ભારતનો આર્થિક ચમત્કાર: ચાર વર્ષમાં કોર્પોરેટ ટેક્સ કલેક્શનમાં 115% નો જબરદસ્ત ઉછાળો, જાણો વિગત

ભારતના અર્થતંત્ર માટે સકારાત્મક સમાચાર આવ્યા છે. છેલ્લા ચાર નાણાકીય વર્ષોમાં કોર્પોરેટ ટેક્સ કલેક્શન 115% થી વધુ વધીને ₹9.86 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જયારે FY 2020-21માં આ રકમ ₹4.57 લાખ કરોડ હતી. આ વધારો ₹5.29 લાખ કરોડના સમાન છે. કોર્પોરેટ નફામાં મોટી વૃદ્ધિ FY 2020-21: ₹2.5 લાખ કરોડ FY 2024-25 (અંદાજિત): ₹7.1 લાખ કરોડ સરકારના જણાવ્યા અનુસાર, કંપનીઓના નફામાં આ ઐતિહાસિક વધારો ટેક્સ કલેક્શન વધારામાં મુખ્ય પરિબળ છે. ટેક્સ દરોમાં ઘટાડો અને નિયમોમાં સરળતા 2016 પછી લેવાયેલા પગલાંઓએ રોકાણ, રોજગાર અને અર્થતંત્રને વેગ આપ્યો: 2017: નાની કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ 25% 2019: મોટાભાગની કંપનીઓ માટે ટેક્સ દર 22% છૂટછાટો દૂર કરીને ટેક્સ પ્રણાલી સરળ બનાવી બેંકો દ્વારા બિનદાવાવાળી થાપણોની પરત છેલ્લા ત્રણ વર્ષમાં બેંકોે…

NHAI અને Jio વચ્ચે 4G/5G સેફ્ટી એલર્ટ સિસ્ટમ માટે કરવામાં આવશે કરાર, મોબાઇલ જ બનશે ‘લાઇફગાર્ડ’

ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર માર્ગ સલામતીએ હવે એક નવો ટેકનોલોજીકલ મોરચો સર કર્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ રિલાયન્સ Jio સાથે Memorandum of Understanding (MoU) પર હસ્તાક્ષર કરી મોબાઇલ આધારિત 4G/5G હાઇવે સેફ્ટી એલર્ટ સિસ્ટમ શરૂ કરવાની તૈયારી કરી છે. આ પહેલથી દેશનાં 500 મિલિયનથી વધુ Jio વપરાશકર્તાઓને કોઈપણ વધારાના હાર્ડવેર વિના રિયલ-ટાઈમ સલામતી ચેતવણીઓ મળી શકશે. કઈ રીતે કામ કરશે આ મોબાઇલ-આધારિત સેફ્ટી સિસ્ટમ? આ સંપૂર્ણપણે સ્વચાલિત સિસ્ટમ હેઠળ વપરાશકર્તાને તેના ચોક્કસ લોકેશનના આધારે નીચે મુજબની ચેતવણીઓ મળશે: – અકસ્માત-સંભવિત ઝોન – ધુમ્મસવાળા વિસ્તાર – રખડતા પ્રાણીઓનો ખતરો અચાનક ડાયવર્ઝન અથવા રોડ બ્લોક ચેતવણીઓ SMS, WhatsApp, અને high-priority calls દ્વારા મોકલવામાં આવશે જેથી ડ્રાઇવરોને તરત જ આગાહિ મળી રહે અને અકસ્માતોનો જોખમ…

ભારતીય અર્થતંત્રને મોટો આંચકો: રૂપિયો પહેલીવાર ₹90 ના સ્તર સુધી તૂટ્યો, જાણો વિગત

ભારતીય ચલણ રૂપિયાએ મંગળવારે તેની ઇતિહાસની સૌથી મોટી ગિરાવટ નોંધાવી. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 42 પૈસા તૂટીને ₹89.95 પ્રતિ ડોલરના સ્તર પર બંધ રહ્યો. દિવસ દરમિયાન રૂપિયો પહેલીવાર ₹90.00 ના મનોવૈજ્ઞાનિક અને અત્યંત સંવેદનશીલ સ્તર સુધી તૂટી પડ્યો, જેના કારણે બજારમાં ભારે ગભરાટ ફેલાયો. રૂપિયામાં આટલી મોટી ગિરાવટ કેમ? રૂપિયાના પતન પાછળ અનેક પરિબળો જવાબદાર છે: – આયાતકારો દ્વારા ડોલરની ભારે માંગ – વેપારીઓનું ડોલર વેચાણ વિદેશી મૂડીની બહાર વેચાણ (FII Sell-off) સોમવારે જ FIIએ શેરબજારમાંથી ₹1,171.31 કરોડનું વેચાણ કર્યું હતું, જેના કારણે બજાર પર દબાણ વધ્યું અને સેન્સેક્સ 503 પોઈન્ટ તૂટીને 85,138.27 પર બંધ રહ્યો. કરન્સી નિષ્ણાતોની ચેતવણી કોટક સિક્યોરિટીઝના કરન્સી નિષ્ણાત અનિંદ્ય બેનર્જીએ રૂપિયાની સ્થિતિને ગંભીર ગણાવી. તેમણે જણાવ્યું “₹90 નું સ્તર તોડવું…

એર ઇન્ડિયાની ગંભીર બેદરકારી: સલામતી પ્રમાણપત્ર વિના ઉડતું રહ્યું વિમાન, હજારો મુસાફરોનો જીવ જોખમમાં

એર ઇન્ડિયામાં સલામતી સંબંધિત એક મોટી બેદરકારીનો ચોંકાવનારો કેસ બહાર આવ્યો છે. એરલાઇનનું એરબસ A320 વિમાન લગભગ એક મહિના સુધી માન્ય એરવર્થિનેસ રિવ્યૂ સર્ટિફિકેટ (ARC) વિના જ ઉડાણ ભરતી રહ્યું હતું, જેના કારણે નવેમ્બરમાં હજારો મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો હતો. ARC વગર ઉડતું રહ્યું ‘ફ્લાઇંગ બોમ્બ’ વાણિજ્યિક ઉડ્ડયનમાં એરવર્થિનેસ રિવ્યૂ સર્ટિફિકેટ (ARC) ફરજિયાત હોય છે. આ પ્રમાણપત્ર ખાતરી આપે છે કે વિમાન તમામ ટેકનિકલ, જાળવણી અને સલામતી ધોરણોને અનુસરે છે. ARC દરેક 12 મહિનાએ નવિન કરવું જરૂરી છે. એર ઇન્ડિયાના A320 વિમાનનું ARC સમાપ્ત થયા બાદ પણ વિમાન એક મહિના સુધી નિયમિત ઉડ્ડયન કરે છે—જેને વિમાનન નિષ્ણાતોએ “ફ્લાઇંગ બોમ્બ” જેવી સ્થિતિ કહી છે. ભૂલ આંતરિક ચકાસણીમાં પકડી આ ગંભીર ચૂક કોઈ બાહ્ય નિરીક્ષણમાં નહીં પરંતુ એર…

સિડનીમાં આંતરરાષ્ટ્રીય બાળ શોષણ રેકેટનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ

ન્યૂ સાઉથ વેલ્સ પોલીસની વિશેષ ટાસ્ક ફોર્સે એક મોટું આંતરરાષ્ટ્રીય બાળ યૌન શોષણ રેકેટ ભેદી કાઢ્યું છે. પોલીસે સિડનીના અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડી ચાર મુખ્ય આરોપીઓને ધરપકડ કરી લીધી છે. આ લોકો પર નાના બાળકોના યૌન શોષણ જોડાયેલી સામગ્રી ઓનલાઇન શેર કરવાનો ગંભીર આરોપ છે. એન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મ પરથી મળ્યા સંકેતો ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ અનુસાર તપાસ દરમિયાન એક એન્ક્રિપ્ટેડ ઓનલાઇન પ્લેટફોર્મ પર શંકાસ્પદ પ્રવૃત્તિઓ નજરમાં આવી હતી. તપાસ આગળ વધતા જાણવા મળ્યું કે આરોપીઓનું નેટવર્ક એક આંતરરાષ્ટ્રીય બાળ શોષણ જૂથ સાથે જોડાયેલું હતું. ડિટેક્ટિવ સુપરિન્ટેન્ડેન્ટ જેન ડોહર્ટીએ જણાવ્યું કે આ કેસ સામાન્ય નહોતો, કારણ કે શેર કરવામાં આવેલી સામગ્રીમાં બાળકો પર અત્યાચાર કરતી વખતે ધાર્મિક વિધિઓ અને શૈતાની પ્રતીકોનો ઉપયોગ જોવા મળ્યો હતો. દરોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક…

PM મોદી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ પર પહોંચશે લખનૌ, રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું કરશે ઉદ્ઘાટન

PM નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની મુલાકાત લેવાનું આયોજન કર્યું છે. આ દિવસે પૂર્વ વડા પ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ છે. PM મોદી લખનૌમાં ભૂતપૂર્વ વડા પ્રધાન સાથે કામ કરનારા વરિષ્ઠ ભાજપ નેતાઓને મળીને તેમનું સન્માન કરશે. શૈક્ષણિક યોજનાઓ અને જાહેર રેલી અહેવાલો અનુસાર, પીએમ મોદી અટલ બિહારી વાજપેયીના નામ પર શૈક્ષણિક યોજનાઓની પણ જાહેરાત કરશે. તેઓ જાહેર રેલીને સંબોધિત કરશે, જેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે. રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન પીએમ મોદીએ 25 ડિસેમ્બરે રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે, જે 65 એકરમાં વસંત કુંજમાં આવેલું છે. આ સ્થળમાં પ્રદર્શન છે: – અટલ બિહારી વાજપેયી – પંડિત દીનદયાળ ઉપાધ્યાય – શ્યામા પ્રસાદ મુખર્જી સાથે, અહીં…

PM મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, ચક્રવાત દિત્વાહાથી થયેલા નુકસાનને લઈ આપી સહાયની ખાતરી

શ્રીલંકામાં ચક્રવાત દિત્વાહાને કારણે જાનમાલનો મોટો નુકસાન થયો છે. સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે ફોન પર વાત કરી અને આ મુશ્કેલ સમયમાં ભારતની માનવતાવાદી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત શ્રીલંકાની સહાય માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે અને ભારત દ્વારા મોકલવામાં આવેલી રાહત સામગ્રી અને બચાવ ટીમો જમીન પર કાર્યરત છે. તેમણે રાષ્ટ્રપતિને ખાતરી આપી કે ઓપરેશન સાગર બંધુ હેઠળ જરૂર મુજબ રાહત, બચાવ અને માનવતાવાદી સહાય પહોંચાડવામાં આવશે. રાષ્ટ્રપતિ દિસાનાયકે ભારતનો આભાર માન્યો શ્રીલંકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની તાત્કાલિક સહાયથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી ઝડપી બની છે. ભારતીય બચાવ ટીમોની સમયસર તૈનાતી અને મોકલવામાં આવેલા પુરવઠા કારણે અનેક લોકોને તરત રાહત મળી છે. તેમણે ભારત દ્વારા લેવામાં આવેલા…

કચ્છના રાપરના રણમાં લાખોની સંખ્યામાં ફ્લેમિંગો પક્ષીઓનું આગમન

કચ્છના રાપર વિસ્તારમાં રણના ખાડીરો અને અમરાપરથી શિરાંનીવાંઢ તરફ જતા માર્ગ વચ્ચે સુરખાબ પક્ષીઓનું વિશાળ જમાવડો જોવા મળ્યો છે. સ્થાનિકો અને પ્રવાસીઓ માટે આ નયનરમ્ય દ્રશ્ય દરેક વર્ષે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. ફ્લેમિંગો માટે વિશેષ સ્થાન રણના વિસ્તારમાં વર્ષોથી ફ્લેમિંગો ઈંડાં મૂકી બચ્ચા ઉછેર કરે છે. કચ્છના નાના અને મોટા રણનો વિસ્તાર ગ્રેટર અને લેસર ફ્લેમિંગો માટે ખાસ મહત્વ ધરાવે છે. આ વિસ્તાર મધ્ય એશિયાની ફ્લાયવેનો ભાગ છે, જે સ્થળાંતરિત પક્ષીઓ માટે મહત્વપૂર્ણ માર્ગ અને નિવાસ સ્થળ છે. સંખ્યામાં વૃદ્ધિ આ ક્ષેત્રમાં પાંચ વર્ષ પહેલા લગભગ 1 થી 1.25 લાખ સુરખાબ નોંધાયેલા હતા, જે આંકડો ગત વર્ષે 3 થી 4 લાખ સુધી પહોંચ્યો હતો. વર્તમાન વર્ષમાં આ સંખ્યા વધુ વધી શકવાની શક્યતા છે. પ્રકૃતિપ્રેમીઓ માટે…

મહારાષ્ટ્રની 24 મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયતોની ચૂંટણી તારીખોમાં ફેરફાર, હવે 20 ડિસેમ્બરે મતદાન

મહારાષ્ટ્ર ચૂંટણી પંચે રાજ્યની 24 મ્યુનિસિપલ કાઉન્સિલ/નગર પંચાયતો અને 154 સભ્યોની બેઠકો માટેની ચૂંટણીના સમયપત્રકમાં મહત્વનો ફેરફાર કર્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નામાંકન, નિર્ણયો અને કોર્ટના આદેશોને લઈને સમયસીમામાં આવેલા મોટા ફેરફારોને ધ્યાનમાં રાખીને આ સુધારો કરવામાં આવ્યો છે. કેમ બદલાયું સમયપત્રક? ચૂંટણી પંચ અનુસાર, વિવિધ નગર પરિષદોમાં નામાંકન અને નિર્ણય અધિકારીના આદેશો સામેની અનેક અપીલો જિલ્લા અદાલતોમાં પેન્ડિંગ હતી. અપીલની અંતિમ તારીખ 21 નવેમ્બર, 2025 હતી, પરંતુ ઘણી અપીલો પરનો નિર્ણય 23 નવેમ્બર પછી જ આવ્યો. આ પરિસ્થિતિને કારણે ચૂંટણી પ્રક્રિયા પહેલાં નક્કી થયેલા સમયપત્રક મુજબ આગળ વધી શકી નહિ. મહત્વનો ફેરફાર — નવા દિવસે મતદાન આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે જાહેરાત કરી: – 24 મ્યુનિસિપલ કાઉન્સિલ/નગર પંચાયતોમાં મતદાન → 20 ડિસેમ્બર, 2025 –…

રાજ્યના 6 વરિષ્ઠ IPS અધિકારીઓને બઢતી, ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય

ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં મહત્વનો વહીવટી ફેરફાર કરતા રાજ્ય કેડરના 6 વરિષ્ઠ IPS અધિકારીઓને બઢતી આપવાના આદેશ જાહેર કર્યા છે. ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિફિકેશન મુજબ, રાજ્યમાં અને કેન્દ્રિય પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવતા અધિકારીઓને ‘પ્રોફોર્મા પ્રમોશન’ નો લાભ આપવામાં આવ્યો છે. આ બઢતીઓનો અમલ 1 ડિસેમ્બર 2025 થી તાત્કાલિક અસરથી શરૂ થયો છે. DG રેન્ક પર 2 અધિકારીઓને બઢતી 1. મનોજ શશિધર (IPS–1994) હાલમાં CBI માં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવતા મનોજ શશિધરને DG રેન્કમાં પ્રોફોર્મા પ્રમોશન આપવામાં આવ્યું છે. 2. રાજુ ભાર્ગવ (IPS–1995) હાલમાં રાજ્યમાં ADGP (Armoured Units) તરીકે સેવાઓ આપી રહેલા રાજુ ભાર્ગવને DG (Armoured Units) તરીકે બઢતી આપવામાં આવી છે. તેમની વર્તમાન પોસ્ટને પણ ‘ex-cadre DG’ તરીકે અપગ્રેડ કરવામાં…