અમેરિકી સેના “પ્રોજેક્ટ-ફ્રીડમ” હેઠળ હોર્મુઝ પાર કરાવશે વ્યાપારી જહાજોને
આંતરરાષ્ટ્રીય પડકારો વચ્ચે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ “પ્રોજેક્ટ-ફ્રીડમ” નામક એક મહત્વપૂર્ણ યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ, અમેરિકી સેનાની નૌકાઓ હોર્મુઝ સ્ટ્રેઇટસમાં ફસાયેલા અન્ય દેશોના વ્યાપારી જહાજોને એસ્કોર્ટ કરશે અને તેમને સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેઇટસમાંથી પસાર થવામાં મદદ કરશે. પ્રમુખ ટ્રમ્પએ રવિવારે પોતાના “ટ્રુથ સોશ્યલ” પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા આ યોજના અંગે જણાવતાં કહ્યું કે, “વિશ્વના અનેક દેશોએ અમને માગ કરી છે કે, અમે તેમના વ્યાપારી જહાજોને આ અત્યંત મહત્વના સમુદ્ર માર્ગથી સુરક્ષિત રીતે બહાર નીકળવામાં મદદ કરીશું.” આ અભિયાનની જાહેરાત બાદ, અમેરિકી નૌસેના દ્વારા જહાજોને હોર્મુઝ સ્ટ્રેઇટસમાંથી પસાર કરાવવાનો શરૂ કરી દેવામાં આવ્યો છે. ઈરાનની ચેતવણી આ જાહેરાત પર ઈરાનએ તાત્કાલિક પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, “યુ.એસ.ની આ કોઈપણ હસ્તક્ષેપ એ સીઝ ફાયરનો…
મહાયુદ્ધની આશંકા ફરી તેજ: Donald Trumpનું ઈરાનને કડક અલ્ટિમેટમ
અમેરિકા અને Iran વચ્ચે સીઝફાયર હોવા છતાં તણાવમાં કોઈ ખાસ ઘટાડો જોવા મળતો નથી. તાજેતરમાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે કડક વલણ અપનાવીને ચેતવણી આપી છે કે જો પરમાણુ કરાર અંગે સહમતિ નહીં બને તો સૈન્ય કાર્યવાહીનો રસ્તો ખુલ્લો છે. આ નિવેદન બાદ વૈશ્વિક સ્તરે ફરી એકવાર મહાયુદ્ધની આશંકાઓને હવા મળી રહી છે. તણાવના ત્રણ મુખ્ય મુદ્દા અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ ત્રણ મુખ્ય મુદ્દાઓ પર અટકેલો છે: – ઈરાનનો પરમાણુ કાર્યક્રમ – હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધી – ભવિષ્યમાં હુમલા ન કરવાની સુરક્ષા ગેરંટી બંને દેશો પોતાના વલણમાંથી પાછળ હટવા તૈયાર નથી, જેના કારણે કોઈ ઠોસ કરાર શક્ય બનતો નથી. ટ્રમ્પનો દાવો: “ઈરાન નબળું પડી ગયું” ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન હવે પહેલા જેટલું…
ઈરાન તણાવ વચ્ચે ઈઝરાયેલની તાકાતમાં વધારો, અમેરિકા પાસેથી અદ્યતન ફાઈટર જેટ ખરીદશે
મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે ઈઝરાયલે પોતાની સૈન્ય શક્તિ મજબૂત બનાવવાનો મોટો નિર્ણય લીધો છે. ઈઝરાયેલ હવે United States પાસેથી F-35I અને F-15IA જેવા અદ્યતન ફાઈટર જેટના વધુ બે સ્ક્વોડ્રન ખરીદશે. આ અંગે જાહેરાત ઈઝરાયલના રક્ષામંત્રાલય દ્વારા કરવામાં આવી છે. અબજો ડોલરનો સોદો આ સોદા હેઠળ લોકહીડ માર્ટિન પાસેથી ચોથો F-35I સ્ક્વોડ્રન અને બોઇંગ પાસેથી બીજો F-15IA સ્ક્વોડ્રન ખરીદવામાં આવશે. આ ડીલની કિંમત અબજો ડોલરમાં હોવાનું જણાવાયું છે. વાયુસેનાની શક્તિમાં મોટો વધારો આ નવા વિમાનો ઉમેરાયા બાદ ઈઝરાયેલી વાયુસેનાની ક્ષમતા નોંધપાત્ર રીતે વધશે. આગામી વર્ષોમાં F-35I વિમાનોની સંખ્યા વધીને 100 થશે, જ્યારે F-15IA વિમાનોનો કાફલો 50 સુધી પહોંચી જશે. હાલમાં ઈઝરાયલ પાસે 48 F-35I વિમાનો ઉપલબ્ધ છે. ડિલિવરી ટાઈમલાઈન 2023માં ઓર્ડર કરાયેલા 25 F-35I વિમાનોની…
ફિલિપાઈન્સમાં માયોન જ્વાળામુખી ફાટ્યો, હજારો લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા
ફિલિપાઈન્સના અલ્બે પ્રાંતમાં રવિવારે (3 મે) ભયાનક કુદરતી ઘટના બની છે, જેમાં પ્રખ્યાત Mayon Volcano ફરી સક્રિય થયો છે. જ્વાળામુખી વિસ્ફોટ બાદ આસપાસના વિસ્તારોમાં તાત્કાલિક ખાલી કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એલર્ટ લેવલ 3 જાહેર સુરક્ષા એજન્સીઓએ જ્વાળામુખી માટે એલર્ટ લેવલ વધારીને 3 કર્યું છે. સ્થાનિક લોકોને જ્વાળામુખીથી 6 કિમીના વ્યાસમાં ન જવા માટે કડક સૂચના આપવામાં આવી છે. આ વિસ્તારમાં લાવા પ્રવાહ, ઝેરી ગેસ અને રાખના વાદળો જોવા મળી રહ્યા છે. હજારો લોકોનું સ્થળાંતર પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 5,000થી વધુ લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. અનેક ગામડાઓ ખાલી કરાવવામાં આવ્યા છે જેથી કોઈ જાનહાનિ ન થાય. રાખના ગોટાઓથી દૃશ્યતા ઘટી વિસ્ફોટ બાદ આકાશમાં રાખના વિશાળ વાદળો ફેલાઈ ગયા છે, જેના કારણે આસપાસના…
નેપાળનો વિરોધ: ‘Lipulekh Pass અમારો છે’, કૈલાશ માનસરોવર યાત્રા મુદ્દે તણાવ વધ્યો
નેપાળએ કૈલાશ માનસરોવર યાત્રા માટે ઉપયોગમાં લેવાતા લિપુલેખ પાસ મુદ્દે ભારત અને ચીન સામે સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે. નેપાળ સરકારનું કહેવું છે કે લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા તેના બંધારણીય નકશાનો અભિન્ન ભાગ છે. વિદેશ મંત્રાલયનો કડક વિરોધ નેપાળના વિદેશ મંત્રાલયે બંને દેશોને મોકલેલા પત્રમાં કૈલાશ માનસરોવર યાત્રાના નવા રૂટ અંગે વાંધો ઉઠાવ્યો છે. સરકારના પ્રવક્તા લોક બહાદુર પૌડિયાલ છેત્રીએ જણાવ્યું કે આ વિસ્તારમાં કોઈ પણ ત્રીજા પક્ષની પ્રવૃત્તિ નેપાળ માટે સ્વીકાર્ય નથી. સર્વપક્ષીય સંમતિથી નિર્ણય વિદેશ મંત્રી શિશિર ખાનલએ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય દેશના તમામ મુખ્ય રાજકીય પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવ્યો છે. 2020માં બહાર પાડવામાં આવેલા નવા નકશામાં નેપાળે આ વિસ્તારોને પોતાના ભાગ તરીકે દર્શાવ્યા છે, જેને ભારત સ્વીકારતું નથી. વ્યૂહાત્મક અને…
VGRC દક્ષિણ ગુજરાત 2026: સુરતમાં રશિયા-યુક્રેનના રાજદ્વારીઓએ લીધો શાંતિનો અનુભવ, ધ્યાન સત્ર બન્યું આકર્ષણનું કેન્દ્ર
સુરત, ૩ મે: સુરતના હજીરા રોડ પર આવેલી ઓરો યુનિવર્સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ (VGRC) માત્ર ઉદ્યોગ અને વેપાર પૂરતી સીમિત ન રહેતા, આધ્યાત્મિક શાંતિનું પણ કેન્દ્ર બની છે. આ કોન્ફરન્સમાં મુલાકાતીઓ માટે ખાસ આયોજિત મફત ધ્યાન સત્રો (Meditation Sessions) માં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ દેશી-વિદેશી મહેમાનોએ હાજરી આપી છે.
ઈરાનનો અમેરિકાને ટાંકોઃ યુદ્ધના ખર્ચ પર આંકડાઓને લઈને વિવાદ તેજ
મધ્યપૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાન – યુનાઇટેડ સ્ટેટ્સ પર યુદ્ધના ખર્ચ અંગે ખોટી માહિતી આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ દાવો કર્યો છે કે અમેરિકા વાસ્તવિક આંકડાઓ છુપાવી રહ્યું છે અને યુદ્ધનો ખર્ચ જાહેર કરાયેલા આંકડા કરતા ઘણો વધારે છે. ઈરાનનો મોટો દાવો અબ્બાસ અરગચીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે પેન્ટાગોન યુદ્ધના ખર્ચ અંગે પારદર્શિતા રાખતું નથી. તેમના મુજબ, અત્યાર સુધીમાં અમેરિકા પર 100 અબજ ડોલરથી વધુનો ખર્ચ આવ્યો છે, જ્યારે સત્તાવાર રીતે માત્ર 25 અબજ ડોલર બતાવવામાં આવ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો કે આ ખર્ચનો બોજ સામાન્ય અમેરિકન નાગરિકો પર પડી રહ્યો છે, અને દરેક પરિવારે દર મહિને આશરે 500 ડોલર જેટલો ભાર સહન કરવો પડી…
ચીનમાં ‘સુપર સોલ્જર’ પ્રોજેક્ટ? મગજમાં ચિપ લગાવવાની ટેકનોલોજી પર વૈશ્વિક ચિંતા
ટેકનોલોજી અને રક્ષા ક્ષેત્રમાં આગળ રહેવા માટે Chinaએ એક મહત્ત્વાકાંક્ષી અને વિવાદાસ્પદ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. માનવીના મગજમાં ચિપ લગાવવાની ટેકનોલોજી Brain-Computer Interface (BCI) દ્વારા ભવિષ્યમાં “સુપર સોલ્જર” બનાવવાની શક્યતાઓને લઈને વૈશ્વિક સ્તરે ચર્ચા તેજ બની છે. હાવર્ડના પૂર્વ પ્રોફેસર પ્રોજેક્ટના કેન્દ્રમાં આ પ્રોજેક્ટ સાથે ચાર્લ્સ લિબરનું નામ જોડાઈ રહ્યું છે, જે હાર્વર્ડ યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર અને જાણીતા નેનો-વિજ્ઞાનશાસ્ત્રી છે. હાલમાં તેઓ ચીનના Shenzhenમાં એક અદ્યતન લેબમાં કાર્યરત છે અને મગજમાં ચિપ લગાવવાની ટેકનોલોજી પર સંશોધન કરી રહ્યા છે. શું છે BCI ટેકનોલોજી? બ્રેઇન-કોમ્પ્યુટર ઇન્ટરફેસ એવી ટેકનોલોજી છે જે માનવીના મગજ અને કમ્પ્યુટર વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરે છે. આ ટેકનિકનો ઉપયોગ મુખ્યત્વે પેરાલિસિસ અથવા ALS જેવી ગંભીર બીમારીઓના ઉપચાર…
ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી: પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાની શક્યતા, હોર્મુઝ સંકટથી વૈશ્વિક ચિંતા વધી
અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવના પગલે વૈશ્વિક તેલ બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા સંઘર્ષને કારણે વિશ્વનો મહત્વનો સમુદ્રી માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ હજી સુધી સંપૂર્ણપણે ખુલ્લો નથી, જેના કારણે ક્રૂડ ઓઈલના પુરવઠા પર ગંભીર અસર પડી છે. ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. પ્રતિ બેરલ ભાવ 126 ડોલર સુધી પહોંચતા છેલ્લા ચાર વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. નિષ્ણાતોના મતે, પરિસ્થિતિ યથાવત રહી તો ભાવ 140 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના લગભગ 20 ટકા ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે. અહીં સર્જાયેલા અવરોધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન પર દબાણ વધ્યું છે, જેના સીધા પ્રભાવ…
ઈરાન-ભારત વચ્ચે મહત્વપૂર્ણ કૂટનીતિક ચર્ચા: હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે અરાઘચી-જયશંકર વચ્ચે વાતચીત
ઈરાન અને ભારત વચ્ચે કૂટનીતિક સ્તરે મહત્વપૂર્ણ સંપર્ક થયો છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર વચ્ચે બુધવારે સાંજે ટેલિફોનિક ચર્ચા થઈ હતી. હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે વિશેષ ચર્ચા ચર્ચામાં ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મુદ્દે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ દરિયાઈ માર્ગ વૈશ્વિક ઊર્જા સપ્લાય અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ધ્યાન મળતી માહિતી મુજબ બંને નેતાઓએ સીઝફાયર સંબંધિત તાજેતરના વિકાસ, દ્વિપક્ષીય સંબંધો તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક પરિસ્થિતિઓ પર ચર્ચા કરી હતી. ઈરાનના વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ, બંને દેશોએ હાલની પરિસ્થિતિના વિવિધ પાસાઓ પર ચર્ચા કરીને ભવિષ્યમાં સતત સંપર્કમાં રહેવા સહમતિ દર્શાવી છે. જયશંકરે સોશિયલ મીડિયા પર આપી માહિતી વિદેશ મંત્રી એસ. જયશંકરએ…
















