ઈરાન તણાવ વચ્ચે ઈઝરાયેલની તાકાતમાં વધારો, અમેરિકા પાસેથી અદ્યતન ફાઈટર જેટ ખરીદશે

મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે ઈઝરાયલે પોતાની સૈન્ય શક્તિ મજબૂત બનાવવાનો મોટો નિર્ણય લીધો છે. ઈઝરાયેલ હવે United States પાસેથી F-35I અને F-15IA જેવા અદ્યતન ફાઈટર જેટના વધુ બે સ્ક્વોડ્રન ખરીદશે. આ અંગે જાહેરાત ઈઝરાયલના રક્ષામંત્રાલય દ્વારા કરવામાં આવી છે.

અબજો ડોલરનો સોદો
આ સોદા હેઠળ લોકહીડ માર્ટિન પાસેથી ચોથો F-35I સ્ક્વોડ્રન અને બોઇંગ પાસેથી બીજો F-15IA સ્ક્વોડ્રન ખરીદવામાં આવશે. આ ડીલની કિંમત અબજો ડોલરમાં હોવાનું જણાવાયું છે.

વાયુસેનાની શક્તિમાં મોટો વધારો
આ નવા વિમાનો ઉમેરાયા બાદ ઈઝરાયેલી વાયુસેનાની ક્ષમતા નોંધપાત્ર રીતે વધશે. આગામી વર્ષોમાં F-35I વિમાનોની સંખ્યા વધીને 100 થશે, જ્યારે F-15IA વિમાનોનો કાફલો 50 સુધી પહોંચી જશે. હાલમાં ઈઝરાયલ પાસે 48 F-35I વિમાનો ઉપલબ્ધ છે.

ડિલિવરી ટાઈમલાઈન
2023માં ઓર્ડર કરાયેલા 25 F-35I વિમાનોની ડિલિવરી 2028થી શરૂ થશે
2024માં ઓર્ડર કરાયેલા 25 F-15IA વિમાનો 2031થી મળવાની શક્યતા

સુરક્ષા મજબૂત કરવાનો પ્રયાસ
ઈઝરાયલના રક્ષામંત્રી ઇઝરાયેલ કાત્ઝએ જણાવ્યું કે ઈરાન સાથેના તાજેતરના તણાવે વાયુસેનાની મહત્વપૂર્ણ ભૂમિકા ફરી સાબિત કરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે દેશની સુરક્ષા માટે અદ્યતન હવાઈ શક્તિ અનિવાર્ય છે.

અમેરિકા-ઈઝરાયલ સંબંધો વધુ મજબૂત
આ સોદો Israel Defense Forcesને લાંબા ગાળે સૈન્ય લાભ આપશે. સાથે જ અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને પણ વધુ મજબૂત બનાવશે. તાજેતરમાં જ અમેરિકા તરફથી હજારો ટન સૈન્ય સામગ્રી પણ ઈઝરાયલ પહોંચાડવામાં આવી છે.

 

 

  • Related Posts

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

    માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

    Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…