રક્ષા મંત્રી રાજનાથ સિંહના ભત્રીજાનું માર્ગ અકસ્માતમાં મોત, બસની ટક્કર બાદ ચાલક ફરાર
મધ્ય પ્રદેશના ઇન્દોર જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહના સગા ભત્રીજા પ્રભાત સિંહનું કરુણ અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેને શોધવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસના પ્રાથમિક અહેવાલ મુજબ ઘટના ઇન્દોર-દેવાસ હાઇવે પર ક્ષિપ્રા પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક બની હતી. પ્રભાત સિંહ દેવાસથી ઇન્દોર પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તા કિનારે પોતાની કાર ઉભી રાખીને બહાર ઉતર્યા હતા. તે દરમિયાન પાછળથી આવેલી એક ખાનગી બસે તેમને ટક્કર મારી હતી. ગંભીર ઇજાઓના કારણે થયું મોત અકસ્માતની અસર એટલી ગંભીર હતી કે પ્રભાત સિંહને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર લોકો અને…
રશિયન તેલ મુદ્દે યુરોપને જયશંકરનો સણસણતો જવાબ, કહ્યું – “યુરોપના શસ્ત્રો અમારી સામે વપરાય છે”
યુક્રેન યુદ્ધ બાદ રશિયા પાસેથી ભારત દ્વારા ચાલુ રાખવામાં આવેલી ક્રૂડ ઓઈલ ખરીદી અંગે પશ્ચિમી દેશો અને યુરોપીય નેતાઓ દ્વારા વારંવાર ઉઠાવવામાં આવતા પ્રશ્નો વચ્ચે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ફરી એકવાર ભારતના વલણનો મજબૂત બચાવ કર્યો છે. આંતરરાષ્ટ્રીય મંચ પર બોલતાં જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભારત પોતાની ઊર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લે છે. તેમણે યુરોપીય દેશો પર બેવડાં ધોરણો અપનાવવાનો આક્ષેપ કરતાં કહ્યું કે જે દેશો ભારતને ઊર્જા ખરીદી અંગે ઉપદેશ આપે છે, તેઓ પોતે વર્ષોથી એવા નિર્ણયો લેતા આવ્યા છે જે તેમના હિતોને અનુકૂળ હોય. “ભારત પોતાના હિતોને પ્રાથમિકતા આપે છે” વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે વિશ્વના દરેક દેશની જેમ ભારત પણ પોતાની ઊર્જા જરૂરિયાતો અને આર્થિક હિતોને આધારે નીતિઓ…
ઘૂસણખોરોની વતન વાપસી મુદ્દે બાંગ્લાદેશમાં વિરોધ તેજ, સરહદ નજીક આંદોલનની જાહેરાત
પશ્ચિમ બંગાળ સહિત ભારતના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે ચાલી રહેલી કાર્યવાહી હવે આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની છે. ભારત દ્વારા કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ગેરકાયદેસર રીતે રહેલા વિદેશી નાગરિકોને તેમના દેશમાં પરત મોકલવાની કાર્યવાહી વચ્ચે બાંગ્લાદેશમાં વિરોધનો માહોલ સર્જાયો છે. બાંગ્લાદેશની જમાત-એ-ઇસ્લામી સહિતના અનેક ઇસ્લામી અને રાજકીય સંગઠનોએ ભારતની નીતિ સામે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. સંગઠનોનું કહેવું છે કે સરહદ વિસ્તારમાં માનવાધિકાર સંબંધિત મુદ્દાઓ પર અવાજ ઉઠાવવા માટે આ કાર્યક્રમો યોજવામાં આવશે. 12 જૂને સરહદ નજીક વિરોધ કાર્યક્રમ જમાત-એ-ઇસ્લામીના નેતા શફીકુર રહમાનના નેતૃત્વ હેઠળ 12 જૂને ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક આવેલા વિવિધ જિલ્લાઓ અને ચેકપોસ્ટો પાસે માર્ચ અને રેલીઓ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ કાર્યક્રમોમાં 11 જેટલા રાજકીય અને ધાર્મિક…
ભારતીય રેલવેનો મોટો નિર્ણય, દેશભરના રેલવે સ્ટેશનો પર થશે ‘ફાયર સેફ્ટી ઓડિટ
રેલવે સ્ટેશનો પર મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે ભારતીય રેલવેએ એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દેશભરના રેલવે સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થામાં સુધારો કરવાના હેતુથી ટૂંક સમયમાં જ વ્યાપક સ્તરે ‘ફાયર સેફ્ટી ઓડિટ’કરવામાં આવશે. આ ઓડિટ અંતર્ગત સ્ટેશનો પર હાલની ફાયર સેફ્ટી સિસ્ટમ્સની ઝીણવટભરી સમીક્ષા કરાશે અને જ્યાં પણ ખામી જણાશે ત્યાં તાત્કાલિક સુધારા કરવામાં આવશે. કઈ-કઈ બાબતોની તપાસ કરવામાં આવશે? આ સ્પેશિયલ ઓડિટ માત્ર ઉપરછલ્લું નહીં હોય,પરંતુ સ્ટેશનની તમામ મહત્વપૂર્ણ પ્રણાલીઓની ઊંડાણપૂર્વક તપાસ કરશે.જેમાં ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ,એર કન્ડીશનીંગ અને વેન્ટિલેશન સિસ્ટમ્સ,ઇમરજન્સી એક્ઝિટ,ફાયર ફાઇટીંગ સિસ્ટમ્સ,પાણીની ઉપલબ્ધતા,પમ્પિંગ અને સ્પ્રિંકલર સિસ્ટમ્સ સહિતની તમામ મહત્વપૂર્ણ સલામતી સિસ્ટમ્સની તપાસ કરશે.ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે રેલવે સ્ટેશનો કોઈપણ આગની કટોકટીનો અસરકારક રીતે જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ખામીઓ…
PF ખાતાધારકો માટે મોટા સમાચાર! હવે ફંડ ઉપાડવાની પ્રક્રિયા બનશે વધુ સરળ, જાણો નવા નિયમો
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા અમલમાં મુકાયેલી નવી ‘EPFO 3.0’ વ્યવસ્થા કરોડો પગારદાર કર્મચારીઓ માટે રાહતના સમાચાર લઈને આવી છે. નવા માળખા હેઠળ પીએફ ખાતાધારકો માટે ફંડ ઉપાડવાની પ્રક્રિયાને વધુ ઝડપી, સરળ અને ડિજિટલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નવી સુવિધા મુજબ સભ્યો હવે લાંબી વેરિફિકેશન પ્રક્રિયા વગર UPI અને ATM જેવી ડિજિટલ સુવિધાઓ મારફતે પોતાના ખાતામાં સીધા જ પીએફની રકમ મેળવી શકશે. ATM દ્વારા 100 ટકા PF ફંડ ઉપાડી શકાશે? નવા નિયમોને લઈને ઘણા કર્મચારીઓમાં એવી ચર્ચા ચાલી રહી છે કે હવે ATM મારફતે સમગ્ર PF ફંડ ઉપાડી શકાશે કે નહીં. જોકે, EPFOના નિયમો અનુસાર ATM અથવા UPI જેવી સુવિધા દ્વારા સામાન્ય સંજોગોમાં સભ્યો પોતાના કુલ PF ભંડોળમાંથી મહત્તમ 75 ટકા રકમ જ ઉપાડી…
જવાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ PM મોદીનું પહેલું નિવેદન, કહ્યું – “આ જનતાના આશીર્વાદ અને ભગવાનની કૃપા”
કેન્દ્રમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે નવી દિલ્હીના ભારત મંડપમમાં એનડીએ (NDA)ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ અને ગઠબંધનના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા વડાપ્રધાનોમાંના એક તરીકે નવા રેકોર્ડ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેમના જીવનમાં આવો તબક્કો આવશે. તેમણે જણાવ્યું કે તેમની રાજકીય યાત્રામાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે, પરંતુ દેશની સેવા કરવાનો મોકો તેમને જનતાના આશીર્વાદ અને ભગવાનની વિશેષ કૃપાથી મળ્યો છે. તેમણે કહ્યું, “મારા માટે જનતા જ ઈશ્વરનું સ્વરૂપ છે. આટલા લાંબા સમય સુધી ભારત માતાની સેવા કરવાનો અવસર મળ્યો છે, તે…
રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ
મધ્યપ્રદેશમાં રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ફટકો પડ્યો છે. રાજ્યસભાની ત્રીજી બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન ચકાસણી દરમિયાન રદ કરવામાં આવ્યું છે. આ નિર્ણય બાદ હવે ભાજપના ઉમેદવાર મહેશ કેવટ બિનહરીફ ચૂંટાય તે લગભગ નિશ્ચિત બન્યું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપે કોંગ્રેસ ઉમેદવાર સામે સોગંદનામામાં મહત્વની માહિતી છુપાવવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપના વરિષ્ઠ નેતાઓ કૈલાશ વિજયવર્ગીય અને રાકેશ સિંહએ મીનાક્ષી નટરાજનની ઉમેદવારી સામે સત્તાવાર વાંધો નોંધાવ્યો હતો. ફોજદારી કેસની માહિતી છુપાવવાનો આરોપ ભાજપના આક્ષેપ મુજબ મીનાક્ષી નટરાજને તેમના નામાંકન સોગંદનામામાં હૈદરાબાદની કોર્ટમાં ચાલી રહેલા એક ફોજદારી કેસ અંગેની માહિતી જાહેર કરી નહોતી. આ મામલે રિટર્નિંગ ઓફિસરે તેમને સ્પષ્ટતા રજૂ કરવા માટે સમય આપ્યો હતો. મંગળવારે સાંજે રજૂ કરાયેલા જવાબ અને દસ્તાવેજોની સમીક્ષા…
ઓગસ્ટથી ટ્રેન ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર, ભારતીય રેલવે લાવશે નવી સ્માર્ટ સિસ્ટમ
ભારતીય રેલવે મુસાફરોને વધુ ઝડપી અને સરળ સેવા આપવા માટે ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. ઓગસ્ટ મહિનાથી રેલવેની સમગ્ર ટિકિટ બુકિંગ પ્રક્રિયા તબક્કાવાર નવી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) પર સ્થાનાંતરિત કરવામાં આવશે. લગભગ 40 વર્ષથી ઉપયોગમાં રહેલી જૂની સિસ્ટમને બદલે આધુનિક ટેક્નોલોજી આધારિત નવી સિસ્ટમ અમલમાં આવશે, જે મુસાફરોને વધુ ઝડપી અને વિશ્વસનીય સેવા આપશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની સમીક્ષા કરતાં અધિકારીઓને સૂચના આપી છે કે સિસ્ટમ અપગ્રેડ દરમિયાન મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની ખાસ કાળજી રાખવામાં આવે. 40 વર્ષ જૂની સિસ્ટમને મળશે વિદાય હાલમાં ઉપયોગમાં લેવાતી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ 1986થી કાર્યરત છે. સમય સાથે તેમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હોવા છતાં હવે તેને સંપૂર્ણપણે નવી ટેક્નોલોજીથી…
ઉજ્જવલા યોજના લાભાર્થીઓને ઝટકો: હવે વર્ષમાં માત્ર 4 સબસિડીવાળા LPG સિલિન્ડર મળશે
કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ મળતા સબસિડીવાળા LPG સિલિન્ડરની સંખ્યામાં મોટો ઘટાડો કર્યો છે. અગાઉ લાભાર્થીઓને વર્ષમાં 9 સબસિડીવાળા સિલિન્ડર મળતા હતા, પરંતુ હવે આ મર્યાદા ઘટાડીને માત્ર 4 સિલિન્ડર કરી દેવામાં આવી છે. સરકારના જણાવ્યા મુજબ આ નિર્ણય લાભાર્થી પરિવારોના સરેરાશ વાર્ષિક LPG વપરાશને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મે 2016માં શરૂ કરાયેલી ઉજ્જવલા યોજનાનો હેતુ ગરીબ પરિવારોની મહિલાઓને ડિપોઝિટ વિના મફત LPG કનેક્શન ઉપલબ્ધ કરાવવાનો હતો. શરૂઆતમાં યોજનાના લાભાર્થીઓને વર્ષમાં 12 સબસિડીવાળા 14.2 કિલોગ્રામના સિલિન્ડર મળતા હતા. ત્યારબાદ આ સંખ્યા ઘટાડીને 9 કરવામાં આવી હતી અને હવે તેને વધુ ઘટાડીને માત્ર 4 સિલિન્ડર સુધી મર્યાદિત કરવામાં આવી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી પ્રવીણ મલ ખનૂજાએ જણાવ્યું…
NEET-UG 2026 માટે વાયુસેનાની મદદ લેશે સરકાર, Mi-17 હેલિકોપ્ટરથી પહોંચાડાશે પ્રશ્નપત્રો
NEET-UG 2026ની પુનઃપરીક્ષાને સંપૂર્ણ સુરક્ષિત બનાવવા માટે કેન્દ્ર સરકારે આ વખતે કડક અને અભૂતપૂર્વ પગલાં ભર્યા છે. ગયા વર્ષે પેપર લીક વિવાદ બાદ પરીક્ષા પ્રક્રિયાની વિશ્વસનીયતા જાળવવા માટે પ્રથમ વખત દેશભરમાં પ્રશ્નપત્રોના પરિવહન માટે ભારતીય વાયુસેનાના Mi-17 હેલિકોપ્ટર અને અન્ય સૈન્ય વિમાનોનો ઉપયોગ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 21 જૂને યોજાનારી NEET-UG 2026 પરીક્ષાના પ્રશ્નપત્રોને દેશના વિવિધ રાજ્યોમાં સમયસર અને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે એરફોર્સની વિશેષ મદદ લેવામાં આવશે. પ્રશ્નપત્રોને પહેલા પસંદ કરાયેલા એરફોર્સ સ્ટેશનો પર પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ પરીક્ષા કેન્દ્રો સુધી મોકલવામાં આવશે. પેપર લીક બાદ બદલાઈ સુરક્ષા વ્યૂહરચના ગયા વર્ષે NEET પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિઓના આરોપોને કારણે દેશભરમાં ભારે વિવાદ સર્જાયો હતો. જેના કારણે પરીક્ષા પ્રણાલીની પારદર્શિતા અને…
















