જેતપુરમાં પતિએ કરી પત્નીની હત્યા, અનૈતિક સંબંધોને લઈને થતાં હતા અવારનવાર ઝગડા

B INDIA જેતપુર : જેતપુરમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. બળદેવ ધાર વિસ્તારમાં રહેતા ફિરોઝ હારુનભાઈ મડમના નિકાહ મહારાષ્ટ્ના પુના ગામની શબનમ સાથે દસેક વર્ષ પૂર્વે થયા હતાં. દસ વર્ષના લગ્ન જીવનમાં ફિરોઝ અને શબનમ એક પુત્ર અને પુત્રીના માતા-પિતા બન્યા. નિકાહના પાંચેક વર્ષ સુધી ઘર સંસાર સારી રીતે ચાલ્યો પરંતુ ત્યારબાદ બંને વચ્ચે નાની નાની બાબતે ખટરાગ શરૂ થયો હતો. છેલ્લા કેટલાક સમયથી ફિરોઝને પત્નીના વર્તન પર શંકા ગઈ. ફિરોઝને લાગતું હતું કે, તેની પત્ન શબનમના અન્ય કોઈ સાથે સંબંધ છે. આ બાબતને લઈને પતિ-પત્નિ વચ્ચે અનેક વખત ઝગડાઓ થયા. પત્નીના અનૈતિક સંબંધને લઈને ફિરોઝે અનેક વખત શબનમની પૂછપરછ પણ કરતો ત્યારે વચ્ચે બંને ખાસ્સી બોલાચાલી હતી. શબનમ પાંચેક મહિના પૂર્વે સંતાનોને…

ગુજરાતી કઢી: તમે ભાત સાથે ગુજરાતી કઢી સ્વાદ સાથે ખાશો, આ રીતે બનાવો, ભોજનનો સ્વાદ બમણો થઈ જશે

ગુજરાતી કઢી પસંદ કરનારા લોકોની કોઈ કમી નથી. ગુજરાતી કઢી, જે તેના મીઠા અને ખાટા સ્વાદ માટે જાણીતી છે, તેને બપોરના ભોજન કે રાત્રિભોજન માટે સરળતાથી તૈયાર કરી શકાય છે. અહીં કઢીની ઘણી જાતો લોકપ્રિય છે, ગુજરાતી કઢી પણ આ યાદીમાં સામેલ છે. આ કઢી દહીં અને ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે અને તેને ખીચડી અથવા ભાત સાથે પીરસવામાં આવે છે.જો તમને ગુજરાતી ભોજનનો સ્વાદ ગમે છે તો તમે ચોક્કસપણે ગુજરાતી કઢી અજમાવી શકો છો. આ કરીની ખાસિયત એ છે કે બાળકો પણ તેને સ્વાદથી ખાય છે. ચાલો જાણીએ ગુજરાતી કઢી બનાવવાની રીત. ગુજરાતી કઢી બનાવવા માટેની સામગ્રી ૨ કપ દહીં (ખાટું) ૪ ચમચી ચણાનો લોટ ૬ કપ પાણી ૧/૨ ચમચી હિંગ ૧ ચમચી મીઠું ૧…

સૈફ રૂમમાં પહોંચ્યો ત્યારે તેણે પોતાના દીકરાને રડતો સાંભળ્યો: હુમલાખોરે કરીનાની સામે તેને છરી મારી; અભિનેતાએ હુમલાની ઘટના વર્ણવી

હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ અભિનેતા સૈફ અલી ખાને પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. અભિનેતાએ 15 જાન્યુઆરીની મોડી રાત્રે તેમના ઘરમાં શું બન્યું તે વર્ણવ્યું છે. તેમણે જણાવ્યું કે આરોપી તેમના પુત્ર જેહના રૂમમાં ઘૂસી ગયો હતો અને જ્યારે તેમણે તેમના પુત્રના રડવાનો અને સંભાળ રાખનારની ચીસોનો અવાજ સાંભળ્યો, ત્યારે તેઓ તરત જ તેમના રૂમમાં દોડી ગયા જ્યાં હુમલાખોર છરી લઈને ઉભો હતો. -> સૈફે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું :- ૧૬ જાન્યુઆરીના રોજ, એક ચોર સૈફના ઘરમાં ઘૂસી ગયો અને તેના પર છરીથી હુમલો કર્યો. આ ઘટનામાં સૈફને શરીર પર પાંચ જગ્યાએ ઈજાઓ થઈ હતી અને ડોક્ટરોએ તેની કરોડરજ્જુ પર સર્જરી કરીને છરીનો ટુકડો કાઢી નાખ્યો હતો. હવે મુંબઈની બાંદ્રા પોલીસે અભિનેતાનું સત્તાવાર નિવેદન નોંધ્યું…

નેહા ધૂપિયા એથનિક લુક: અભિનેત્રી નેહા ધૂપિયાનો સુંદર કાળો લહેંગા જોઈને ચાહકોએ કહ્યું- વાહ! ફોટા જુઓ

બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયાએ સોશિયલ મીડિયા પર તેના ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર કાળા લહેંગામાં જોવા મળી રહી છે. આ લહેંગાએ બધાનું ધ્યાન ખેંચ્યું. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ ફોટામાં, નેહાનો ગ્લેમરસ સ્ટાઇલ અને લહેંગાની અનોખી કારીગરી બંને ચર્ચાનો વિષય છે. તમને જણાવી દઈએ કે, નેહાના કાળા લહેંગાને ખાસ મિરર વર્ક અને રંગબેરંગી દોરાથી સુંદર ભરતકામથી શણગારવામાં આવ્યો હતો. લહેંગા પરની ડિઝાઇન અને તેમાં વપરાતા ચમકતા કાચ તેને વધુ આકર્ષક બનાવતા હતા. રંગબેરંગી દોરાથી કરવામાં આવેલી ભરતકામથી લહેંગામાં પરંપરાગત અને આધુનિક સ્પર્શ ઉમેરાયો છે. આ લહેંગા સાથે, તેણીએ મેચિંગ બ્લેક બ્લાઉઝ પહેર્યું હતું, જેમાં મિરર વર્કનો પણ ખૂબ જ જટિલ ઉપયોગ કરવામાં આવ્યો હતો. દુપટ્ટાની વાત કરીએ તો, તેના પરનું હળવું…

રાજયમાં પવન સાથે ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ, જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું

B INDIA અમદાવાદ : રાજયમાં 4-5 દિવસનાં રાહત બાદ ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે, સાથે સાથે ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે.જેમાં નલિયામાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે તેવી આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે,રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. જેના કારણે મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. -> કયાં કેટલું તાપમાન? :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 14.2 ડિગ્રી, ગાંધીનગરમાં 11.8 ડિગ્રી,રાજકોટમાં 12.1 ડિગ્રી, કેશોદમાં 12.4 ડિગ્રી,ભુજમાં 13.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13.8 ડિગ્રી,કંડલા અને ડીસામાં 13.9 ડિગ્રી,અમરેલીમાં 14 ડિગ્રી, પોરબંદરમાં 14.7 ડિગ્રી,મહુવામાં 14.8 ડિગ્રી, વડોદરામાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હવામાન વિભાગની…

પાકિસ્તાન-બાંગ્લાદેશની વધતી નિકટતા ભારત માટે બની શકે છે ચિંતાનું કારણ

શેખ હસીનાની સરકારના પતન પછી બાંગ્લાદેશમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી રહ્યા છે. હવે બાંગ્લાદેશ પાકિસ્તાનની નજીક આવતું દેખાય છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મિત્રતા દક્ષિણ એશિયામાં સંતુલન બદલી રહી હોય તેવું લાગે છે. બંને દેશો વચ્ચે મિત્રતાના નવા સમીકરણો રચાઈ રહ્યા છે. ઉપરાંત, બાંગ્લાદેશ હવે પાકિસ્તાન સાથેના તેના રાજકીય, લશ્કરી અને અન્ય મતભેદોને ઉકેલવામાં વ્યસ્ત છે. આ બે પડોશી દેશોની નિકટતાએ ભારતની ચિંતાઓ વધારી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર દેશને ભારતના પ્રભાવથી દૂર કરવામાં વ્યસ્ત છે. -> ISI ચીફ બાંગ્લાદેશની મુલાકાતે :- પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના વડા લેફ્ટનન્ટ જનરલ આસિફ મલિક બાંગ્લાદેશની મુલાકાતે છે. ISI ચીફની મુલાકાતના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયાની શરૂઆતમાં મંગળવારે બાંગ્લાદેશના ઉચ્ચ કક્ષાના લશ્કરી…

મહારાષ્ટ્રમાં 3 નાયબ મુખ્યમંત્રી હશે, અને ત્રીજા ડે.સીએમ એકનાથ શિંદેની શિવસેનામાંથી હશેઃ સંજય રાઉત

શિવસેના યુબીટી સાંસદ સંજય રાઉતે પોતાના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. તેમનું કહેવું છે કે હવે મહારાષ્ટ્રમાં બે નહીં પણ ત્રણ નાયબ મુખ્યમંત્રી હશે. સંજય રાઉતે એવો પણ દાવો કર્યો છે કે નવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાના નેતા હશે. એકનાથ શિંદે પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે, “આ લાચાર અને કાયર લોકો છે. તેઓ ED-CBI થી ડરીને ભાગી ગયા હતા. મોદી-શાહ તેમને છોડશે નહીં. આગળ બોલતા તેઓએ કહ્યું કે ટૂંક સમયમાં મહારાષ્ટ્રને એક નવો નાયબ મુખ્યમંત્રી મળશે, અને તે ફક્ત શિંદેના પક્ષમાંથી જ હશે. બસ રાહ જુઓ અને જુઓ શું થાય છે.” -> સંજય રાઉતે કહ્યું- ‘એકનાથ શિંદે કોણ છે? :- 23 જાન્યુઆરી (ગુરુવારે) એકનાથ શિંદેની રેલીમાં સોનુ નિગમનો શો હતો, ત્યારબાદ…

રણજી ટ્રોફીમાં રોહિત શર્માનું નિરાશાજનક પ્રદર્શન, ક્રિકેટ રસિકો થયા નિરાશ

9 વર્ષ બાદ મેદાને ઉતરેલા રોહિત શર્મા પોતાનુ જાદુ બતાવી શક્યા ન હતા. તો સાથે જ યશસ્વી જયસવાલે પણ ચાહક વર્ગને નિરાશ કર્યો હતો. રણજી ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીર અને મુંબઇ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં રોહિત શર્મા અને યશસ્વી જયસવાલ બંને સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યા હતા. આ નિરાશાજનક પ્રદર્શન બાદ ક્રિકેટ રસિકોમાં ઉદાસીનતા જોવા મળી હતી.રોહિત શર્માએ એક દશક બાદ રણજી ટ્રોફીમાં ઘર વાપસી કરી છે. મુંબઇના બીકેસી મેદાનમાં મુંબઇ અને જમ્મુ-કાશ્મીરની ટીમ આમને સામને મુકાબલા માટે આવી હતી. આ રણજી ટ્રોફીમાં દરેકની નજર રોહિત શર્મા અને યશસ્વી જયસવાલ પર હતી. જ્યાં એક તરફ કોલક્તા સામે ધમાકેદાર જીત મેળવ્યા બાદ બીજા દિવસે ક્રિકેટ રસિકોને નિરાશા હાથ લાગી હતી. પોતાનુ નસીબ અજમાવા માટે ઘરેલુ ક્રિકેટ મેદાનમાં ઉતરેલા ભારતીય…

BZ ગ્રૂપના 6 હજાર કરોડના કૌભાંડ મુદ્દે કાર્યવાહી, મોડાસાના શિક્ષક એજન્ટની કરાઈ ધરપકડ

B INDIA અમદાવાદ : BZ ગ્રૂપના 6000 કરોડના કૌભાંડમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે. CID ક્રાઈમે ચાલુ શાળાએ મોડાસાના શિક્ષક એજન્ટ વિનોદ પટેલની ધરપકડ કરી છે. ગુજરાતના ચર્ચિત BZ કૌભાંડમાં તપાસનો રેલો હવે મુખ્ય એજન્ટો સુધી પહોંચ્યો છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, અરવલ્લી જિલ્લાના ભેમાપુર પ્રા.શાળા નંબર 2ના શિક્ષકની તપાસ હાથ ધરવામાં આવી છે. અને પોલીસ પૂછપરછ માટે ગાંધીનગર ખાતે લઈ ગઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. શિક્ષક વી.ડી પટેલને બી.ઝેડમાં એજન્ટ તરીકેની ભૂમિકા હોવાની આશંકાને તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર,પોલીસે મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થયા બાદ કૌભાંડમાં સંડોવાયેલ તમામ મુખ્ય એજન્ટો પર કાર્યવાહી શરુ કરી છે. સૂત્રો દ્વારા એ પણ માહિતી સામે આવી છે કે, અરવલ્લી જિલ્લામાં શિક્ષક વી.ડી પટેલ BZ…

અમદાવાદનાં વટવામાં GST વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ

B INDIA અમદાવાદ : અમદાવાદનાં વટવામાં સ્ટેટ GST વિભાગે દરોડાનાં પગલે વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે.  GST વિભાગ દ્વારા વટવા GIDCમાં વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. સ્ટેટ GST વિભાગે અચાનક રેડ પાડી વેપારીઓની ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજ જપ્ત કર્યા હતા. -> સ્ટેટ GST વિભાગે દરોડા :- અમદાવાદનાં વટવા GIDCમાં 3થી 4 વેપારીઓના ત્યાં દરોડા સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. GST વિભાગે અચાનક કામગીરી હાથ ધરતાં કેમિકલના ઉત્પાદકના 2 એકમ પર અને કેમિકલની ખરીદી કરનારા બે ટ્રેડર્સને ત્યાં પણ દરોડા પાડ્યા. સ્ટેટ GST વિભાગ દ્વારા મંગળવાર સવારથી દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, તપાસ દરમિયાન હિસાબી સાહિત્ય જપ્ત કર્યા. હાથ ધરાયેલ દરોડામાં અત્યાર સુધી વધુ કોઈ મોટી રકમ કે રોકડ મળી હોવાના…