ગુજરાત સરકારે છેલ્લા 2 વર્ષમાં 314 સિંહોના મૃત્યુનો સ્વીકાર કર્યો, સંરક્ષણ પ્રયાસોની રૂપરેખા આપી
ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષ અને એક મહિનામાં કુલ 314 સિંહોના મોત થયાનું રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં સ્વીકાર કરવામાં આવ્યું છે. શૈલેષ પરમાર દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે આ માહિતી પૂરી પાડતા જણાવ્યું છે કે 31 જાન્યુઆરી 2026ની સ્થિતિ મુજબ રાજ્યમાં કુલ 911 સિંહોની સંખ્યા નોંધાઈ છે, જેમાં 255 સિંહ, 405 સિંહણ અને 231 સિંહબાળનો સમાવેશ થાય છે. મૃત્યુની વિગતો સરકારના આંકડા મુજબ, 314 સિંહોના મૃત્યુમાંથી 75 સિંહ, 91 સિંહણ અને 148 સિંહબાળનો સમાવેશ થાય છે. વન વિભાગના આંકડાઓ અનુસાર, 251 સિંહોના મૃત્યુ કુદરતી કારણોસર થયા છે, જેમાં 58 સિંહ, 67 સિંહણ અને 126 સિંહબાળનો સમાવેશ થાય છે. જ્યારે 63 સિંહોના મોત અકુદરતી કારણોસર થયા છે, જેમાં 17 સિંહ, 24 સિંહણ અને 22 સિંહબાળનો…
હોળી-ધુળેટીના પર્વ પર નાગરિકોની સુરક્ષા માટે 108-EMS સજ્જ: રાજ્યવ્યાપી ‘સેવા યજ્ઞ’નું આયોજન
અમદાવાદ: રંગોના ઉત્સવ હોળી અને ધુળેટી દરમિયાન રાજ્યમાં સુખ-શાંતિ જળવાઈ રહે અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં નાગરિકોને ત્વરિત સહાય મળી રહે તે માટે 108-EMS (EMRI-Gujarat) દ્વારા એક સુદ્રઢ અને સકારાત્મક એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. તહેવારના ઉત્સાહમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર ‘પૂર્વતૈયારી એ જ શ્રેષ્ઠ સારવાર’ના મંત્ર સાથે મેદાનમાં ઉતર્યું છે. ટેકનોલોજી અને ડેટાના માધ્યમથી સુરક્ષા કવચ 108-EMS દ્વારા અત્યાધુનિક ડેટા એનાલિસિસનો ઉપયોગ કરીને સંભવિત કટોકટીના સમયની આગાહી કરવામાં આવી છે. આ આગોતરા આયોજનનો હેતુ એ છે કે જ્યાં જરૂરિયાત વધુ હોય ત્યાં એમ્બ્યુલન્સ અને સ્ટાફ અગાઉથી જ તૈનાત કરી શકાય.ત્વરિત પ્રતિસાદ માટે ધુળેટીના દિવસે વધતા કેસોને પહોંચી વળવા માટે સિસ્ટમને એવી રીતે સજ્જ કરવામાં આવી છે કે દર્દીને ‘ગોલ્ડન અવર’માં જ સારવાર મળી…
ગુજરાતનું જાહેર દેવું 3.99 લાખ કરોડ, બજાર લોન પર 22,440 કરોડ વ્યાજ ચૂકવ્યું
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના જાહેર દેવાના પરિસ્થિતિ વિશે મહત્વપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી છે. રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના સવાલનો જવાબ આપતાં જણાવ્યું હતું કે રાજ્યનું કુલ જાહેર દેવું 3.99 લાખ કરોડ રૂપિયાના આંકડામાં પહોંચ્યું છે. આ કુલ દેવું કેન્દ્રીય સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ, અને બજાર લોનથી મેળવવામાં આવ્યું છે. 22,440 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવાયું હાલમાં, રાજ્ય સરકારને વર્ષ 2024-25 માટે બજાર લોન પર 22,440 કરોડ રૂપિયાનો વ્યાજ ચૂકવવો પડ્યો છે. રાજ્ય સરકારએ કેન્દ્રીય સરકાર પાસેથી 7 થી 50 વર્ષના સમયગાળે લોન મેળવી છે, જ્યારે બજાર લોન 2 થી 15 વર્ષની મુદત માટે લીધી છે. મંત્રી જીતુ વાઘાણીની ટિપ્પણી આ મુદ્દે રાજ્યના મંત્રી જીતુ વાઘાણીએ આદર્શ વાત કરી, જેમાં તેમણે કહ્યું કે “બચત કરીને રાજ્યનું…
સુપ્રીમ કોર્ટે અરવલ્લી ગિરીમાળાના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા, જાણો વિગત
સુપ્રીમ કોર્ટે બુધવારે અરવલ્લી ગિરીમાળાની સંરક્ષણ સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. કોર્ટે એ સુચના આપી છે કે જ્યાં સુધી અરવલ્લી ગિરીમાળાની ચોક્કસ વ્યાખ્યા નક્કી ન થાય અને તેનો એક નિષ્ણાતોનો સમિતિ દ્વારા અહેવાલ રજૂ ન કરવામાં આવે, ત્યાં સુધી નવી ખાણકામ લીઝ ઈસ્યુ કરવામાં આવશે નહીં. હાઈલેવલ કમિટી બનાવવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે તીવ્ર ટિપ્પણી કરતા જણાવ્યું કે અરવલ્લી ગિરીમાળાની વ્યાખ્યાને લઈને મૌલિક પ્રશ્નો હજુ અનુરાધિત છે. કોર્ટે આ મુદ્દે એક નિષ્ણાત સમિતિ બનાવી છે, જે આ વિસ્તારની સાચી વ્યાખ્યા પર રિપોર્ટ આપશે. પર્યાવરણ મંત્રાલયે આ સમિતિ માટે નામો પણ સૂચવવાની જવાબદારી લીધી છે. 100 મીટરનું નિયમ અને ખાણકામ પર પ્રતિબંધ અરવલ્લીની તાજેતરમાં થયેલી નવી વ્યાખ્યા (100 મીટરનો નિયમ) પર વિવાદ ચાલી રહ્યો છે.…
ગુજરાત : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોના બેંક ખાતામાં 6.97 કરોડ રૂપિયાની DBT સહાય આપવાનું કર્યું શરૂ
રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને વધુને વધુ ખેડૂતો આ ખેતી અપનાવે તે માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ દ્વારા ખેડૂતોને પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતીમાં નવા જોડાયેલા 33 જિલ્લાઓના 35829 ખેડૂતોને નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ખરીફ ઋતુ માટે એક એકર માટે રૂ.2000ની સહાયનું ડી.બી.ટી.થી વિતરણ કર્યું હતું. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં યોજાયેલા આ અંગેના સમારોહમાં મુખ્યમંત્રીએ કુલ રૂપિયા 6.97 કરોડની પ્રોત્સાહક સહાય સિંગલ ક્લિકથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી હતી. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે હેતુસર ત્રણ-ત્રણ ગ્રામ પંચાયતોના એક ક્લસ્ટર એમ 1015 ક્લસ્ટરમાં પ્રાકૃતિક ખેતી કરવા ઇચ્છુક ખેડૂતોને તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહક સહાય પૂરી પાડવામાં…
સાણંદ GIDCમાં પ્રીમિયમ હોટલ બનાવવા માટે પ્લોટની હરાજી પૂર્ણ, 5 એકર જેટલી જમીન ડેવલપરને ફાળવાઇ
સાણંદ ઔદ્યોગિક વસાહતમાં કાર્યરત નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓ માટે સુવિધાઓમાં વધારો કરવાના ઉદ્દેશથી, હોટલ નિર્માણ માટે પ્લોટની હરાજી પૂર્ણ કરવામાં આવી છે. સાણંદ-2 ઔદ્યોગિક વસાહતમાં 20168.54 ચોરસ મીટર (અંદાજિત 5 એકર) જેટલો પ્લોટ વિશેષ રીતે પ્રીમિયમ હોટલ નિર્માણ માટે રિઝર્વ કરવામાં આવ્યો હતો જેની હરાજી 22 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ કરવામાં આવી છે. આ ઇ-હરાજીમાં મહત્તમ બીડ સાથેના ડેવલપરને નિયમોનુસાર પ્લૉટની ફાળવણી કરવામાં આવી છે. 3 થી 5 સ્ટાર હોટલના નિર્માણની કામગીરી શરૂ કરવા માટે કંપનીને ચાર વર્ષનો મોરિટોરિયમ પીરિયડ આપવામાં આવ્યો છે. આ હોટલ સિવાય સાણંદ ઔદ્યોગિક વસાહતની 3 કિલોમીટર નજીક એક ફાઇવ સ્ટાર હોટલ નિર્માણની કામગીરી પણ પ્રગતિમાં છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ સાણંદ ઔદ્યોગિક વસાહતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન સેમિકન્ડક્ટર…
સાણંદમાં માઇક્રોનનો મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ AI ટેક્નોલોજીના ભવિષ્યને સશક્ત બનાવશે
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભગીરથ પ્રયાસોથી ભારત હવે નેશનલ સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રમાં પણ ડંકો વગાડવા તૈયાર છે. આગામી 28 ફેબ્રુઆરી 2026 ના રોજ ગુજરાતના સાણંદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા ₹22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં માઇક્રોનની ATMP સુવિધાના શરૂ થવાથી, ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિનો શુભારંભ થશે. માઇક્રોનના સાણંદ પ્લાન્ટમાં 2000 લોકોની ટીમ કાર્યરત, દિવ્યાંગ નાગરિકો માટે પણ તક સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં નેતૃત્વની ભૂમિકામાં છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સઘન પ્રયાસોથી સાણંદમાં માઇક્રોનનો પ્લાન્ટ નિર્ધારિત સમયસીમામાં કાર્યરત થવા જઇ રહ્યો છે. આ પ્લાન્ટ એક ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ…
CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રાકૃતિક ખેતી માટે નવા જોડાયેલા ખેડૂતોને પ્રોત્સાહન રૂપે કુલ 6.97 કરોડની સહાય ડી.બી.ટી.થી બેંક ખાતામાં જમા કરાવી
રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને વધુને વધુ ખેડૂતો આ ખેતી અપનાવે તે માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ દ્વારા ખેડૂતોને પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે. મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતીમાં નવા જોડાયેલા 33 જિલ્લાઓના 35829 ખેડૂતોને નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ખરીફ ઋતુ માટે એક એકર માટે રૂ.2000 ની સહાયનું ડી.બી.ટી.થી વિતરણ કર્યું હતું. કૃષિ મંત્રીજીતુ વાઘાણી અને કૃષિ રાજ્ય મંત્રીરમેશ કટારાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં યોજાયેલા આ અંગેના સમારોહમાં મુખ્યમંત્રીએ કુલ રૂપિયા 6.97 કરોડની પ્રોત્સાહક સહાય સિંગલ ક્લિકથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી હતી. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે હેતુસર ત્રણ-ત્રણ ગ્રામ પંચાયતોના એક ક્લસ્ટર એમ 1015 ક્લસ્ટરમાં પ્રાકૃતિક ખેતી કરવા ઇચ્છુક ખેડૂતોને તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહક સહાય પૂરી પાડવામાં આવે છે.…
શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પાઠવી શુભેચ્છાઓ, જાણો શું કહ્યું
આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓના ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ સેક્ટર-23, કડી કેમ્પસ સ્થિત એમ. બી. પટેલ ઇંગ્લીશ મીડીયમ સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી સ્કુલની મુલાકાત લીધી હતી. તેમણે પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધારતા ‘પરીક્ષાને ઉત્સવ’ ગણાવી, ચિંતામુક્ત થઈ પેપર લખવા પ્રેરણા આપી હતી. આ અવસરે શિક્ષણ મંત્રીએ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી વિદ્યાર્થીઓનું વ્યક્તિગત રીતે અભિવાદન કર્યું હતું. મંત્રીએ દરેક વિદ્યાર્થીને પુષ્પ, પેન અને રાઈટિંગ પેડ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા.તથા ભારતીય પરંપરા મુજબ શુભ કાર્યની શરૂઆત મીઠા મોંથી કરાવતા, મંત્રીએ વિદ્યાર્થીઓને સાકર ખવડાવી સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી. શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને કહ્યું કે, ‘પરીક્ષા એ તમારા જીવનના ઘડતરનું એક સોપાન છે, ડરવાનું કારણ નથી. મનને શાંત રાખી, આત્મવિશ્વાસ સાથે પરીક્ષા રૂપી આ ઉત્સવને ઉજવો તેમ જણાવતા…
પોલીસ ભરતીની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, હવે લેખિત પરીક્ષા તરફ નજર
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્યમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા અંતર્ગત શારીરિક કસોટી (Physical Test)નું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. PSI (પી.એસ.આઈ.) કેડર અને લોકરક્ષક કેડર માટે રાજ્યભરના 15 અલગ-અલગ ગ્રાઉન્ડ પર વિશાળ સ્તરે પરીક્ષાઓ યોજાઈ હતી. જાહેરાત ક્રમાંક GPRB/202526/1 હેઠળ હાથ ધરાયેલી આ ભરતી પ્રક્રિયામાં 10 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો, જે રાજ્યમાં પોલીસ ભરતી પ્રત્યેનો ભારે ઉત્સાહ દર્શાવે છે. નોંધાયેલા કુલ 3,93,558 ઉમેદવારોમાંથી શારીરિક કસોટી માટે પસંદગી કરવામાં આવી હતી. 1.10 લાખથી વધુ ઉમેદવારો ક્વોલિફાય શારીરિક પરીક્ષા પૂર્ણ થયા બાદ કુલ 1,10,665 ઉમેદવારો સફળ જાહેર થયા છે. તેમાં 74,591 પુરુષ અને 36,074 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ આંકડા દર્શાવે છે કે મહિલાઓનો પણ નોંધપાત્ર પ્રમાણમાં ભાગ રહ્યો છે. રાજ્યભરમાંથી…
















