પશ્ચિમ એશિયા તણાવ વચ્ચે ચીનની મજબૂત ઉર્જા નીતિ: વૈશ્વિક સંકટમાં સ્થિરતા તરફ એક પગલું
પશ્ચિમ એશિયામાં વધતા તણાવના કારણે અનેક દેશો ઉર્જા સંકટનો સામનો કરી રહ્યા છે. તેલના ભાવમાં વધારાની સાથે વૈશ્વિક સપ્લાય ચેઇન પણ અસરગ્રસ્ત થઈ છે. છતાં, આ પરિસ્થિતિમાં ચીન પર તેની અસર તુલનાત્મક રીતે ઓછી જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ છે ચીનની લાંબા ગાળાની વ્યૂહાત્મક તૈયારી અને ઉર્જા ક્ષેત્રમાં કરવામાં આવેલા પરિવર્તનો. ચીન વિશ્વનો સૌથી મોટો ક્રૂડ ઓઈલ આયાતકાર દેશ છે. સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં તેને સૌથી વધુ નુકસાન થવાનું હોય, પરંતુ ચીને પહેલેથી જ વિશાળ પ્રમાણમાં ઓઈલનો સ્ટ્રેટેજિક સંગ્રહ (Strategic Petroleum Reserve) તૈયાર કરી રાખ્યો છે. આ સંગ્રહ ચીનને વૈશ્વિક પુરવઠામાં આવેલા આંચકાઓ સામે મજબૂત બનાવે છે. આ ઉપરાંત, ચીને તેની ઉર્જા નીતિમાં મોટા ફેરફારો કર્યા છે. પરંપરાગત ફોસિલ ફ્યુઅલ પર નિર્ભર રહેવાના બદલે,…
RBI ગવર્નર સંજય મલ્હોત્રાનો ચેતાવણી સંદેશ,નિકાસ 0.2% ઘટી, વેપારી આયાતમાં 22%થી વધુનો વધારો
RBI (Reserve Bank of India) ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે, ભારતની વેપારી નિકાસ આ વર્ષના પ્રથમ બે મહિનામાં વાર્ષિક ધોરણે 0.2% ઘટી છે જે મુખ્ય બજારોમાં નિકાસ સંકોચનનું પરિણામ છે બીજી તરફ, વેપારી આયાતમાં 22%થી વધુનો બે-અંકનો વધારો નોંધાયો છે, ખાસ કરીને સોનાની આયાત વધવાથી. પરિણામે, વેપાર ખાધમાં વધારો થયો છે.ગયા વર્ષે ચોથા ક્વાર્ટરમાં સેવાઓ નિકાસ અને આવક મજબૂત રહેવાના કારણે ભારતની ચાલુ ખાતાની ખાધ સ્થિર રહી શકે છે. જોકે, વૈશ્વિક અનિશ્ચિતતા અને ઊર્જા ચીજવસ્તુઓના ઊંચા ભાવ આ વર્ષમાં ચાલુ ખાતાની ખાધ માટે જોખમ ઊભું કરે છે RBI ગવર્નરે જણાવ્યું કે, તાજેતરના દ્વિપક્ષીય અને પ્રાદેશિક વેપાર કરારો ભારતના વેપાર અને રોકાણ માટે નવા તકો પ્રદાન કરશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/…
કોમનવેલ્થ ગેમ્સ 2030ની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ-અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમની પ્રથમ ગુજરાત મુલાકાત
ગુજરાત અને અમદાવાદમાં 2030 માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તડામાર પૂર્વતૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ પ્રથમવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી છે. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ યુત ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં આ ટિમના પાંચ સભ્યો ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોશીએસનના પદાધિકારીઓ સાથે 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા-સૌજન્ય મુલાકાતથી આ ડેલિગેશને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકરે અને સીઈઓ સુ કાટે સેડલીરે ગુજરાતમાં તેમને મળેલા ઉષ્માપૂર્ણ આવકાર અને આતિથ્ય સત્કાર માટે પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ટાઇમ બાઉન્ડ, ક્વોલિટીવ અને ઇફેક્ટિવ પ્લાનિંગના આપેલા મંત્રને સાકાર કરીને શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ટિમવર્કથી કાર્યરત રહીને આ ગેમ્સ ભવ્યતા પૂર્વક યોજવાનું રાજ્ય સરકારનું કમિટમેન્ટ છે…
અમેરિકા–ઈરાન યુદ્ધવિરામ: મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે શાંતિ તરફ મોટું પગલું
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે મહત્વપૂર્ણ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ Donald Trumpએ ઈરાન સામેના સૈન્ય હુમલાઓ આગામી બે અઠવાડિયા માટે રોકવાનો નિર્ણય લીધો છે, જેને વૈશ્વિક સ્તરે રાહતના સમાચાર તરીકે જોવામાં આવી રહ્યા છે. માહિતી મુજબ, પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરની અપીલ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બંને નેતાઓએ યુદ્ધ ટાળવા માટે અમેરિકાને ખાસ વિનંતી કરી હતી. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Truth Social’ પર જણાવ્યું હતું કે ઈરાન હવે Strait of Hormuzને સુરક્ષિત રીતે ખોલવા તૈયાર થઈ ગયું છે. સાથે જ, ઈરાને અમેરિકાના 10-સૂત્રીય પ્રસ્તાવને સ્વીકાર કર્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિના જણાવ્યા અનુસાર, અમેરિકા પોતાના મોટાભાગના લશ્કરી લક્ષ્યાંકો હાંસલ…
પાકિસ્તાનમાં સ્માર્ટ લોકડાઉન: રાત્રે 8 વાગ્યે બજારો બંધ કરવાનો નિર્ણય,ઈરાન યુદ્ધ વચ્ચે શાહબાઝ શરીફની મોટી જાહેરાત
પાકિસ્તાનની સરકારે પંજાબ, ખૈબર પખ્તુનખ્વા, બલુચિસ્તાન, ઇસ્લામાબાદ રાજધાની પ્રદેશ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં બજારો, શોપિંગ મોલ અને વાણિજ્યિક વિસ્તારો રાત્રે 8 વાગ્યે બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગ અવરોધિત કર્યા પછી દક્ષિણ એશિયન અને યુરોપિયન દેશોએ પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની અછતનો સામનો કરવો પડ્યો છે. ભારત, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોએ આ કટોકટીને ઘટાડવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે, પરંતુ પાકિસ્તાને આ કટોકટીમાંથી છટકવા માટે સ્માર્ટ લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે, વડા પ્રધાન શાહબાઝ શરીફે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં ઊર્જા સંરક્ષણ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના ઉપયોગને ઓછામાં ઓછો કરવા પર ધ્યાન કેન્દ્રિત…
અક્ષય તૃતીયા 2026: સોનાં-ચાંદીની ખરીદી માટે કેમ છે ખાસ? જાણો ધાર્મિક કારણો
હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર 19 એપ્રિલ 2026, રવિવારે ઉજવાશે. માન્યતા છે કે આ દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવે, ખરીદી હોય, દાન હોય અથવા કોઈ નવા કાર્યની શરૂઆત તેનું શુભ ફળ જરૂર મળે છે. અક્ષય તૃતીયા પર સોનું-ચાંદી ખરીદવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. હિંદુ પંચાંગ મુજબ આ દિવસ ખૂબ જ શુભ ગણાય છે અને કોઈપણ શુભ કાર્ય માટે અલગથી મુહૂર્ત જોવા જરૂરી નથી. માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલી ખરીદી, દાન અથવા રોકાણ અક્ષય (અવિનાશી) ફળ આપે છે. અક્ષય તૃતીયા પર સોનું-ચાંદી ખરીદવાનો શુભ સમય વર્ષ 2026માં ‘અક્ષય તૃતીયા‘ નો તહેવાર સવારે…
સબરીમલા થી સમાન અધિકારો સુધી: સુપ્રીમ કોર્ટમાં મોટો નિર્ણય આજ
ભારતના ન્યાયિક ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ મુદ્દા તરીકે ફરી એકવાર Supreme Court of India માં ધાર્મિક સ્થળોએ મહિલાઓના પ્રવેશ અને સમાન અધિકારો અંગેની ચર્ચા શરૂ થઈ છે. 9 ન્યાયાધીશોની બંધારણીય પીઠ આજે એટલે કે 7 એપ્રિલથી આ મામલાની સુનાવણી શરૂ કરી રહી છે, જે 22 એપ્રિલ સુધી ચાલવાની છે. સબરીમલા મુદ્દો કેન્દ્રમાં Sabarimala Temple માં મહિલાઓના પ્રવેશને લઈને અગાઉ આપવામાં આવેલા ચુકાદા સામે રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવ્યા છે. આ કેસમાં મુખ્ય પ્રશ્ન એ છે કે શું તમામ ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશનો અધિકાર હોવો જોઈએ કે નહીં. અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ ચર્ચામાં આ સુનાવણી દરમિયાન માત્ર સબરીમલા મુદ્દો જ નહીં, પરંતુ અન્ય ધર્મો સાથે સંબંધિત સંવેદનશીલ મુદ્દાઓ પર પણ ચર્ચા થશે: મસ્જિદોમાં મહિલાઓને પ્રવેશનો અધિકાર Dawoodi Bohra…
ગુજરાતમાં આજે માવઠાની આગાહી, આવતીકાલથી ફરી વધશે ગરમી
ગુજરાતમાં હાલ બદલાતા હવામાન વચ્ચે માવઠાની પરિસ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે, જ્યારે આવતીકાલથી તાપમાનમાં ફરી વધારો થવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આજે વરસાદી માહોલ સર્જાવાનો છે. ખાસ કરીને દ્વારકા, જામનગર, રાજકોટ, દાહોદ, પંચમહાલ, મોરબી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પાટણ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિમાં વધારો, માછીમારોને ચેતવણી આજે પવનની ગતિમાં વધારો થવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર વધુ રહેવાની હોવાથી માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. આવતીકાલથી ગરમીમાં વધારો હવામાન વિભાગના જણાવ્યા મુજબ 8 એપ્રિલથી રાજ્યમાં તાપમાનમાં વધારો થવાની શરૂઆત થશે. તાપમાનમાં અંદાજે 1થી 2 ડિગ્રીનો વધારો નોંધાઈ…
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને રાહત, રાજ્યસભામાં મહાભિયોગ પ્રસ્તાવ નામંજૂર
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને મોટી રાહત મળી છે. તેમના વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવને રાજ્યસભાના સભાપતિએ ફગાવી દીધો છે. આ પ્રસ્તાવ 12 માર્ચે રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 193 સાંસદોએ સહી કરી હતી. સભાપતિનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યસભાના સભાપતિએ તમામ પાસાઓ પર વિચાર કર્યા બાદ ન્યાયાધીશ (તપાસ) અધિનિયમ, 1968 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ પ્રસ્તાવને સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. તેમના મુજબ રજૂ કરાયેલા આરોપો અને પુરાવા મહાભિયોગ માટે પૂરતા નથી. આ નિર્ણય સાથે જ્ઞાનેશ કુમારનો કાર્યકાળ હવે સુરક્ષિત બન્યો છે અને તેમના વિરુદ્ધ આગળ કોઈ કાયદાકીય કાર્યવાહી નહીં થાય. વિપક્ષના ગંભીર આરોપો વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર સામે કુલ સાત ગંભીર આરોપો લગાવ્યા હતા. – બિહાર અને પશ્ચિમ બંગાળમાં વોટર લિસ્ટ સુધારણા…
ભારત-બાંગ્લાદેશ સરહદ પર BSFનો અનોખો માસ્ટર પ્લાન: સુરક્ષા માટે ઝેરી પ્રાણીઓનો વિચાર
ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરી રોકવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એક નવી અને અનોખી રણનીતિ પર વિચારણા કરી રહી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળના નદી અને કાદવવાળા સરહદી વિસ્તારોમાં સુરક્ષા જાળવવી મોટી પડકારરૂપ બની રહી છે, ત્યારે BSF દ્વારા હવે ઝેરી સાપ, વીંછી અને મગરમચ્છ જેવા પ્રાણીઓનો ઉપયોગ કરવાની સંભાવના પર ચર્ચા ચાલી રહી છે. શા માટે જરૂરી બન્યો નવો પ્લાન? ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આશરે 5000 કિલોમીટર લાંબી સરહદ છે, જેમાંથી કેટલાક વિસ્તારો એવા છે જ્યાં ફેન્સિંગ કરવું શક્ય નથી. ખાસ કરીને ફેની, ઈચ્છામતી, ગંગા/પદ્મા અને મુહુરી જેવી નદીઓ આસપાસના વિસ્તારોમાં કાદવ અને પાણીના કારણે સુરક્ષા વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બને છે. આશરે 180 કિલોમીટર વિસ્તાર અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. કેવી રીતે કામ કરશે આ…
















