રાજ્યમાં બે દિવસ બાદ ઠંડીમાં વધારો, તાપમાન 2થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા

રાજ્યમાં આગામી બે દિવસ બાદ ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આવનારા 48 કલાક બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. વિભાગના જણાવ્યા અનુસાર, 48 કલાક પછી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં અંદાજે 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. જોકે, આગામી બે દિવસ સુધી વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં. આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી અને વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેશે. ઠંડીમાં વધારાથી સવાર અને રાત્રિના સમયે ઠંડીનો અનુભવ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા તાપમાનમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. Follow us On Social Media…

રાજ્ય પોલીસમાં બઢતી પ્રક્રિયા શરૂ, 119 PIને ડીવાયએસપી બનાવવા તૈયારી

રાજ્ય પોલીસ દળમાં બઢતીને લઈને મહત્વની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વર્ગ-2ના પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી)ને વર્ગ-1ના ડીવાયએસપી તરીકે બઢતી આપવા માટે પસંદગી યાદી તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત કુલ 119 PI અધિકારીઓની ખાતાકીય તપાસ, શિસ્ત સંબંધિત વિગતો અને શૈક્ષણિક માહિતી મંગાવવામાં આવી છે. કોર્ટ કેસ અને વિજિલન્સ તપાસની માહિતી એકત્ર બઢતી પ્રક્રિયામાં પારદર્શકતા અને યોગ્યતા સુનિશ્ચિત કરવા માટે સંભવિત બઢતીપાત્ર અધિકારીઓ સામે ચાલી રહેલી અથવા પૂર્ણ થયેલી કોર્ટ કેસ, વિજિલન્સ તપાસ તેમજ શિસ્તભંગ સંબંધિત કાર્યવાહી અંગેની વિગતવાર માહિતી સંબંધિત વિભાગોથી માંગવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અધિકારીઓની સેવા નોંધ, વર્તણૂક અને શિસ્તને આધારે બઢતી અંગે નિર્ણય લેવામાં આવશે. જો કોઈ અધિકારી સામે ગંભીર પ્રકારની તપાસ અથવા કેસ ચાલુ હોવાનું સામે આવશે…

બાંગ્લાદેશમાં હિંસા બાદ ભારતીય સેના એલર્ટ, પૂર્વીય કમાન્ડરે સરહદની સમીક્ષા કરી

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં વધતી હિંસા અને રાજકીય અસ્થિરતાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના સંપૂર્ણ રીતે સતર્ક બની છે. શેખ હસીના વિરોધી ચળવળના નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં હિંસક પ્રદર્શન જોવા મળ્યા છે. ભારત વિરોધી નારા અને ભારતીય હાઇ કમિશન પર હુમલાના પ્રયાસ બાદ સુરક્ષા ચિંતા વધી છે. આ તંગ પરિસ્થિતિ વચ્ચે ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ આર.સી. તિવારીએ બાંગ્લાદેશને અડીને આવેલી સરહદોની મુલાકાત લઈને સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી. સરહદ પર ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠક લેફ્ટનન્ટ જનરલ તિવારીએ મિઝોરમના પરવા વિસ્તારમાં સ્થિત આસામ રાઇફલ્સ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના કંપની ઓપરેટિંગ બેઝની મુલાકાત લીધી. અહીં તેમણે સ્પીયર કોર્પ્સ હેઠળ કાર્યરત દળો સાથે સુરક્ષા સમીક્ષા બેઠક યોજી. મુલાકાત દરમિયાન ભારત-બાંગ્લાદેશ સરહદ પરની હાલની…

નેહા કક્કરનું ‘કેન્ડી શોપ’ ગીત વિવાદમાં, ‘અશ્લીલ’ ડાન્સ અને શબ્દો પર લોકો ભડક્યા

પોપ્યુલર સિંગર નેહા કક્કર અને તેમના ભાઈ ટોની કક્કરનું નવીનતમ ગીત ‘કેન્ડી શોપ’ સોશિયલ મીડિયા પર વિવાદનો વિષય બની ગયું છે. વીડિયોમાં બંને ‘લોલીપોપ’ થીમ પર ડાન્સ કરતા નજરે પડે છે, જેને ઘણા લોકોએ અશ્લીલ ડાન્સ અને શબ્દો ગણાવ્યા છે. વીડિયો અને લોકોની પ્રતિક્રિયા ગીત 15 ડિસેમ્બરે યૂટ્યૂબ પર અપલોડ થયું હતું, અને 18 ડિસેમ્બરની બપોર સુધીમાં 3 મિલિયનથી વધુ વ્યૂઝ નોંધાયા. છતાં, કોમેન્ટ સેક્શનમાં મોટાભાગના યુઝર્સે ગીતને લઈને કડક નિંદા વ્યક્ત કરી છે. યુઝર્સનું માનવું છે કે ગીતના લિરિક્સ, મ્યુઝિક અને ડાન્સ સ્ટેપ્સ બધું જ વલ્ગર છે. એક યુઝરે ટિપ્પણી કરી, “ઈતના ઉપર ભી નહીં ઉડના ચાહિયે કિ નીચે ગિરને પર કંકાલ ભી ના મિલે” જે દર્શાવે છે કે લોકો આ ગીતને તેમના પૂર્વના ભાવનાત્મક…

પાકિસ્તાનમાં ‘ધુરંધર’ પર પ્રતિબંધ છતાં FA9LA ગીતથી પ્રભાવિત થયા બિલાવલ ભુટ્ટો, જાણો વિગત

બોલિવૂડ ફિલ્મ *‘ધુરંધર’*ની લોકપ્રિયતા ફક્ત ભારત પૂરતી સીમિત રહી નથી, પરંતુ તે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચામાં છે. ખાસ કરીને પાકિસ્તાનમાં ફિલ્મ પર સત્તાવાર પ્રતિબંધ હોવા છતાં, ફિલ્મનું ગીત FA9LA ત્યાં ભારે ચર્ચામાં છે. તાજેતરમાં એક એવો વિડિયો વાયરલ થયો છે જેણે સૌને ચોંકાવી દીધા છે. બિલાવલ ભુટ્ટોની હાજરીમાં વાગ્યું FA9LA ગીત વાયરલ થયેલા વીડિયોમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના વડા બિલાવલ ભુટ્ટો ઝરદારી એક પાર્ટીમાં હાજર હોવાનું જોવા મળે છે. વીડિયોમાં ભુટ્ટોનું સ્ટેજ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, જ્યારે બેકગ્રાઉન્ડમાં ફિલ્મ ‘ધુરંધર’નું લોકપ્રિય ગીત FA9LA વાગી રહ્યું છે. આ ગીત બહેરીનના કલાકાર નવાફ ફહાદ દ્વારા ગાયેલું છે અને ફિલ્મના સૌથી શક્તિશાળી પાત્રોમાંના એક રહેમાન ડકૈત પર ફિલ્માવવામાં આવ્યું છે, જેનો અભિનય અક્ષય ખન્નાએ કર્યો…

અમદાવાદમાં ભારત–દક્ષિણ આફ્રિકા ટીમનું આગમન, આજે રમાશે T20 સીરિઝની નિર્ણાયક મેચ

અમદાવાદના વિશ્વવિખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પાંચ મેચોની T20 સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ 19 ડિસેમ્બરના રોજ રમાનારી છે. આ મહત્વપૂર્ણ મુકાબલા પહેલા આજે ગુરુવારે ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી ચૂકી છે. સાંજના સમયે ભારતીય ટીમનું એરપોર્ટ પર આગમન થતાં ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુજસેલ ટર્મિનલ ખાતે ટીમનું ઉષ્માભર્યું સ્વાગત ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ ખાસ વિમાન દ્વારા અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. એરપોર્ટ પરથી તેઓ GUJSAIL (ગુજસેલ) ટર્મિનલ તરફ રવાના થયા હતા. પોતાના મનપસંદ ક્રિકેટ સ્ટાર્સની એક ઝલક મેળવવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ચાહકો એરપોર્ટ આસપાસ ઉમટી પડ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ખેલાડીઓને સીધા હોટલ સુધી લઈ જવામાં આવ્યા હતા. સીરિઝનો રોમાંચ ચરમસીમાએ પાંચ મેચોની આ રોમાંચક T20…

દેવગઢ બારીયા નજીક સર્જાયો ગંભીર અકસ્માત, પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા

વલસાડ જિલ્લાના પારડી નજીક નેશનલ હાઇવે પર આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. દેવગઢ બારીયાની રતનદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને દમણ પ્રવાસેથી પરત ફરી રહેલી લક્ઝરી બસ અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં એકસાથે પાંચ જેટલા વાહનો એકબીજા સાથે અથડાયા, જેમાં લક્ઝરી બસનો પણ સમાવેશ થાય છે. ડમ્પરે અચાનક બ્રેક મારતાં સર્જાયો અકસ્માત પ્રાપ્ત માહિતી મુજબ, હાઇવે પર આગળ ચાલી રહેલા એક ડમ્પરે અચાનક બ્રેક મારતાં પાછળથી આવી રહેલા વાહનો નિયંત્રણ ગુમાવી બેઠા હતા. પરિણામે એક પછી એક વાહનો અથડાતા ચેઇન અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસ સહિત કુલ પાંચ વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. 10થી વધુ વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ અકસ્માત સમયે લક્ઝરી બસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં…

બોમ્બની ધમકીથી ગોવા-અમદાવાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, એરપોર્ટ પર સઘન તપાસ

ગોવાથી અમદાવાદ આવી રહેલી એક ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા હડકંપ મચી ગયો હતો. સુરક્ષા કારણોસર ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી. મળતી માહિતી અનુસાર, ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ સુરક્ષા પ્રોટોકોલ અનુસરી ફ્લાઈટને સલામત રીતે અમદાવાદ એરપોર્ટ પર ઉતારવામાં આવી. ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર્સ સહિત 140થી વધુ મુસાફરો સવાર હતા. એરપોર્ટ પર ઉતર્યા બાદ તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ફ્લાઈટ તેમજ તમામ લગેજનું સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. બોમ્બની ધમકીની ગંભીરતા જોતા એરપોર્ટ…

મુંબઈમાં શિલ્પા શેટ્ટીના ઘરે IT રેડ, બેંગાલુરૂના રેસ્ટોરન્ટ મામલે તપાસ તેજ

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ છે. તેમના રેસ્ટોરન્ટ બિઝનેસ સાથે જોડાયેલા મામલે ઇન્કમ ટેક્સ વિભાગે મુંબઈમાં તેમના ઘરે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી બેંગાલુરૂ સ્થિત તેમના રેસ્ટોરન્ટ ‘બેસ્ટિયન’ સાથે સંકળાયેલી કથિત નાણાકીય અનિયમિતતાઓ અને ટેક્સ લેવડ-દેવડની તપાસ અંતર્ગત કરવામાં આવી છે. માહિતી અનુસાર, ઇન્કમ ટેક્સ વિભાગે ગઈકાલે (17 ડિસેમ્બર) મુંબઈના દાદર વિસ્તારમાં આવેલા બેસ્ટિયન રેસ્ટોરન્ટ પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ આજે (18 ડિસેમ્બર) શિલ્પા શેટ્ટીના મુંબઈ સ્થિત નિવાસસ્થાને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. વિભાગને શંકા છે કે રેસ્ટોરન્ટના બિઝનેસમાં આવક, રોકાણ અને ટેક્સ ચુકવણીને લઈને ગડબડ થઈ હોઈ શકે છે. આ કાર્યવાહી માત્ર મુંબઈ સુધી સીમિત નથી. ઇન્કમ ટેક્સ વિભાગે બેંગાલુરૂમાં પણ રેસ્ટોરન્ટ અને તેની સાથે જોડાયેલી કંપનીઓના નાણાકીય દસ્તાવેજોની તપાસ શરૂ…

દિલ્હીમાં પ્રદૂષણ ગંભીર: આનંદ વિહારમાં AQI 415, માત્ર BS-6 વાહનોને જ પ્રવેશની મંજૂરી

દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ફરી એકવાર ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. શહેરના અનેક વિસ્તારોમાં ઝેરી સ્મોગની ઘેરી ચાદર છવાઈ ગઈ છે. ખાસ કરીને પૂર્વ દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 415 નોંધાતા પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. પ્રદૂષણને કાબૂમાં લેવા માટે દિલ્હી સરકારે કડક પગલાં જાહેર કર્યા છે. નવા નિયમો અનુસાર હવે દિલ્હીમાં માત્ર BS-6 શ્રેણીના વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે. જૂના અને વધુ પ્રદૂષણ ફેલાવતા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારે પીયુસી (Pollution Under Control) પ્રમાણપત્ર વગરના વાહનો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયને કારણે શહેરભરના પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો પોતાના વાહનોના પીયુસી સર્ટિફિકેટ અપડેટ કરાવવા માટે વહેલી સવારથી જ પેટ્રોલ…