35,000 km ની સાયકલ યાત્રાએ નીકળેલ અવિનાશનું સુરેન્દ્રનગરમાં બ્રહ્મ સમાજે કર્યું વિશેષ સન્માન
સનાતન ધર્મના જ્વલંત પ્રણેતા બની એક સાહસિક યાત્રાળુ, બિહારના પુનિયા જિલ્લાના અવિનાશ જાએ 35,000 કિલોમીટર લાંબી સાયકલ યાત્રા શરૂ કરી છે. આ યાત્રાનો ઉદ્દેશ માત્ર યાત્રા નથી, પણ તે છે આસ્થા, સંસ્કાર અને ભારતીય પરંપરાની દીક્ષા જગાવવાનો છે. તે સાયકલ પર સુરેન્દ્રનગર આવી પહોંચતા બ્રહ્મ સમાજની વાડી ખાતે તેમનો આવકાર કાર્યક્રમ યોજાયો હતો. અવિનાશજાએ બાર જ્યોતિર્લિંગ, ચારધામ અને 44 શક્તિપીઠની પવિત્ર યાત્રા માટે સાયકલ પર પંથ શરૂ કર્યો છે. અત્યાર સુધી તેઓ 11,000 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી ચૂકી છે અને હાલમાં ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના બ્રહ્મ સમાજની વાડીમાં તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર પહોંચતા અવિનાશજાનું બ્રહ્મ સમાજના આગેવાનો અને સમસ્ત સનાતન સમાજ દ્વારા આવકાર સાથે સ્વાગત કરવામાં આવ્યું. અવિનાશજાની યાત્રા આગળ પણ યથાવત્ ચાલુ રહેશે અને…
Godhra: રાજકીય મેદાન નહીં પણ ક્રિકેટ મેદાનમાં જોવા મળ્યા બે ધારાસભ્યો, આપ્યો આ સંદેશ
ગોધરામાં ખૂબ જ રોચક અને અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. સામાન્ય રીતે ધારાસભ્યોને રાજકારણના મેદાનમાં જોવા મળતા હોય છે, પણ અહીં ગોધરા અને મોરવા હડફના ધારાસભ્યોને ક્રિકેટના મેદાનમાં રમતાં જોવા મળ્યા. આ ટૂર્નામેન્ટ ગોધરાના આયુર્વેદિક અને હોમિયોપેથીક ડોક્ટરો માટે રાખવામાં આવી હતી, જે સ્વાસ્થ્ય અને રમતગમત બંનેને ઉજાગર કરતી પહેલ છે. દેવ તલાવડી ખાતે આવેલી વિજય સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં, ધારાસભ્ય સીકે રાઉલજી અને નિમીષાબેન સુથારે પોતાની હાજરીથી ખેલાડીઓની હિંમત વધારી. આ સાથે બંનેએ ક્રિકેટ પર પોતાનો હાથ અજમાવ્યો હતો. ક્રિકેટના મેદાનમાં હાથ અજમાવ્યા બાદ ધારાસભ્ય નિમીષા સુથારે ડોક્ટર મિત્રોને અંગદાનની ઝુંબેશને વેગ આપવા આગળ આવવા જણાવ્યું હતું અહેવાલ:કેતન શાહ ગોધરા
Vadodra: રામના દાસ મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ
વડોદરા શહેરના કલાલી ફાટક પાસે આવેલ ભીમનાથ નગર અને સંતોષી વસાહત ખાતે આવેલ રામના દાસ હનુમાનજી મંદિરે સુંદરકાંડ અને ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતી નિમિત્તે અલગ અલગ જગ્યા ઉપર ભંડારા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ વડોદરાના કલાલી વિસ્તારમાં પણ રામના દાસ હનુમાનજીનું મંદિર આવેલું છે અને રામદેવપીરનું પણ મંદિર આવેલું છે. જ્યાં હનુમાન જયંતી નિમિત્તે સાત વર્ષથી સુંદરકાંડ અને ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ હનુમાન જયંતી પર સુંદરકાંડનું કરવામાં આવ્યું હતું. ચારથી પાંચ હજાર લોકોએ લીધો ભાગ રામ નામ દાસ યુવક મંડળ અને ભીમનાથ યુવક પ્રગતિ મંડળ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ચારથી પાંચ હજાર લોકોએ લાભ લીધો હતો. અહેવાલ: વિજય…
વલસાડમાં ધર્માંતરણને લઈ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત ગઇકાલે ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન મોહન ભાગવત વલસાડમાં આવેલા ભાવેશ્વર મહાદેવ મંદિરના રજત જયંતિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. જ્યાં તેમણે ધર્માંતરણને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે લોકોને કોઈ પણ લાલચ કે ડરના કારણે ધર્મ ના બદલવા જણાવ્યું છે. વલસાડમાં ધર્માંતરણ મામલે મોહન ભાગવતે જણાવ્યું કે, રોજિંદા જીવનના લોભ અને લાલચનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે આપણે ધર્મથી દૂર થઈ શકીએ છીએ. આપણે યાદ રાખવું જોઈએ કે, ધર્મ જ દરેકને ખુશી તરફ લઈ જઈ શકે છે.લોકોએ કોઈ પણ સંજોગોમાં લોભ કે ભયના પ્રભાવ હેઠળ પોતાનો ધર્મ બદલવો જોઈએ નહીં. આ પણ વાંચો: સાબરકાંઠા: વડાલીમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, પતિ-પત્ની સહિત ત્રણ બાળકોએ પીધી ઝેરી દવા મહાભારતનો…
BJP અને AIDMKના ગઠબંધનથી બદલાયુ રાજ્યસભાનું સમીકરણ, જાણો શું છે સ્થિતિ
ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધને રાજ્યસભામાં નામાંકિત સભ્યો વિના બહુમતી મેળવી લીધી છે અને આ મોટો ફેરફાર એક દિવસ પહેલા AIADMKના NDAમાં ગઠબંધનને કારણે થયો છે. ભાજપ અને AIADMKના આ ગઠબંધનથી રાજ્યસભાના ગણિતમાં મોટો ફેરફાર થયો છે. ચાર AIADMK સાંસદોના સમર્થનથી NDA ની તાકાત વધુ વધી છે , જ્યારે વિપક્ષની સ્થિતિ નબળી પડી છે. રસપ્રદ વાત એ છે કે જ્યારે ભાજપ શાસિત સરકારે રાજ્યસભામાં વક્ફ સુધારા બિલ રજૂ કર્યું ત્યારે AIADMK એ બિલની વિરુદ્ધ મતદાન કર્યું હતું. હાલમાં રાજ્યસભામાં કુલ 236 સભ્યો છે, જેમાંથી નવ બેઠકો ખાલી છે. રાજ્યસભામાં NDAના 119 સભ્યો છે, જેમાં હરિયાણાના અપક્ષ સાંસદ કાર્તિકેય શર્માનો પણ સમાવેશ થાય છે, જેમણે ભાજપના સમર્થનથી ચૂંટણી જીતી હતી. હવે, ચાર AIADMK સાંસદોના સમર્થનથી, ભાજપની આગેવાની…
અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ માટે નવો નિયમ લાગુ, H-1B વિઝા હોય કે ગ્રીન કાર્ડ આ ડોક્યુમેન્ટ રાખવા પડશે સાથે
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે એક નવો નિયમ લાગુ કર્યો છે જે મુજબ દરેક ઇમિગ્રન્ટ, ભલે તે કાયદેસર વિઝા (જેમ કે H-1B અથવા વિદ્યાર્થી વિઝા) પર હોય, તેણે હવે પોતાના કાનૂની દસ્તાવેજો 24 કલાક પોતાની પાસે રાખવા પડશે. આ નિયમ 11 એપ્રિલથી અમલમાં આવ્યો છે. આ નિયમ ટ્રમ્પના આદેશ ‘પ્રોટેક્ટિંગ ધ અમેરિકન પીપલ અગેઇન્સ્ટ ઇન્વેઝન’ હેઠળ લાગુ કરવામાં આવ્યો છે, જેનો હેતુ અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કડક કાર્યવાહી કરવાનો છે. યુએસ કોર્ટે સરકારને આ વિવાદાસ્પદ નિયમ લાગુ કરવાની મંજૂરી આપી છે. આ નિયમ હેઠળ, અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સને સરકારમાં નોંધણી કરાવવાની રહેશે અને દસ્તાવેજો પોતાની પાસે રાખવા પડશે. અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશન રોકવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવેલા ઝડપી અને કઠોર નિર્ણયોમાં આ બીજું…
કોંગ્રેસનું ફોકસ ગુજરાત પર, રાહુલ ગાંધીએ તૈયાર કરી આ રણનીતિ
વડાપ્રધાનના હોમ સ્ટેટમાં કોંગ્રેસ હવે 2027ની ચૂંટણી માટે રણનીતિ ઘડી રહી છે. હવે અમદાવાદમાં કોંગ્રેસના તાજેતરના બે દિવસીય અધિવેશનબાદ, કોંગ્રેસ તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જિલ્લા પ્રમુખ સશક્તિકરણ કાર્યક્રમની શરૂઆત ગુજરાતમાંથી જ કરવા જઈ રહી છે. કોંગ્રેસ દ્વારા જિલ્લા એકમોને સશક્ત બનાવીને જમીન પર પોતાના સંગઠનને મજબૂત બનાવવા માટે શરૂ કરાયેલું અભિયાન 15 એપ્રિલથી ગુજરાતમાં શરૂ થઈ રહ્યું છે. જેને લઈને કોંગ્રેસે ઔપચારિક રીતે કેન્દ્રીય અને રાજ્ય નિરીક્ષકોની યાદી બહાર પાડી છે. આમાં, 43 કેન્દ્રીય નિરીક્ષકો, સાત સહયોગી નિરીક્ષકો અને 183 રાજ્ય નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસ હવે ગ્રાઉન્ડ લેવલે ઉતરવા માટે રણનીતિ ઘડી રહી છે. ત્યારે હવે જિલ્લા અધ્યક્ષોની નિમણૂક માટે કમર કસી છે અને 43 કેન્દ્રીય નિરીક્ષકો, સાત સહયોગી નિરીક્ષકો અને 183 રાજ્ય નિરીક્ષકોની…
ટ્રમ્પનો વધુ એક યુ-ટર્ન… સ્માર્ટફોન, લેપટોપ અને ચિપ્સ પર કોઈ ટેરિફ નહીં !
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈને વધુ એક વખત યુ ટર્ન લીધો છે. ટ્રમ્પે થોડા દિવસ પહેલા ચીન સિવાયના તમામ દેશો પર 90 દિવસ માટે ટેરિફ પર રોક લગાવી હતી. ત્યારે હવે અમેરિકાએ સ્માર્ટફોન, લેપટોપ અને ચિપ્સ જેવા ઇલેક્ટ્રોનિક સામાનને ટેરિફ કેટેગરીમાંથી બાકાત રાખ્યા છે. આનો અર્થ એ થયો કે હવે અમેરિકા આ માલ પર પારસ્પરિક ટેરિફ લાદશે નહીં. અમેરિકાના આ નિર્ણયથી એપલ અને સેમસંગ જેવી કંપનીઓને ફાયદો થશે. અમેરિકામાં સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર ટેરિફ લાદવામાં આવતાં તેમના ભાવમાં વધારો થવાની શક્યતા હતી. આના કારણે ઇલેક્ટ્રોનિક કંપનીઓને કેટલું નુકસાન થયું હશે. અમેરિકાને પણ આ જ ફટકો પડ્યો હોત. તેથી, અમેરિકાએ સ્માર્ટફોન, લેપટોપ અને સેમિકન્ડક્ટર પરના બદલો ટેરિફ દૂર કરવાનો નિર્ણય લીધો છે એવું માનવામાં આવી…
અંક જ્યોતિષ/13 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
















