અમદાવાદનાં વટવામાં GST વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ

B INDIA અમદાવાદ : અમદાવાદનાં વટવામાં સ્ટેટ GST વિભાગે દરોડાનાં પગલે વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે.  GST વિભાગ દ્વારા વટવા GIDCમાં વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. સ્ટેટ GST વિભાગે અચાનક રેડ પાડી વેપારીઓની ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજ જપ્ત કર્યા હતા.
-> સ્ટેટ GST વિભાગે દરોડા :- અમદાવાદનાં વટવા GIDCમાં 3થી 4 વેપારીઓના ત્યાં દરોડા સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. GST વિભાગે અચાનક કામગીરી હાથ ધરતાં કેમિકલના ઉત્પાદકના 2 એકમ પર અને કેમિકલની ખરીદી કરનારા બે ટ્રેડર્સને ત્યાં પણ દરોડા પાડ્યા. સ્ટેટ GST વિભાગ દ્વારા મંગળવાર સવારથી દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, તપાસ દરમિયાન હિસાબી સાહિત્ય જપ્ત કર્યા. હાથ ધરાયેલ દરોડામાં અત્યાર સુધી વધુ કોઈ મોટી રકમ કે રોકડ મળી હોવાના સમાચાર સામે આવ્યા નથી.
જો કે પ્રાપ્ત કરેલ હિસાબી સાહિત્યની ચકાસણી કરવામાં આવશે. તેના બાદ વેપારીઓએ કરચોરી કરી છે કે કેમ અથવા કઈ કઈ જગ્યા પર રોકાણ કર્યું છે તેના ખુલાસા થશે. જો કરચોરી કરી હોવાનું સામે આવશે. તો નિયમ મુજબ વેપારીઓ સામે પગલાં લેવામાં આવશે.બિલ્ડરો અને વેપારીઓ પર સ્ટેટ GST વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે.  વેપારીઓ અને બિલ્ડરો ટેક્સ ચૂકવવામાં બેદરકાર રહેતા હોય છે. ટેક્સ ના ચૂકવવો પડે માટે પોતાના હિસાબમાં ખોટી માહિતીની રજૂઆત કરતા હોય છે. આથી જ કરચોરી કરનારા વેપારીઓ માટે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું.

Related Posts

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…

લોરેન્સ ગેંગની Canadaને ધમકી: “અમે Canadaપર રાજ કરીશું”, 5000થી વધુ ગેંગ સભ્યો હોવાનો દાવો; Threat Surge

લોરેન્સ ગેંગની Canadaને ધમકી: “અમે Canadaપર રાજ કરીશું”, 5000થી વધુ ગેંગ સભ્યો હોવાનો દાવો; ગોળીબારની પણ ધમકી Canadaમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલી તપાસ દરમિયાન સામે આવેલા એક કથિત ધમકીભર્યા પત્રને લઈને ચકચાર મચી છે. કેનેડિયન પોલીસને મોકલવામાં આવેલા આ પત્રમાં ગેંગ તરફથી કેનેડામાં 5,000થી વધુ સભ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પત્રમાં કેનેડિયન પોલીસ અને સુરક્ષા એજન્સીઓને પડકાર આપતા “અમે કેનેડા પર રાજ કરીશું” જેવી ધમકી આપવામાં આવી હોવાનો અહેવાલ છે. આ પત્ર મૂળ વર્ષ 2025માં Canadaના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના એબોટ્સફોર્ડ પોલીસ વિભાગને મોકલવામાં આવ્યો હતો. જોકે તેનો સંપૂર્ણ લખાણ તાજેતરમાં જ જાહેર થયેલા દસ્તાવેજોના આધારે સામે આવ્યું છે. CBC News દ્વારા મેળવવામાં આવેલા દસ્તાવેજો મુજબ, આ પત્ર ઈમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડ (IRB)ની એક કાર્યવાહી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *