હોર્મુઝ જળસંધિ પર ભારતીય જહાજોને મળી શકે સુરક્ષિત માર્ગ, ઈરાનનો સંકેત – ‘ભારત અમારો મિત્ર દેશ’
પર્શિયન ગલ્ફ વિસ્તારમાં વધી રહેલા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંથી એક ગણાતી હોર્મુઝ જળસંધિ અંગે ઈરાન તરફથી ભારત માટે સકારાત્મક સંકેત મળ્યા છે. ઈરાનના રાજદૂતે જણાવ્યું છે કે ભારત તેમનો મિત્ર દેશ છે અને ભારતીય જહાજોને આ માર્ગ પરથી સુરક્ષિત રીતે પસાર થવા માટે મંજૂરી આપવામાં આવી શકે છે. ભારતમાં ઈરાનના રાજદૂત મહંમદ ફતહાલી (Mohammad Fathali) એ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે ભારત અને ઈરાન વચ્ચે લાંબા સમયથી મિત્રતા અને સહકારના સંબંધો રહ્યા છે. તેમણે કહ્યું કે વર્તમાન તણાવપૂર્ણ પરિસ્થિતિ હોવા છતાં ઈરાન ભારત પ્રત્યે સકારાત્મક વલણ રાખે છે. ટૂંક સમયમાં આ મુદ્દે વધુ સ્પષ્ટતા થઈ શકે છે. વિશ્વભરમાં સમુદ્રી સુરક્ષા અંગે ચર્ચા ચાલી રહી છે,…
ઓમાનમાં ઈરાની ડ્રોન હુમલામાં 2 ભારતીયોના મોત, 10 ઘાયલ – વિદેશ મંત્રાલયે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઓમાનના સોહાર શહેરમાં ઈરાની ડ્રોન હુમલાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઘટનામાં બે ભારતીય નાગરિકોના મોત થયા છે અને 10 ઘાયલ થયા છે. આ ઘટનાએ વિદેશમાં રહેલા ભારતીય સમુદાયમાં ચિંતા ફેલાવી છે, જ્યારે ભારતીય સરકાર પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે કુલ 11 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 10 ભારતીય નાગરિકો છે. હુમલો સોહારના ઔદ્યોગિક વિસ્તારમાં ડ્રોન અથડાતા થયો હતો. ઘાયલોમાં પાંચને સારવાર બાદ છૂટકારો મળી ચુક્યો છે, જ્યારે અન્ય પાંચ હજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભારતીય અધિકારીઓ સ્થાનિક તંત્ર સાથે સંપર્કમાં રહીને ઘાયલોને પૂરતી તબીબી સહાય પહોંચાડવા માટે કાર્યરત છે. વિદેશ મંત્રાલયના વધારાના સચિવ અસીમ આર. મહાજને જણાવ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે…
પાકિસ્તાન ઈરાન-સાઉદી જંગમાં બ્રિજ બિલ્ડર બનવા તૈયાર, જાણો વિગત
મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને યુદ્ધની આશંકા વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન સઉદી અરબસ્તાનની મુલાકાતે ગયા છે. તેમની મુલાકાત એ સમયે યોજાઈ છે જ્યારે દેશ પોતાના અંદર બે મોર્ચાઓ પર લડી રહ્યો છે – અફઘાન સરહદે તાલિબાનો સામે અને બલુચ બળવાખોરો સામે. પાકિસ્તાનના વડાપ્રધાનની સત્તાવાર નિવેદન અનુસાર તેમણે સઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે બેઠક દરમિયાન મધ્ય-પૂર્વમાં શાંતિ સ્થાપનામાં પાકિસ્તાનની સહાયની ખાતરી આપી. બંને નેતાઓએ વિસ્તારમાં સ્થિરતા લાવવા માટે વ્યાપક ચર્ચા કરી અને પાકિસ્તાન બ્રિજ બિલ્ડર (સેતુરૂપ) બનવા માટે તૈયાર હોવાનું જાહેર કર્યું. પાકિસ્તાનની તાકીદી સ્થિતિને લીધે આ પ્રતિબદ્ધતા આશ્ચર્યજનક છે, કારણ કે દેશ પોતાની અંદર બે મોર્ચાઓ પર સંઘર્ષ કરી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે, પાકિસ્તાની સરકાર એ બંને આંતરિક પડકારોને ધ્યાનમાં રાખીને પણ આંતરરાષ્ટ્રીય…
ગુજરાત : હોટેલ, રેસ્ટોરન્ટ અને શૈક્ષણિક સંસ્થાઓને તાત્કાલિક ગેસ કનેક્શન આપવાનો મુખ્યમંત્રીનો આદેશ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યમાં પીએનજી ગેસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની હાલની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો કે રાજ્યના એવા વિસ્તારોમાં જ્યાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન માટેનું પાઈપલાઈન નેટવર્ક ઉપલબ્ધ છે, ત્યાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ, શૈક્ષણિક અને સામાજિક-ધાર્મિક સંસ્થાઓ દ્વારા પીએનજી કનેક્શન માટેની માગણી કરવામાં આવે તો તેમને તાત્કાલ કનેક્શન આપવામાં આવશે. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. સમીક્ષામાં જણાવાયું કે રાજ્યમાં પીએનજી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ઘરોએ ઘરોમાં પાઈપલાઇન મારફતે ગેસ સરળતાથી મેળવી રહ્યો છે. મુખ્य સચિવ એમ.કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, અન્ન નાગરિક પુરવઠા અધિક મુખ્ય સચિવ મોના ખંધાર, ઊર્જા અને…
દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સ્થાન આપવાનાં નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માર્ગ સુધારણા માટે રૂ. 1,185 કરોડ મંજૂર કર્યા
ગાંધીનગર: ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતમાં આવેલા માર્ગોને પહોળા કરવા અને સુધારવા માટે રૂ. 1,185 કરોડનાં કામોને મંજુરી આપી છે. આનો ઉદ્દેશ સુરત ઇકોનોમિક રિજિયન (SER) ને દુબઈ અને ચીનના ગુઆંગઝૂ જેવા વૈશ્વિક ટ્રેડિંગ હબની તર્જ પર વિકસાવવાનો છે અને સુરતને વૈશ્વિક સપ્લાય ચેનમાં જોડવાનો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંજૂર કરેલા આ પ્રોજેક્ટોમાં સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાઓમાં કુલ 383 કિમીને આવરી લેતા 24 કામોનો સમાવેશ થાય છે. આ પગલું લોજિસ્ટિક્સ કનેક્ટિવિટી સુધારવા અને દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે. ભારત સરકાર દ્વારા સુરત ઇકોનોમિક રિજિયન (SER)ને વિશ્વનાં નકશા પર મૂકવા માટે એક આર્થિક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો અને બરોબર 17 મહિના પહેલા આ માસ્ટર પ્લાનનો…
આગામી તા. 30 એપ્રિલ સુધી જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી સિંચાઇ માટે પાણી ચાલુ રાખવામાં આવશે- જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ
રાજ્યના ખેડૂતોના હિતમાં રવિ સિઝનમાં સિંચાઇ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આગામી તા.30 એપ્રિલ 2026 સુધી સિંચાઇ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી પાણી ચાલુ રાખવામાં આવશે તેમ, જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું. મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે,રાજ્યમાં ગત ચોમાસું સમય કરતાં વહેલું શરૂ થવાની સાથે મોડું પૂર્ણ થયું હતું. ઉપરાંત પાછોતરા કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ખરીફ પાક મોટા પ્રમાણમાં નિષ્ફળ ગયો હતો. વળી ચોમાસુ લંબાવવાના કારણે રવિ સીઝનની વાવણી મોડી થઈ શકી હતી. જેથી આ વર્ષે રવિ સીઝનની પાકની લળણીમાં પણ વાર થવાની શકયતાઓ છે. સામાન્યત: રવિ સીઝન માટે જે તે વર્ષના ફેબ્રુઆરી માસના અંત સુધીમાં જળ સંપત્તિ હેઠળની કેનાલમાં સિંચાઇ માટે પાણી આપવામાં આવે…
દીકરી સાથે દુબઈમાં ફસાઈ ગયેલી લારા દત્તા ભારત પરત ફર્યાં: બોલ્યાં – વીડિયો એટલા માટે પોસ્ટ કર્યો, કારણ કે તે મારો છેલ્લો સંદેશ પણ હોઈ શકતો હતો.
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે Lara Dutta પોતાની 14 વર્ષની દીકરી સાથે Dubai માં ફસાઈ ગઈ હતી, પરંતુ હવે તેઓ સુરક્ષિત રીતે Mumbai પરત ફરી આવી છે. લારાએ જણાવ્યું કે Jebel Ali Port નજીક બોમ્બમારીને કારણે સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની ગઈ હતી. એક્ટ્રેસે કહ્યું કે તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો એટલા માટે પોસ્ટ કર્યો હતો કારણ કે તેમને લાગ્યું કે કદાચ તે તેમનો “છેલ્લો સંદેશ” પણ બની શકે. લારાએ 4 માર્ચે Instagram પર એક ભાવુક વીડિયો શેર કરીને પોતાની દીકરી સાયરા સાથે દુબઈમાં ફસાઈ જવાનો અનુભવ જણાવીયો હતો. આપેલા ઇન્ટરવ્યૂમાં લારાએ જણાવ્યું કે તેમનું ઘર જેબેલ અલી પોર્ટથી લગભગ 10 કિમી દૂર છે, જ્યાં સતત બોમ્બમારી થઈ રહી હતી. પરિવાર પાસે પરત ફરવા માટે તેમણે…
‘લવ જિહાદ’માં ફસાઈ મોનાલિસા? મેનેજરે કર્યો સોદો – ડિરેક્ટરના નિવેદનથી મચ્યો વિવાદ
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન વાયરલ થઈ લોકપ્રિય બનેલી યુવતી મોનાલિસાના લગ્નને લઈને દેશભરમાં ભારે ચર્ચા અને વિવાદ ઊભો થયો છે. મોનાલિસાએ પોતાના બોયફ્રેન્ડ ફરમાન ખાન સાથે પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. આ લગ્નને લઈને સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારની અફવાઓ અને આરોપો ફેલાઈ રહ્યા છે. ફિલ્મ નિર્દેશક સનોજ મિશ્રાએ આ સમગ્ર ઘટનાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું કે મોનાલિસા ‘લવ જિહાદ’ના જાળમાં ફસાઈ ગઈ છે અને તેમના મેનેજરે તેનો “સોદો” કરી દીધો હોવાનો દાવો કર્યો છે. તેમના આ નિવેદન બાદ મામલો વધુ ગરમાયો છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. મોનાલિસાએ બીજી તરફ સ્પષ્ટતા કરી છે કે તેમણે પોતાની ઈચ્છાથી લગ્ન કર્યા છે અને આ મામલો ‘લવ જિહાદ’ સાથે સંબંધિત નથી. તેમણે…
યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો મોટો નિર્ણય અને ઈરાનના નવા સુપ્રીમ લીડર અંગે સનસનાટીભર્યા દાવા
પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના 14મા દિવસે સ્થિતિ તણાવસભર બની છે. મિસાઈલોના હુમલાઓ અને ઊર્જા બજાર પર કાબૂ મેળવવાના પ્રયાસ વચ્ચે એક તરફ દાવાઓ અને બીજા તરફ વૈશ્વિક ઓઈલ સપ્લાયની ચિંતા વધી રહી છે. મોજતબા ખામેનેઈની તબિયત અંગે સનસનાટી ભર્યા દાવા બ્રિટિશ અખબાર ‘ધ સન’ના અહેવાલ અનુસાર, ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ હાલ કોમામાં છે અને 28 ફેબ્રુઆરીના હુમલામાં તેમને પેટ અને લિવરમાં ગંભીર ઈજાઓ આવી છે. અહેવાલ મુજબ, મોજતબાએ એક પગ ગુમાવ્યો છે અને તેઓ તેહરાનની સિના યુનિવર્સિટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 8 માર્ચે સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત થવા છતાં તેઓ અત્યાર સુધી જાહેરમાં દેખાયા નથી. AI દ્વારા ફેરફાર કરેલી તસવીર વાઈરલ ઈરાનના સરકારી મીડિયા દ્વારા પ્રસારિત મોજતબાની નવી તસવીર એ હકીકતમાં…
‘ખાલી ટ્વિટ કરવાથી યુદ્ધ નહીં અટકે’, ઈરાનના નેતા અલી લારિજાનીની ટ્રમ્પને કડક ચેતવણી
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષ વચ્ચે ઈરાને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી લારિજાનીએ સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધ શરૂ કરવું સરળ હોઈ શકે છે, પરંતુ તેને માત્ર થોડા ટ્વિટ્સ કરીને સમાપ્ત કરી શકાતું નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કરેલી પોસ્ટમાં લારિજાનીએ ટ્રમ્પના યુદ્ધ વિરામ સંબંધિત દાવાઓને નકારી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી ટ્રમ્પ પોતાની ભૂલનો સ્વીકાર નહીં કરે અને તેની કિંમત ચૂકવે નહીં, ત્યાં સુધી ઈરાન કોઈપણ સંજોગોમાં પાછળ હટવાનું નથી. ટ્રમ્પ અને લારિજાની વચ્ચે વધ્યો વાકયુદ્ધ આ વિવાદ ત્યારે વધ્યો જ્યારે ટ્રમ્પે એક નિવેદનમાં દાવો કર્યો કે અમેરિકા દ્વારા ઈરાન પર એટલા મોટા પાયે હુમલા કરવામાં આવ્યા છે…
















