અમિત શાહ ઓપરેશન સિંદુર બાદ આવશે ગુજરાત પ્રવાસે: જાણો બે દિવસના કાર્યક્રમની વિગત
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ ઓપરેશન સિંદુરની સફળતા બાદ પહેલીવાર ગુજરાતના બે દિવસી પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ સહકાર ક્ષેત્રના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે અને મહિલાઓના આર્થિક સશક્તિકરણથી લઈને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રના વિકાસકરતાં કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રથમ દિવસ – 6 જુલાઈ 2025 – 102મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી સ્થળ: મહાત્મા મંદિર, ગાંધીનગર સમયે: સવારે 10:00 કલાકે કાર્યક્રમમાં દેશભરના સહકારી સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહેશે. – દૂધ ઉત્પાદક મહિલાઓ સાથે બેઠક – બનાસકાંઠા સ્થળ: ચાંગડા ગામ સમયે: બપોરે 2:00 કલાકે શૂન્ય ટકાવારી વ્યાજના RuPay કાર્ડનું વિતરણ કરવામાં આવશે. સહકારી પાયલોટ પ્રોજેક્ટની મુલાકાત પણ થશે. – પંચામૃત ડેરી મુલાકાત અને બેઠક – ગોધરા સ્થળ: મહુલિયા ગામ સમયે: સાંજે 5:00 કલાકે રાજ્યની જિલ્લા…
નક્સલવાદ વિરુદ્ધ થયેલી મોટી કાર્યવાહી પર PM મોદીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું…?
છત્તીસગઢના બીજાપુર જિલ્લાના કરેગુટ્ટા ટેકરી વિસ્તારમાં 21 દિવસ સુધી ચાલેલા સંયુક્ત ઓપરેશનમાં સુરક્ષા દળોએ 31 કુખ્યાત નક્સલીઓને ઠાર માર્યા હતા. આ નક્સલીઓમાં 17 મહિલા અને 14 પુરુષનો સમાવેશ થાય છે. આ અભૂતપૂર્વ સફળતાથી સમગ્ર દેશમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નક્સલવાદ વિરુદ્ધના આ સફળ ઓપરેશન અંગે ખુશી વ્યક્ત કરતા ટ્વીટ કર્યું હતું કે, “આ ઓપરેશન સાબિત કરે છે કે નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાખવાનું ભારતનું અભિયાન યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે.” તેમણે ઉમેર્યું કે સરકાર નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવા અને તે વિસ્તારોને વિકાસના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઓપરેશન અંગે ટ્વીટ કરીને સુરક્ષા દળોને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું, “નક્સલ મુક્ત ભારતના સંકલ્પમાં…
તમે પણ જાણો છો આ ફૂડ કોમ્બિનેશન વિષે, જે સ્વાસ્થ્ય માટે છે ખતરનાક, જાણો અહીં…?
આજના સમયમાં પોષણ, ડાયટિંગ અને ફિટનેસ અંગે વધી રહેલી જાગૃતિ વચ્ચે આપણે ઘણીવાર એવા ફૂડ કોમ્બિનેશન અપનાવી લેતા હોઈએ છીએ જે આયુર્વેદ અનુસાર સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. દેખાવમાં સામાન્ય લાગતા કેટલાક ખોરાક સાથેનો સંયોજન શરીરમાં ઝેરી તત્વો (toxins) પેદા કરી શકે છે અને લાંબા ગાળે ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. આયુર્વેદ એક પ્રાચીન વિજ્ઞાન છે જે માનવે પાચનશક્તિ, તાસીર અને તત્વોના સંતુલનને આધાર બનાવે છે. તેના અનુસાર કેટલાક ખોરાક એકસાથે લેવાનું ટાળવું જોઈએ. ચાલો જાણીએ એવા જ જોખમભર્યા ફૂડ કોમ્બિનેશન વિશે: દૂધ અને ફળ: દેખાવમાં હેલ્ધી, પરંતુ… બહુ લોકોએ દૂધ સાથે ફળો વાપરીને સ્મૂધી કે શેક બનાવવાની ટેવ હોય છે. પરંતુ આયુર્વેદના જણાવ્યા મુજબ, દૂધ – “શીતલ અને ભારે” તાસીર ધરાવે છે ફળ…
રાશિફળ/14 મે 2025: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારી લાગણીઓ પર અંકુશ રાખજો ખાસ કરીને ગુસ્સો. જો તમે છાત્ર છો અને વિદેશ માં જયી ને ભણતર કરવા માંગતા હોવ તો ઘર ની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે. સંબંધીઓ સાથે વિતાવેલો સમય તમારા લાભમાં રહેશે. કોઈ પિકનિક સ્પૉટની મુલાકાત લઈ તમે તમારૂં પ્રેમ જીવન ઝળકાવી શકો છો. સાવધાનીપૂર્વક પગલાં લેવાનો દિવસ- આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે…
અંક જ્યોતિષ/14 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
પંચાંગ :14 મે 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી દ્વિતિયા (બીજ) +02:31 AM નક્ષત્ર અનુરાધા 11:47 AM કરણ : તૈતુલ 01:37 PM ગરજ 01:37 PM પક્ષ કૃષ્ણ યોગ પરિઘ 06:32 AM દિવસ બુધવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:31 AM ચંદ્રોદય 08:51 PM ચંદ્ર રાશિ વૃશ્ચિક સૂર્યાસ્ત 07:03 PM ચંદ્રાસ્ત 06:10 AM ઋતું ગ્રીષ્મ હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5127 દિન અવધિ…
ભારત-પાકિસ્તાન: રાજદ્વારી તણાવ ચરમસીમાએ, હવે પાક.એ રાજદ્વારીઓને “પર્સોના નોન ગ્રેટા” જાહેર કર્યો
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં વધુ એક કડકો વળાંક આવ્યો છે. જાસૂસીમાં સંડોવણીના આરોપોને આધારે, બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને “પર્સોના નોન ગ્રેટા” જાહેર કરી, તેમને 24 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ રાજદ્વારી નિર્ણયથી બંને દેશોની રાજકીય વાતચીતમાં તીવ્ર તણાવ જોવા મળી રહ્યો છે. ઘટનાઓની શરુઆત ભારત તરફથી થઈ હતી, જ્યારે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત એક અધિકારીને ભારત સરકાર દ્વારા “પર્સોના નોન ગ્રેટા” જાહેર કરવામાં આવ્યા. વિદેશ મંત્રાલયે આ અંગે જણાવ્યું કે તે અધિકારી ભારતમાં તેમના સત્તાવાર પદ સાથે સુસંગત પ્રવૃત્તિઓ કરતા નહોતા અને કથિત રીતે જાસૂસી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના ચાર્જ ડી’અફેર્સને તાત્કાલિક બોલાવીને આ નિર્ણયની જાણ કરી અને સંબંધિત અધિકારીને 24 કલાકની અંદર દેશ છોડવા આદેશ કર્યો.…
અમદાવાદમાં પાલતું રોટવીલરનો કહેર, 4 મહિનાની બાળકીનું કરુણ મોત
અમદાવાદ શહેર ફરી એક વાર પાલતું શ્વાનના ખતરનાક હુમલાના કારણે દુઃખદ ઘટનાનું સાક્ષી બન્યું છે. શહેરના હાથીજણ સર્કલ નજીક આવેલી રાધે રેસિડેન્સી સોસાયટીમાં રાત્રિના સમયે એક પાલતું રોટવીલર શ્વાન 4 મહિનાની બાળકી પર તૂટ પડ્યું અને તેણે બાળકીને ફાડી નાંખી. ગંભીર ઇજાઓને કારણે બાળકીનું સ્થળ પર જ મોત થયું છે. CCTVમાં કેદ દુર્ઘટના: યુવતી ફોનમાં ગૂમ, રોટવીલર છટકી ગયો સોસાયટીના પાર્કિંગમાં થઈ હતી આ હ્રદયવિદ્રાવક ઘટના, જે CCTV કેમેરામાં પણ કેદ થઈ છે. મળતી માહિતી અનુસાર, બાળકીને તેની માસી રાત્રે લપસવા બહાર લાવ્યા હતા ત્યારે એક યુવતી ફોનમાં વાત કરતી હતી અને તેની પાસે શ્વાન હતો. શ્વાન લીસમાંથી છટકી ગયેલું હતું અને તરત જ માસી અને બાળકી પર હુમલો કરી દીધો હતો. બાળકીને ફાડી ખાધી, માસીને…
મોહમ્મદ શમી: ટેસ્ટ નિવૃત્તિના ખોટા સમાચાર પર ફાટી પડ્યો બોલર, કહ્યું – મેં હજુ રમવાનું બંધ કર્યુ નથી!
ભારતીય ક્રિકેટ ફેન્સ માટે છેલ્લો અઠવાડિયો લાગાતાર મોટાં સમાચાર સાથે ભરેલો રહ્યો છે. પહેલા 7 મેના રોજ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી અને ત્યારબાદ 12 મેના રોજ વિરાટ કોહલીએ પણ પોતાના ટેસ્ટ કરિયરનો અંત જાહેર કર્યો. આ બંને દિગ્ગજોના નિર્ણયથી ભારતના ટેસ્ટ ક્રિકેટ ભવિષ્ય અંગે ચર્ચા ગરમ બની છે. આ વચ્ચે કેટલાક મીડિયા હાઉસેઝે એવી ખોટી અફવા ફેલાવી કે મોહમ્મદ શમી પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે. આ ખોટી માહિતીથી શમી ખૂબ નારાજ થયો અને તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મારફતે સ્પષ્ટ જવાબ આપ્યો કે તેઓ હજુ નિવૃત્ત થયેલા નથી અને આવી ખોટી અફવાઓ ન ફેલાવવામાં આવે. શમીનો તીખો પ્રહાર મોહમ્મદ શમીએ પોતાની સ્ટોરીમાં લખ્યું: “મને મારા રિટાયરમેન્ટ વિશે ખબર નહિ અને તમારા જેવા…
પંજાબ: ઝેરી દારૂથી 21 લોકોના મોત, 10ની ધરપકડ, અનેક અધિકારીઓ સસ્પેન્ડ
પંજાબના અમૃતસર જિલ્લાના માજીઠા વિસ્તારમાં બનેલી ઝેરી દારૂ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે. અત્યાર સુધીમાં ઝેરી દારૂ પીવાથી 21 લોકોના મૃત્યુ થયાનું પુષ્ટિ થઈ છે, જ્યારે 10 લોકો હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે. દુર્ઘટનાના દ્રશ્યો હ્રદયવિદ્રાવક છે. કોઈએ પતિ ગુમાવ્યો, કોઈએ દીકરો, તો કોઈએ પિતા. સમગ્ર માજીઠા વિસ્તારમાં શોક અને આંસુઓનું માહોલ છવાઈ ગયો છે. 10 આરોપીઓ ઝડપાયા, પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ ઘટનાની તપાસમાં જડપાઈ આવેલા મુખ્ય આરોપીઓમાં સાહિબ સિંહ, પ્રભજીત સિંહ, કુલબીર સિંહ, નિંદર કૌર, ગુરજંત સિંહ, અરુણ ઉર્ફે કાલા, સિકંદર સિંહ ઉર્ફે પપ્પુ, તેમજ લુધિયાણાના સાહિલ કેમિકલ્સના માલિક પંકજ કુમાર ઉર્ફે સાહિલ અને અરવિંદ કુમારનો સમાવેશ થાય છે. પોલીસે તાત્કાલિક પગલાં લેતાં માજીઠાના ડીએસપી અમોલક સિંહ અને…
















