અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા પાસે ભીષણ આગ, અનેક બાઈક અને એક્ટિવા બળીને ખાક

અમદાવાદના વ્યસ્ત ઇસ્કોન ક્રોસ રોડ નજીક આજે ભીષણ આગની ઘટના સર્જાતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગેસના બાટલામાં અચાનક આગ ફાટી નીકળતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

પ્રાથમિક માહિતી મુજબ વાઈડ એંગલની સામે આવેલા પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરાયેલા વાહનો અને એલપીજી સિલિન્ડરમાં આગ લાગી હતી. આગની ઝપેટમાં આવી કુલ પાંચ એક્ટિવા અને ચાર બાઈક બળીને ખાક થઈ ગયા હતા. આગ ઝડપથી ફેલાતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને સ્થળ પર દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા પ્રહલાદનગર ફાયર સ્ટેશનની બે ફાયર ટીમો ચાર ફાયર ગાડીઓ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગના કારણે વાહન માલિકોને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાના પગલે ઈસ્કોન ચાર રસ્તા આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 

 

  • Related Posts

    સારનાથને યુનેસ્કો હેરિટેજનો દરજ્જો: બૌદ્ધ વારસાને વૈશ્વિક ઓળખ : 2026 World Heritage Prestigious

    સારનાથને UNESCO વર્લ્ડ હેરિટેજનો દરજ્જો: ભારતના બૌદ્ધ વારસાને વૈશ્વિક ઓળખ, પ્રવાસન અને સંસ્કૃતિને મળશે નવી દિશા ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને વધુ એક વૈશ્વિક સન્માન મળ્યું છે. ઉત્તર પ્રદેશમાં…

    Kargil Vijay Diwas 2026: વીર શહીદોના શૌર્યને દેશનું સલામ! : Supreme Sacrifice : Historic Victory

    કાર્ગિલ વિજય દિવસ 2026: દેશ આજે શહીદોને કરી રહ્યો છે નમન નવી દિલ્હી: દર વર્ષે 26 જુલાઈનો દિવસ સમગ્ર ભારત માટે ગૌરવ, દેશભક્તિ અને શહીદોના બલિદાનને યાદ કરવાનો ઐતિહાસિક દિવસ…