હોટલ અને રેસ્ટોરન્ટમાં અન્નના બગાડને અટકાવવા ફેડરેશન અભિયાન, ગ્રાહકોને મળશે 5% ડિસ્કાઉન્ટ
હોટલ અને રેસ્ટોરન્ટમાં અન્નના બગાડને અટકાવવા માટે ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશન નવી પહેલ લાવી રહી છે. આ અભિયાન હેઠળ, જે ગ્રાહક અણજાણીને પણ અન્ન બગાડશે નહીં, તેમને 5% ડિસ્કાઉન્ટ આપવા માટે અપીલ કરવામાં આવી છે. પ્રારંભમાં ફેડરેશનના સભ્યો આ ડિસ્કાઉન્ટ આપશે અને પ્રાથમિક તબક્કામાં દર રવિવારે 5% ડિસ્કાઉન્ટ અમલમાં મુકવામાં આવશે. અભિયાનને યોગ્ય પ્રતિસાદ મળતા, નિયમિત ધોરણે ડિસ્કાઉન્ટ નિયમિત રીતે લાગુ કરવામાં આવશે. પ્રતિષ્ઠિત હોટલ અને રેસ્ટોરન્ટોમાં, ગેટ અને મેનુ પર ડિસ્કાઉન્ટની માહિતી સ્પષ્ટ રીતે દર્શાવાશે, જેથી ગ્રાહકોને માહિતી મળી શકે. ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશન દ્વારા આ અભિયાન હાથ ધરવાનું મુખ્ય હેતુ છે કે હોટલ, રેસ્ટોરન્ટ અને બેંકવેટ કાર્યક્રમોમાં અન્નના બગાડને ઘટાડવામાં મદદ કરવી અને જાગૃતિ લાવવી. આ પહેલથી અન્નના બગાડમાં ઘટાડો થશે, પરંતુ ગ્રાહકોમાં પર્યાવરણ…
આધાર કાર્ડમાં આ વિગતો ફક્ત એક જ વાર બદલી શકાય છે, નહીં જાણો તો પડી શકે છે મોટી મુશ્કેલી
આજના સમયમાં આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ બની ગયું છે. બેંકિંગ કામકાજ, સરકારી યોજનાઓનો લાભ, સરનામાનો પુરાવો કે રેલવે ટિકિટ બુકિંગ—લગભગ દરેક જગ્યાએ આધાર ફરજિયાત બની ગયો છે. આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ, લિંગ (જેન્ડર) અને સરનામા જેવી મહત્વપૂર્ણ માહિતી નોંધાયેલી હોય છે. ઘણા લોકો સમયાંતરે આ વિગતો અપડેટ કરાવતા હોય છે, પરંતુ UIDAIના નિયમો અનુસાર આધાર કાર્ડમાં કેટલીક વિગતો એવી છે, જે વારંવાર બદલી શકાતી નથી. જો આ નિયમો અંગે જાણ ન હોય, તો આગળ જઈને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આધાર કાર્ડમાં નામ બદલવાની મર્યાદા UIDAI મુજબ આધાર કાર્ડ પર નામ માત્ર બે વાર જ બદલી શકાય છે. ખાસ કરીને લગ્ન પછી ઘણી મહિલાઓ પોતાની અટક બદલાવતી હોય…
H-1B વિઝામાં વિલંબ અને રદ થવા પર ભારતની ચિંતા, બાળકોના શિક્ષણ પર ગંભીર અસર
અમેરિકાના H-1B વિઝા સંબંધિત વિલંબ અને અચાનક ઇન્ટરવ્યુ રદ થવાના મામલે ભારત સરકારે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આવા વિલંબના કારણે મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો અને તેમના પરિવારોને નાણાકીય, શૈક્ષણિક અને પારિવારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે સરકારને H-1B વિઝા એપોઇન્ટમેન્ટ વારંવાર બદલાવા અને રદ થવા અંગે અનેક ફરિયાદો મળી છે. આ પરિસ્થિતિને કારણે ઘણા ભારતીય વ્યાવસાયિકો લાંબા સમયથી ભારતમાં ફસાયેલા છે અને તેઓ અમેરિકા પરત જઈ પોતાની નોકરી ફરી શરૂ કરી શકતા નથી. બાળકોના શિક્ષણ પર પડી રહી છે અસર પ્રવક્તાએ જણાવ્યું કે વિઝા વિલંબના કારણે માત્ર નોકરી નહીં, પરંતુ બાળકોના શિક્ષણ અને સમગ્ર પરિવારના જીવન…
સીરિયામાં નમાજ દરમિયાન મસ્જિદમાં ભીષણ બોમ્બ વિસ્ફોટ, 6નાં મોત અને 21 ઘાયલ
સીરિયાના ત્રીજા સૌથી મોટા શહેર હોમ્સમાં શુક્રવારની નમાજ દરમિયાન એક મસ્જિદમાં ભીષણ બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરી ફેલાવી દીધી છે. સીરિયાની રાજ્ય સમાચાર એજન્સી SANA અનુસાર, આ વિસ્ફોટ હોમ્સના વાડી અલ-દહાબ વિસ્તારમાં આવેલી ઇમામ અલી ઇબ્ને અબી તાલિબ મસ્જિદમાં થયો હતો. ઘટનાસ્થળેથી મળેલી તસવીરોમાં મસ્જિદની અંદર લોહીથી લથપથ કાર્પેટ, દિવાલોમાં પડેલા કાણા, તૂટેલા કાચ અને આગથી થયેલું નુકસાન સ્પષ્ટ જોવા મળે છે. મસ્જિદની અંદર મૂકાયા હતા વિસ્ફોટક ઉપકરણો સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ પ્રારંભિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે મસ્જિદની અંદર પહેલેથી જ વિસ્ફોટક ઉપકરણો મૂકવામાં આવ્યા હતા. વિસ્ફોટ બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને…
ગુજરાત RERAએ મિલકત ખરીદદારોની ફરિયાદોના ઝડપી નિકાલ માટે નવી SOP મૂકી અમલમાં, જાણો વિગત
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) એ મિલકત ખરીદદારો અને અન્ય હિતધારકો માટે ફરિયાદ નિવારણ પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે એક વ્યાપક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલમાં મૂકવામાં આવી છે. આ નવી SOP ડિજિટલ-ફર્સ્ટ અભિગમ પર આધારિત છે, જેમાં હાલની ઓનલાઇન સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવી છે અને પ્રક્રિયાગત સમયમર્યાદા તથા જવાબદારીઓ સ્પષ્ટ રીતે નિર્ધારિત કરવામાં આવી છે. મિલકત ખરીદદારોને ઝડપી ન્યાય અને પ્રમોટર્સને સમયમર્યાદામાં અસરકારક રીતે પોતાનો જવાબ રજૂ કરવાની સગવડ પૂરી પાડવી, એ જ આ SOPનો મુખ્ય હેતુ છે. નવી SOPની મુખ્ય વિશેષતાઓ: ઓનલાઇન ફરિયાદ નોંધણીને પ્રાધાન્ય: મિલકત ખરીદદારો હવે ઘરે બેઠા ગુજરાત RERA પોર્ટલ દ્વારા ફરિયાદ નોંધાવી શકશે. જોકે ઓફલાઇન સુવિધા ચાલુ છે, પરંતુ ઝડપી નિકાલ માટે ઓનલાઇન ફરિયાદોને વધુ…
પાકિસ્તાનમાં હજુ પણ છે ઓપરેશન સિંદૂરનો ડર, સરહદ પર એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ લગાવી
ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચાટતું થઈ ગયું હતું. પાકિસ્તાન તે હારથી ત્રસ્ત છે. હવે, તેણે નિયંત્રણ રેખા પર એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ લગાવી છે. જો કે, ઓપરેશન સિંદૂર દરમિયાન, પાકિસ્તાનની ચીની એન્ટી-ડ્રોન સિસ્ટમ સંપૂર્ણપણે બિનઅસરકારક રહી . એક મીડિયાના અહેવાલ મુજબ, પાકિસ્તાને નિયંત્રણ રેખા (LoC) નજીક પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) ના આગળના વિસ્તારોમાં એન્ટી-ડ્રોન સિસ્ટમ્સની તૈનાતી વધારી દીધી છે. તેણે રાવલકોટ, કોટલી અને ભીમ્બર સેક્ટરમાં નવી કાઉન્ટર અનમેન્ડ એરિયલ સિસ્ટમ્સ (C-UAS) તૈનાત કરી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને 30 સમર્પિત એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ સ્થાપિત કરી છે. આ સિસ્ટમ તેના એરસ્પેસને સુધારવા માટે કામ કરી રહી છે. પાકિસ્તાની સૈન્યએ ઇલેક્ટ્રોનિક અને કાઇનેટિક કાઉન્ટર-યુએએસ સિસ્ટમ્સનું મિશ્રણ તૈનાત કર્યું છે. એવો દાવો કરવામાં આવે છે કે આ…
















