વિશ્વ પુસ્તક દિવસ: શા માટે ફક્ત 23 એપ્રિલે જ ઉજવાય છે? જાણો ઈતિહાસ, મહત્વ અને ઉજવણીનો ઉદ્દેશ
આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિવસ (World Book and Copyright Day) ઉજવવામાં આવી રહ્યો છે. યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત આ દિવસનું મુખ્ય ઉદ્દેશ છે – વાંચનની સંસ્કૃતિનો પ્રચાર, પુસ્તકો માટેનો પ્રેમ અને કોપીરાઈટના મહત્ત્વ અંગે જાગૃતિ લાવવી. પણ એક સવાલ મોટાભાગના વાચકો અને વિદ્યાર્થીમિત્રોના મનમાં આવે છે: વિશ્વ પુસ્તક દિવસ ફક્ત 23 એપ્રિલે જ કેમ ઉજવાય છે? શા માટે 23 એપ્રિલ? જાણો ઈતિહાસ પાછળની વાર્તા 1995માં યુનેસ્કોએ 23 એપ્રિલને ‘વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ’ તરીકે જાહેર કર્યો હતો. આ તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે એ દિવસે બે વિશ્વવિખ્યાત સાહિત્યકારોનાં અવસાન થયાં હતાં (1)વિલિયમ શેક્સપિયર (મહાન અંગ્રેજી નાટકાર અને કવિ) – અવસાન: 23 એપ્રિલ 1616 (2)મિગેલ ડી સર્વાંટેસ (Don Quixoteના સ્પેનિશ લેખક) – અવસાન: 23…
અંક જ્યોતિષ/23 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
પંચાંગ :23 એપ્રિલ 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી દશમી (દશમ) 04:46 PM નક્ષત્ર ધનિષ્ઠા 12:08 PM કરણ : વિષ્ટિ ભદ્ર 04:46 PM ભાવ 04:46 PM પક્ષ કૃષ્ણ યોગ શુક્લ 06:50 PM દિવસ બુધવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:48 AM ચંદ્રોદય +03:19 AM ચંદ્ર રાશિ કુંભ સૂર્યાસ્ત 06:51 PM ચંદ્રાસ્ત 02:03 PM ઋતું ગ્રીષ્મ હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5127 દિન…
રાશિફળ/223એપ્રિલ 2025: કઈ રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું અને કોનો દિવસ રહેશે શુભ? જાણો આજનું રાશિફળ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમને પ્રેરણા આપતી લાગણીઓને ઓળખજો. ભય, શંકા, ગુસ્સો, લાલચ વગેરે જેવી નકારાત્મક લાગણીઓને તમારે છોડી દેવી જોઈએ, કેમ કે આ લાગણીઓ લોહચુંબકની જેમ કામ કરે છે, તમને જે જોઈએ છે તેનાથી વિરૂદ્ધ બાબતને તેઓ આકર્ષે છે. ધન ના મહત્વ ને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજ ના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે…
પહેલગામ આતંકી હુમલો: પ્રવાસીઓને ધર્મના આધારે ટારગેટ, 26નાં મોત, TRFએ જવાબદારી લીધી, NIA તપાસ કરશે
જમ્મુ-કાશ્મીરના સૌંદર્યમય તટસ્થ અને શાંતિપ્રિય વિસ્તારોમાંથી ગણાતા પહેલગામના બ્યાસરણ ખીણમાં મંગળવારના રોજ થયો આતંકવાદી હુમલો દેશભરમાં ભય અને શોકનો માહોલ પેદા કરી ગયો છે. પ્રવાસીઓ પર ધર્મના આધારે નિશાન સાધી થયેલા ગોળીબારમાં 26 લોકોનાં મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલાને 2019ના પુલવામા હુમલા પછીનો સૌથી મોટો નાગરિકોને ટારગેટ કરેલો આતંકી હુમલો માનવામાં આવી રહ્યો છે. ઘટનાની વિગતવાર સમજાવટ ઘટના બપોરે 3 વાગ્યાની આસપાસ ઘટી હતી, જ્યારે ઘણા પ્રવાસીઓ બ્યાસરણ ખીણમાં ઘોડાસવારી, પિકનિક અથવા ખાવાની જગ્યાઓ પાસે સમય વિતાવી રહ્યા હતા. અચાનક સૈન્યના વસ્ત્રોમાં સજ્જ સશસ્ત્ર આતંકીઓ ઘાસના મેદાનમાં ઘૂસ્યા. તેઓએ લોકોને તેમની ઓળખ બતાવવા માટે કહ્યું અને ધર્મ પુછ્યો. ઓળખ ચકાસ્યા બાદ, પસંદગીના આધારે કેટલાક પ્રવાસીઓ પર ગોળીબાર શરૂ કર્યો.…
IPL 2025: કેએલ રાહુલના રેકોર્ડ બ્રેક ઈનિંગ સાથે દિલ્હી કેપિટલ્સનો છઠ્ઠો વિજય
IPL 2025ની એક વધુ રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટે હરાવી દીધું છે. આ સાથે દિલ્હીએ આ સિઝનમાં પહેલી આઠ મેચમાંથી છ વિજય મેળવી લીધા છે, જે અગાઉ 2009, 2012, 2020 અને 2021માં પણ થઇ ચૂક્યું છે — અને હંમેશાં ટીમે પ્લેઓફ સુધી યાત્રા કરી છે. મેચની ખાસ વાતો: લખનૌએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 159 રન બનાવ્યા એડન માર્કરામની 52 રનની અડધી સદી, મિશેલ માર્શના 45 રન દિલ્હી તરફથી મુકેશ કુમારના 4 વિકેટ લખનૌના બોલર્સ સામે દિલ્હીએ માત્ર 17.5 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું કેએલ રાહુલની ઇતિહાસ રચતી બેટિંગ: કેએલ રાહુલે 42 બોલમાં 57 રન સાથે IPLમાં સૌથી ઝડપથી 5000 રન પૂરા કર્યા. તેણે માત્ર 130 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે,…
પોપ ફ્રાન્સિસના નિધનથી સમગ્ર વિશ્વમાં શોકનું મોજું, ભારતમાં ત્રણ દિવસ રાજકીય શોક
ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું સોમવારે સવારે અવસાન થયું. તેમના નિધનના સમાચારથી સમગ્ર વિશ્વમાં શોકનું મોજું ફરી વળ્યું. ભારતમાં પણ તમામ રાજકીય અને સામાજિક આગેવાનોએ ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ભારત સરકારે પોપ ફ્રાન્સિસના માનમાં ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, આ સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે અને કોઈ પણ સત્તાવાર મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે નહીં. 22 થી 24 એપ્રિલ રાજકીય શોક ત્રણ દિવસનો શોક સમયગાળો મંગળવાર, 22 એપ્રિલથી શરૂ થશે અને 24 એપ્રિલ સુધી ચાલશે. પૂર્વનિર્ધારિત રાજ્ય શોક 22 અને 23 એપ્રિલના રોજ મનાવવામાં આવશે, જ્યારે પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારના દિવસે શોકનો એક વધારાનો દિવસ ઉમેરવામાં આવશે. આ નિર્ણય તેમના અને તેમના…
અંક જ્યોતિષ/22 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…















