશોના મહાનુભાવોના આગમનને કારણે, પીએમ મોદી બાંગ્લાદેશની…















