એર ઇન્ડિયાની ગંભીર બેદરકારી: સલામતી પ્રમાણપત્ર વિના ઉડતું રહ્યું વિમાન, હજારો મુસાફરોનો જીવ જોખમમાં

એર ઇન્ડિયામાં સલામતી સંબંધિત એક મોટી બેદરકારીનો ચોંકાવનારો કેસ બહાર આવ્યો છે. એરલાઇનનું એરબસ A320 વિમાન લગભગ એક મહિના સુધી માન્ય એરવર્થિનેસ રિવ્યૂ સર્ટિફિકેટ (ARC) વિના જ ઉડાણ ભરતી રહ્યું હતું, જેના કારણે નવેમ્બરમાં હજારો મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો હતો.

ARC વગર ઉડતું રહ્યું ‘ફ્લાઇંગ બોમ્બ’
વાણિજ્યિક ઉડ્ડયનમાં એરવર્થિનેસ રિવ્યૂ સર્ટિફિકેટ (ARC) ફરજિયાત હોય છે. આ પ્રમાણપત્ર ખાતરી આપે છે કે વિમાન તમામ ટેકનિકલ, જાળવણી અને સલામતી ધોરણોને અનુસરે છે. ARC દરેક 12 મહિનાએ નવિન કરવું જરૂરી છે. એર ઇન્ડિયાના A320 વિમાનનું ARC સમાપ્ત થયા બાદ પણ વિમાન એક મહિના સુધી નિયમિત ઉડ્ડયન કરે છે—જેને વિમાનન નિષ્ણાતોએ “ફ્લાઇંગ બોમ્બ” જેવી સ્થિતિ કહી છે.

ભૂલ આંતરિક ચકાસણીમાં પકડી
આ ગંભીર ચૂક કોઈ બાહ્ય નિરીક્ષણમાં નહીં પરંતુ એર ઇન્ડિયાની પોતાની આંતરિક પાલન દેખરેખ (compliance audit) દરમિયાન પકડી પડી. તુરંત જ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ને જાણ કરવામાં આવી હતી અને એરલાઇનને કારણ દર્શાવવાનો નોટિસ મળવાની શક્યતા છે.

એર ઇન્ડિયાની કાર્યવાહી: અધિકારીઓ સસ્પેન્ડ
એર ઇન્ડિયાએ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે અને ARC નવીનીકરણમાં બેદરકારી બતાવનાર તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એરલાઇનના એક અધિકારીએ જણાવ્યું “સલામતી પ્રોટોકોલથી કોઈપણ પ્રકારનું વિચલન અમે બિલ્કુલ સહન કરી શકતા નથી. જવાબદારી નક્કી કરવા આંતરિક તપાસ શરૂ કરી છે.”

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ahmedabad News: શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં Young manનું આપઘાત, ઇલેક્ટ્રિક રૂમમાં મળી લટકતી લાશ 2026 Dies by Suicide

Young man પોલીસ સ્ટેશનમાં યુવકે પેન્ટથી પંખે લટકીને આપઘાત કર્યો: ટ્રેનમાં જામનગરથી યુપી જતો હતો, અમદાવાદ ઉતરી ચાલતો પોલીસ સ્ટેશન પહોંચ્યો; પોલીસે ભાઈ સાથે પણ વાત કરાવી Young man: અમદાવાદમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના એક યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે. Young man જામનગરથી ઉત્તરપ્રદેશ જવા માટે ટ્રેનમાં પોતાના મિત્ર સાથે નીકળ્યો હતો. જોકે, અમદાવાદ પહોંચ્યા બાદ તે ટ્રેનમાંથી ઉતરી ગયો હતો અને ચાલીને શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવકે કોઈ વ્યક્તિ તેને હેરાન કરતી હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ કરી હતી. ત્યારબાદ પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં લાવી તેના પરિવારજનો સાથે પણ વાત કરાવી હતી. આ દરમિયાન યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને આ પગલું…

સુરતના નાના વરાછામાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલો તસ્કર સ્ટીલની ગ્રીલમાં ફસાયો, 1 Trapped Intruders

ભારે કરી! બંગલામાંથી કંઈ ન મળ્યું પણ મેથીપાક મળ્યો: સુરતના નાના વરાછામાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલો તસ્કર સ્ટીલની ગ્રીલમાં ફસાયો, લોકોએ દંડાથી ફટકાર્યો સુરત શહેરમાં ચોરીના પ્રયાસની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. શહેરના નાના વરાછા વિસ્તારમાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલા એક શખ્સની ચોરીની યોજના તેના માટે જ મુશ્કેલીનું કારણ બની ગઈ હતી. બંગલામાં ચોરીના ઇરાદે પ્રવેશ કર્યા બાદ બહાર નીકળતી વખતે શખ્સ સ્ટીલની ગ્રીલમાં ફસાઈ ગયો હોવાની માહિતી સામે આવી છે. તસ્કર ગ્રીલમાં ફસાઈ જતાં તે લાંબા સમય સુધી બહાર નીકળી શક્યો નહોતો. દરમિયાન આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ ગ્રીલમાં ફસાયેલા શખ્સને પકડી લીધો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ તેને દંડાથી માર માર્યો હોવાની માહિતી…