નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સાગરદર્શન ખાતે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સાગરદર્શન ખાતે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી
—————–
વડાપ્રધાનશ્રીના રોડ-શૉ સહિત રૂટનું પગપાળા નિરીક્ષણ કરતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી

—————–
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા. ૧૧મી મેના રોજ ‘સોમનાથ અમૃત પર્વ’ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે પધારનાર છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ વડાપ્રધાનશ્રીના રોડ-શૉ સહિત રૂટનું પગપાળા નિરીક્ષણ કરી સાગરદર્શન ખાતે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

સાગરદર્શન ખાતે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી નાયબ મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના આગમન-પ્રસ્થાન માર્ગો, સભાસ્થળ અને રૉડ શૉના કાર્યક્રમ સ્થળે કરવામાં આવેલી સુવિધાઓ, પાર્કિંગ તેમજ ટ્રાફિક નિયંત્રણ, આરોગ્ય સેવાઓ સહિતની વ્યવસ્થાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ વિવિધ વિભાગોના અધિકારીઓની જવાબદારીઓ સહિત એકબીજા વિભાગના સંકલન સાથે કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય એ દિશામાં કાર્ય કરવા અંગે જરૂરી સૂચનાઓ આપી હતી.

બેઠક પહેલા નાયબ મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના આગમન સ્થળ હેલિપેડ થી લઈ હમીરજી ગોહિલ સર્કલ સુધીના રૉડ શૉ અને સમગ્ર મંદિર પરીસર સુધીના નિર્ધારિત રૂટનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ રોડ શૉના રૂટ પર સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા તેમજ માર્ગોની સુવિધાઓનું અવલોકન કરી સંબંધિત અધિકારીઓને બેરિકેડિંગ સહિતની વ્યવસ્થાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

અત્યારે ગરમીની ઋતુ હોવાથી વડાપ્રધાનશ્રીના રોડ શો અને સભાસ્થળ ખાતે નાગરિકોને ગરમી ન થાય તે માટે સ્પ્રિંકલર્સ અને પાણી-છાશ સહિતની પૂરતી વ્યવસ્થા ગોઠવવા માટે સૂચનો કર્યા હતાં.

આ બેઠકમાં કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી,
શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સર્વશ્રી ભગવાનભાઈ બારડ, અનિરૂદ્ધભાઈ દવે સહિત પદાધિકારીઓ અને અગ્રસચિવ શ્રી અશ્વિનીકુમાર સહિતના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

  • Related Posts

    અમદાવાદમાં જામશે મહાકુંભ: CWG 2030નો સત્તાવાર હેન્ડઓવર મળતા અમદાવાદ બન્યું યજમાન Triumphant

    કોમનવેલ્થ ગેમ્સ 2026નું શાનદાર સમાપન, અમદાવાદને મળ્યો 2030 ગેમ્સનો સત્તાવાર હેન્ડઓવર 2030 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026નું ભવ્ય સમાપન થયું. ભારતે 13 ગોલ્ડ સહિત કુલ 39 મેડલ જીત્યા, જ્યારે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે સત્તાવાર રીતે ફ્લેગ અને બેટન સોંપવામાં આવ્યા. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી **કોમનવેલ્થ ગેમ્સ 2026 (Commonwealth Games 2026)**નું ભવ્ય સમાપન રંગારંગ સમારોહ સાથે થયું. સમાપન સમારોહ દરમિયાન ખેલાડીઓ, અધિકારીઓ અને હજારો દર્શકોએ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. ભારત માટે આ ગેમ્સ અનેક યાદગાર સિદ્ધિઓ લઈને આવી, જ્યારે ગુજરાતના અમદાવાદ શહેર માટે પણ આ દિવસ ઐતિહાસિક બની રહ્યો. સમાપન સમારોહમાં વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની શતાબ્દી એડિશન માટે અમદાવાદને સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ફ્લેગ અને બેટન હેન્ડઓવર કરવામાં આવ્યા. આ સાથે અમદાવાદ હવે આગામી યજમાન શહેર તરીકે…

    આસામમાં પૂરનો કહેર: 80લોકોના થયા મૃત્યુ, 8 જિલ્લામાં 2.12 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

    આસામમાં ચોમાસાના ભારે વરસાદ બાદ પૂરનું સંકટ વધુ ગંભીર બન્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરનું પાણી ફરી વળતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (ASDMA)ના જણાવ્યા અનુસાર, રાજ્યના 8 જિલ્લાઓમાં 2.12 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ વર્ષે પૂર અને સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 80 થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે રાજ્યની અનેક નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ગામોમાં પાણી ભરાઈ જતાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આસામના 8 જિલ્લાઓમાં પૂરનો સૌથી વધુ પ્રભાવ ASDMA દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યના ગોલાઘાટ, શિવસાગર, વિશ્વનાથ, ચરાઈદેવ, કામરૂપ (મેટ્રો), જોરહાટ,…