વડોદરાની MS યુનિવર્સિટી વિવાદમાં, ડિગ્રી સર્ટિફિકેટ અટકાવતા વિદ્યાર્થીઓએ લગાવ્યા આક્ષેપ

B INDIA વડોદરા :  વડોદરાની MS યુનિવર્સિટીમાં પદવીદાન સમયે પદવી નહીં લેનારા વિદ્યાર્થીઓ હાલ અટવાઈ પડ્યા છે. તેનું કારણ એ છે કે પદવીદાન થઈ ગયાને અનેક દિવસો વિતી ગયા હોવા છતાં હજુ 1500 જેટલાં વિદ્યાર્થીઓ ડિગ્રી સર્ટિફિકેટ મેળવવાથી વંચિત છે. હકીકતમાં ડિગ્રી સર્ટિફિકેટ માટે જે ફોર્મ ભરાવવામાં આવતું હોય છે. તેમાં કુરિયરનું ઓપ્શન આપવામાં આવતું હોય છે. અને કુરિયર થકી વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિ પહોંચાડવામાં આવતા હોય છે. પરંતુ આ ઓપ્શન પસંદ કરનારા લોકો સુધી હજુ સુધી સર્ટિફિકેટ પહોંચ્યા જ નથી. જેને પગલે આગળ એડમિશન લેવા માંગતા કે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી બની છે. વિદ્યાર્થીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે આખરે સર્ટિફિકેટ માટે ઊંચી ફી વસૂલ્યા બાદ પણ શા માટે તેમને સમયસર સર્ટિફિકેટ આપવામાં નથી…

ભાજપના જિલ્લા પ્રમુખો નવી નિમણૂંક આગામી સપ્તાહમાં જાહેર! જુના પ્રમુખો રિપીટ કે પછી થશે નવી નિમણૂક?

B india ગાંધીનગર : ભાજપના જિલ્લા પ્રમુખો નિયુક્તિને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. જેમાં ભાજપે 580 ગુજરાતમાં મંડલ પ્રમુખોની નિયુક્તિ કરી દીધી છે. હવે સૌ કોઈની નજર ગુજરાતના 33 જિલ્લા પ્રમુખો અને આઠ મહાનગરપાલિકા એમ કુલ 41 પ્રમુખોની નિયુક્તિ પર મીટ મંડાઇ રહી છે. જેની જાહેરાત ક્યારે થશે. તે અંગે સૌ કોઈ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યું છે. ભાજપના જિલ્લા પ્રમુખો નિયુક્તિ આગામી સપ્તાહમાં થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કેમકે અગાઉ એવું હતું કે, 10 જાન્યુઆરી સુધીમાં ભાજપ 33 જિલ્લા અને આઠ મહાનગરપાલિકાના સંગઠન પ્રમુખોની નિયુક્તિ પૂર્ણ કરી દેશે. પરંતુ ભાજપના શહેર પ્રમુખો અને જિલ્લા પ્રમુખોની નિયુક્તિ ઘોંચમાં પડી હતી, એટલા માટે નિયુક્તિ પ્રક્રિયામાં વિલંબ થયો હતો. વિલંબ એવા માટે થયો હતો કેમ કે,…

Champions Trophy: ભારતીય ટીમ પોતાની સ્ક્વોડમાં કરી શકે છે ફેરફાર? આ અંતિમ તારીખ………..

ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં મોહમ્મદ સિરાજ અને સૂર્યકુમાર યાદવને જગ્યા મળી નથી. બંને ગત વર્ષે વન ડે વર્લ્ડ કપ ટીમનો ભાગ હતા. ભારતીય ફેન્સ માટે સૌથી સારી ખબર જસપ્રીત બુમરાહની વાપસી છે. ભારતના આ સ્ટાર પેસરને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજા થઈ હતી. બુમરાહ પીઠમાં ઈજાના કારણે છેલ્લી ટેસ્ટની બીજી ઈનિંગમાં બોલિંગ પણ કરી શક્યો નહોતો. બુમરાહની ટીમમાં વાપસી સારા સંકેત છે. પરંતુ તેની ફિટનેસને લઈને હજુ પણ ચિંતા છે. -> ભારતીય ટીમ કરી શકે છે 11 ફેબ્રુઆરી સુધી ફેરફાર :- ભારત પોતાની સ્ક્વોડની જાહેરાત 11 ફેબ્રુઆરીએ કરશે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે અંતિમ ટીમ 11 ફેબ્રુઆરી સુધી આઈસીસીને સોંપવાની છે. લાંબી રાહ બાદ ભારતીય ટીમની જાહેરાત તો થઈ ગઈ,…

ભારતીય સમય પ્રમાણે રાત્રે 10 વાગ્યે ડોનાલ્ડ ટ્રમ્પ લેશે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ, જાણો સમગ્ર કાર્યક્રમ

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. સત્તાવાર શપથ ગ્રહણ સમારોહ 20 જાન્યુઆરી, 2025 ના રોજ બપોરે 12 વાગ્યે (ભારતીય સમય મુજબ લગભગ 10:30 વાગ્યે) થશે. યુએસ ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સ ટ્રમ્પને તેમના બીજા કાર્યકાળ માટે પદના શપથ લેવડાવશે. આ સમય દરમિયાન તે બે બાઇબલનો ઉપયોગ કરશે. આમાંથી એક તેમને તેમની માતા દ્વારા ભેટ તરીકે આપવામાં આવ્યું હતું, જ્યારે બીજું લિંકન બાઇબલ હશે. –> શપથ ગ્રહણ સમારોહનું સમયપત્રક (20 જાન્યુઆરી) : સવારે 5 વાગ્યે: ​​ઉપસ્થિત લોકો માટે નેશનલ મોલમાં સુરક્ષા સ્ક્રીનિંગ શરૂ થશે. 9:30 a.m.: કેપિટોલના વેસ્ટ લૉન પર લાઇવ પર્ફોર્મન્સ થશે, જેમાં કેરી અંડરવુડ ‘અમેરિકા ધ બ્યુટીફુલ’ ગાશે. ચૂંટાયેલા પ્રમુખ અને તેમનો પરિવાર વ્હાઇટ હાઉસ નજીક જોન્સ એપિસ્કોપલ ચર્ચમાં સેવાઓમાં હાજરી આપશે. વ્હાઇટ હાઉસમાં…

દ્વારકામાં તંત્રનું મેગા ડિમોલેશન, 525 જેટલા ગેરકાયદેસર દબાણો કરાયા દૂર

B india દ્વારકા : દ્વારકામાં તંત્ર દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આઠ દિવસથી તંત્ર દ્વારા અલગ-અલગ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામને લઈ દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેમાં 8 દિવસમાં 525 ગેરકાયદે બાંધકામ દૂર કરાયા છે અને 73.50 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઇ છે. -> 8 દિવસમાં 525 ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા :- દ્વારકા,બેટ દ્વારકા, ઓખામાં 8 દિવસ ચાલેલા મેગા ડીમોલેશમાં કુલ 525 બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. અને રૂ.73.50 કરોડની કિંમતની 1,27,917 સ્કે.મીટર સરકારી જમીન ખુલ્લી કરાઇ છે. 8 દિવસ સુધી ચાલેલા મેગા ડીમોલેશનમાં 1 હજાર પોલીસ કર્મચારી એસ.આર.પી જવાનોની ટીમ ખડેપગે રહી હતી. હજુ પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામને નોટિસ આપવામાં આવી છે. દેશમાં ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા…

સત્તા સંભાળ્યા પછી તરત 100 ફાઇલો પર હસ્તાક્ષર કરી શકે છે ટ્રમ્પ, એપ્રિલમાં ભારતની મુલાકાત લે તેવી પણ સંભાવના

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિપદના શપથ લેવા જઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ એક ખાસ વિમાન દ્વારા વોશિંગ્ટન પહોંચી ચુક્યા છે, જ્યાં તેમણે નવા રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળવાનો છે. તેમની સાથે તેમની પત્ની મેલાનિયા અને પુત્ર બેરોન પણ હાજર છે. સત્તામાં આવ્યા પછી તરત જ તેઓ ઓછામાં ઓછી 100 એવી ફાઇલો પર હસ્તાક્ષર કરશે જે ફક્ત અમેરિકામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી શકે છે. શપથ ગ્રહણ પછી તરત જ તેઓ વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કરશે. તેમના ઓવલ ઓફિસ ડેસ્ક પર 100 થી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર તેમની રાહ જોતા હશે, જે તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. જેથી તેઓ સમય બગાડ્યા વિના તેમનો બીજો કાર્યકાળ શરૂ કરી શકે. અમેરિકાના નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ…

મહાકુંભ પર ‘મન કી બાત’માં બોલ્યા પીએમ મોદી ‘હજારો વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ક્યાંય પણ ભેદભાવ કે જાતિવાદ નથી’

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે હજારો વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ક્યાંય પણ ભેદભાવ કે જાતિવાદ નથી. ભારતના દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમથી લોકો અહીં આવે છે. કુંભમાં અમીર અને ગરીબ બંને એક થાય છે. એક તરફ પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક અને હરિદ્વારમાં કુંભનું આયોજન કરવામાં આવે છે, તેવી જ રીતે દક્ષિણ પ્રદેશમાં ગોદાવરી, કૃષ્ણા, નર્મદા અને કાવેરી નદીઓના કિનારે પુષ્કરમનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે, કુંભકોનમથી તિરુક્કડ-યુર, કૂડ-વાસલથી તિરુચેરાઈ સુધી, એવા ઘણા મંદિરો છે જેની પરંપરાઓ કુંભ સાથે જોડાયેલી છે. ‘કુંભ’, ‘પુષ્કરમ’ અને ‘ગંગા સાગર મેળો’ – આપણા આ તહેવારો એવા તહેવારો છે જે આપણા સામાજિક આદાનપ્રદાન, સંવાદિતા અને એકતાને વધારે છે. ગયા વર્ષે અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક પર…

સૈફ અલી ખાનના ઘરમાં ઘુસી, હુમલો કરનાર આરોપી સુધી કઇ રીતે પહોંચી પોલીસ, જાણો ઇનસાઇડ સ્ટોરી

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરનાર આરોપીની મુંબઈ પોલીસે થાણે પશ્ચિમ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. પોલીસે રાત્રે 2-3 કલાકે આરોપીની ધરપકડ કરી હતી. આ માટે પોલીસે 100 અધિકારીઓની ટીમ બનાવી હતી. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં આરોપીના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. પોલીસને જણાવ્યું કે તેનું નામ મોહમ્મદ સજ્જાદ છે. -> ઘટના બાદ આરોપીએ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો :- ગુનો કર્યા બાદ આરોપીએ તેનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આ પછી તેણે પોતાનો ફોન સ્વીચ ઓન કર્યો અને કોલ કર્યો. વાતચીત પૂરી થયા બાદ તેણે ફરી પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. જ્યારે પણ તે બજારમાં અથવા રસ્તામાં સીસીટીવી ફૂટેજ જોતો ત્યારે આરોપી પોતાનો ચહેરો છુપાવતો…

વડોદરામાં ઠગબાજો બેફામ,નકલી પોલીસની ઓળખ આપી યુવકનું કરાયું અપહરણ

B india વડોદરા : વડોદરાનાં કપુરાઈ પોલીસે 3 નકલી પોલીસનો પર્દાફાશ કર્યો છે. નકલી પોલીસે યુવકનું અપહરણ કરી રૂપિયા 10 લાખની માંગણી કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. જેમાં નકલી પોલીસે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચમાંથી આવીએ છીએ તેમ કહી રૂપિયાની માગ કરી હતી. પરંતુ પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડયા છે. -> યુવકનું કરાયું હતું અપહરણ :- નકલી પોલીસે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી અને યુવકનું અપહરણ કર્યુ હતું. આશિક મુલ્લાનું અપહરણ કરી અમદાવાદ લાવ્યા અને ખોટા કેસ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ પહેલા રૂપિયા 1.45 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા. કપુરાઈ પોલીસે CCTVના આધારે આરોપીને ઝડપી પાડયા હતા. જેમાં જય મેતીયા, ચિરાગ ચાવડા, મોહમ્મદ મેમણની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ખોટા કેસમાં તને…

હવે ટૂંક સમયમાં વંદે ભારત સ્લીપર ટ્રેન દોડશે, અમદાવાદ-મુંબઈ વચ્ચેનો ટ્રાયલ રન સફળ, અહીં જાણો ખાસિયત…

B india અમદાવાદ : અમદાવાદ-મુંબઈ વચ્ચેની વંદે ભારત સ્લીપર ટ્રેનનો ટ્રાયલ રન સફળ રહ્યો છે. હવે ટૂંક સમયમાં આધુનિક સુવિધાઓ સાથે વંદે ભારત સ્લીપર ટ્રેન દોડશે. આ ટ્રેનની ટ્રાયલ રન અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે કરવામાં આવી હતી, જેણે 6 કલાક 21 મિનિટમાં મુસાફરી પૂરી કરી હતી. ટ્રેન સરેરાશ 130 કિલોમીટર પ્રતિ કલાક અને મહત્તમ 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી હતી. બુધવારે આ ટ્રેન અમદાવાદથી સવારે 7:30 વાગ્યે ઉપડી અને બપોરે 1:50 વાગ્યે મુંબઈ પહોંચી હતી. આ ટ્રેન મુંબઈથી બપોરે 2:45 વાગ્યે ઉપડી અને રાત્રે 9 વાગ્યે અમદાવાદ પહોંચી હતી. રાજસ્થાનમાં ટ્રાયલ રન કર્યા બાદ તેનું અમદાવાદમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. શુક્રવારે, ટ્રેનને ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) માં પરત મોકલવામાં આવી હતી, જ્યાં RDSO ની સૂચનાઓ અનુસાર…