પીએમ મોદીના વિમાન પર આતંકી હુમલાની ધમકી આપનાર શખ્સ ઝડપાયો, માનસિક બીમાર હોવાનું આવ્યું સામે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે દિવસીય અમેરિકા પ્રવાસ પહેલા તેમના વિમાનને આતંકવાદી ધમકી મળી છે, એમ મુંબઈ પોલીસે બુધવારે જણાવ્યું હતું . કોલ કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તે માનસિક રીતે બીમાર હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું હતું કે ‘મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ કરનાર વ્યક્તિની ચેમ્બુર વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી છે.’ તે માનસિક રીતે બીમાર છે. મીડિયા રિપોર્ટ્સમાં મુંબઈ પોલીસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ‘૧૧ ફેબ્રુઆરીના રોજ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો, જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે પીએમ મોદીના વિમાન પર આતંકવાદીઓ હુમલો થઇ શકે છે કારણ કે તેઓ સત્તાવાર વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છે. માહિતીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસે અન્ય એજન્સીઓને તેની જાણ કરી અને તપાસ…

ગુજરાતમાં ઠંડીની ધીરે ધીરે વિદાય, પવનોની દિશા બદલાતા ઠંડીથી રહેશે રાહત

ગુજરાતમાંથી શિયાળો ધીરે ધીરે વિદાય લઈ રહ્યો છે. આ મહિનાના અંત સુધીમાં ઠંડી વિદાય લેશે તેવી સંભાવના દેખાઈ રહી છે. સાથે સાથે વહેલી સવારે આવતી ફ્લાઇટ 1-2 કલાક મોડી ચાલી રહી છે. આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે. આગામી પાંચ દિવસ તાપમાન ધીરે ધીરે વધશે પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી. હાલ સિઝન બદલાઈ રહી છે. જેમાં જમીન પર થોડી ગરમી વધી રહી છે. હાલ લઘુત્તમ તાપમાન સામાન્યની આસપાસ જ છે. મહત્તમ તાપમાન ધીરે ધીરે વધી રહ્યું છે. પૂર્વ તરફથી પવન ફૂંકાશે તો દક્ષિણમાં થોડી ગરમી શરૂ થશે. ગુજરાતમાં ફરીથી ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને…

ગાંધીનગર: ગુજરાત બજેટને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારી, રવિવારે યોજાશે મહત્વની બેઠક

B INDIA ગાંધીનગર : ગુજરાત બજેટ વર્ષ 2025-26ના બજેટને લઈ આખરી તૈયારીઓ થઇ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નાણાંમંત્રી રવિવારે બેઠક કરશે. બજેટને આખરી ઓપ આપવા બેઠકમાં સમિક્ષા થશે . 2025-26નું બજેટ ગત વર્ષ કરતા 10 ટકાથી વધુ રહેવાનો અંદાજ છે.આગામી તા. 20 ફેબ્રુઆરીનાં દિવસે બજેટ રજૂ થશે. વિધાનસભા બજેટ સત્રનું કામ ચલાઉ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. સત્રનાં પ્રથમ દિવસે રાજ્યપાલનાં સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે. તેમજ રાજ્યપાલનાં સંબોધન બાદ શોકદર્શન ઉલ્લેખ ગૃહમાં રજૂ થશે. તેમજ સરકારી વિધાયકો અને સરકારી કામકાજનાં મુદ્દા રજૂ થશે. 20 ફેબ્રુઆરીનાં દિવસે રજૂ થનાર બજેટમાં સરકારી વિધેયકો માટે ચાર બેઠકો થશે. રાજ્યપાલનાં સંબોધન પર ત્રણ બેઠકમાં ચર્ચા થશે. પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે બે બેઠકો મળશે. તેમજ…

ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા 50 બાંગ્લાદેશીઓની અટકાયત, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી

ગુજરાત સરકારે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન 50 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સની અટકાયત કરી છે. જેમાંથી 15 ઇમિગ્રન્ટ્સ અને એક બાળકને સફળતાપૂર્વક બાંગ્લાદેશમાં ડિપોર્ટ કરવામાં આવ્યા છે.થોડા દિવસ પહેલા અમેરિકાએ પણ ગુજરાતીઓ સહિત ભારતીયોને ડિપોર્ટ કર્યા હતા. જેની ચર્ચા આખા દેશમાં ચાલી હતી. તો હવે આજે ગુજરાત સરકારે રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કર્યા છે. આ અંગેની માહિતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી છે. હર્ષ સંઘવીએ એક્સ પર ટ્વિટ કરીને માહિતી આપી છે કે, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે નકલી ભારતીય દસ્તાવેજો બનાવતા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.નોંધનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું સુકાન સંભાળતાની સાથે જ અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશેલા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ ભારતીયોને લઈને યુએસ આર્મીનું વિમાન પંજાબના અમૃતસર પહોંચ્યુ હતુ ત્યાંથી 33…

રાજકોટમાં વધુ એક લાંછન લગાડનાર કિસ્સો, કૌટુંબિક ભાઈએ બહેન પર આચર્યું દુષ્કર્મ

B INDIA રાજકોટ : રાજકોટમાં થોડા દિવસ અગાઉ પિતા-પુત્રીના સંબંધને કલંક લગાડતી ઘટનાએ બધાને હચમચાવી દીધા હતા. એક પિતાએ પોતાની જ પુત્રીને હવસનો શિકાર બનાવી હતી. ત્યારે આજે જસદણની દુષ્કર્મની ઘટનાએ ફરી એક વખત સંબંધોને લાંછન લગાડ્યું. જસદણમાં કહેવાતા ભાઈએ બહેનને ભોળવી દુષ્કર્મ આચર્યું. કૌટુંબિક ભાઈના કાળા કરતૂતની સજા અપાવવા બહેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જસદણમાં ભાઈએ બહેન સાથે મિત્રતા કેળવી દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી. કૌટુંબિક ભાઈએ યુવતીના ભોળપણાના લાભ લઈ મિત્રતા કેળવી. મિત્રતા થયા બાદ કહેવાતા કૌટુંબિક ભાઈ-બહેન ફરવા લાગ્યા. દરમ્યાન યુવતી પોતાના સંકજામાં આવી ગઈ હોવાનું એક દિવસ કહેવાતા કૌટુંબિક ભાઈએ ફોટા બતાવવાની ધમકી આપી બહેન પર દુષ્કર્મ આચર્યું હતું.કૌટુંબિક ભાઈ દ્વારા અલગ-અલગ જગ્યાએ લઈ દુષ્કર્મ કરાતા…

મહાકુંભમાં ગયેલા ગુજરાતીનું મોત, યુવકનાં મોતથી નવસારીમાં શોકનો માહોલ

પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લાગવા પહોંચી રહ્યા છે. ત્યારે ગુજરાત માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કુંભમાં સ્નાન કરવા ગયેલા નવસારી જિલ્લાના વાંસદાના યુવાનનું મોત થયું છે. વાંસદાના રાણીફળિયા ગામના 35 વર્ષીય યુવકનું મહાકુંભના મેળામાં મોત થયું છે. થોડા સમય પહેલા પણ નવસારીમાં રહેતા 57 વર્ષીય સ્વાતિ કિરણભાઈ પટેલ સંબંધીઓ સાથે કુંભમેળાની યાત્રા પર ગયા હતા. આ દરમ્યાન વાહન અકસ્માતમાં ઈજાના કારણે સ્વાતિબેનનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, યુવક વિવેક પટેલ જયારે સ્નાન કરવા માટે ગયો ત્યારે અચાનક ચક્કર ખાઈ ઢળી પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. યુવકના પરિવારમાં સમાચાર પહોંચતા શોક છવાયો છે. હાલ યુવકના મૃતદેહને વતન લાવવા માટે સાંસદ સભ્ય દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. સાંસદ ધવલ પટેલને…

USAથી ડિપોર્ટ કરાયા ભારતીય, જાણો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું….

અમેરિકાથી થોડા દિવસો પહેલા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલી વખત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, આપણું છેલ્લુ ડેસ્ટિનેશન આપણું ઘર છે અને આપણો દેશ છે. -> આપણું છેલ્લુ ડેસ્ટિનેશન આપણું ઘર છે : ભૂપેન્દ્ર પટેલ :- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,ગમે ત્યાં બહાર ફરતા હોય તો ઘર-ગામ યાદ આવે સાથે સાથે વિદેશ કરતા અઠવાડિયું ગામમાં રહેવાનો આનંદ વધુ હોય છે,મહત્વનું છે કે આપણા દેશમાં આનંદ સામે કોઈ પૈસાની પણ તુલના ન હોય,ગામના લોકો સાથે રહેવાનો આનંદ હોય છે તેવો આનંદ કયાં બીજે આવતો નથી,ગામમાં રહેવાની મજા આવે તેવું થઇ ગયું છે અને ગામમાં પણ તમામ સુવિધાઓ મળતી થઈ ગઈ છે. -> 487 ભારતીયોને અમેરિકા ડિપોર્ટ કરશે :- અમેરિકી…

બુંદી લાડુ: બુંદી લાડુ તમારા મોંમાં રસદાર મીઠાશ ઓગાળી દેશે, 15 મિનિટમાં તૈયાર કરો, જે કોઈ ખાશે તે રેસીપી માંગશે.

બુંદીના લાડુ પસંદ કરનારા લોકોની કોઈ કમી નથી. આ એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે જેનો સ્વાદ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. બાળકો અને મોટા બંને ખૂબ જ સ્વાદથી બુંદીના લાડુ ખાય છે. સામાન્ય રીતે બુંદીના લાડુ ખાસ કરીને તહેવારો, પૂજા અને શુભ પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ લાડુ ચણાના લોટની બુંદી અને ખાંડની ચાસણીમાંથી બનાવવામાં આવે છે, જે ખાવામાં નરમ અને સ્વાદિષ્ટ હોય છે. જો તમે ઈચ્છો તો, તમે ફક્ત 15 મિનિટમાં બુંદીના લાડુ બનાવી શકો છો. જો તમે ક્યારેય બુંદીના લાડુ બનાવવાની રેસીપી અજમાવી નથી, તો અમારા દ્વારા જણાવેલ પદ્ધતિ તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. ચાલો જાણીએ સ્વાદિષ્ટ બુંદીના લાડુ બનાવવાની રીત. બુંદી લાડુ બનાવવા માટેની સામગ્રી બેસન (ચણાનો લોટ) – ૨…

હેલ્થ ટિપ્સ: રાત્રે ભૂલથી પણ લસણ ન ખાઓ, નુકસાન જાણીને તમને નવાઈ લાગશે

ભારતીય રસોડામાં લસણનો ઉપયોગ ખોરાકના સ્વાદ અને સ્વાસ્થ્ય લાભ બંને માટે થાય છે. તે કુદરતી એન્ટિબાયોટિકની જેમ કામ કરે છે અને શરીરને ઘણા ફાયદા પૂરા પાડે છે. પરંતુ શું તમે જાણો છો કે રાત્રે લસણ ખાવાથી તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે છે. હજારો વર્ષોથી, આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાનમાં એવું માનવામાં આવે છે કે રાત્રે લસણ ખાવાથી કેટલીક ગંભીર આડઅસરો થઈ શકે છે. તો ચાલો જાણીએ કે રાત્રે લસણ ખાવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે અને શા માટે તેનાથી બચવું જોઈએ. -> પેટની સમસ્યાઓ :- લસણમાં સલ્ફર સંયોજનો અને ફાઇબર હોય છે, જે પાચનને ઝડપી બનાવવામાં મદદ કરે છે. પરંતુ જો તે રાત્રે ખાવામાં આવે તો તેનાથી એસિડિટી, ગેસ, પેટનું ફૂલવું અને અપચો જેવી સમસ્યાઓ થઈ…

સ્વાસ્થ્ય ટિપ્સ: ભોજન પછી ગોળ ખાવાથી મળશે ચમત્કારિક ફાયદા, જાણો ક્યારે અને કેવી રીતે ખાવું

આપણા ભારતીય આહારમાં ગોળનું ખાસ સ્થાન છે. તે મીઠાઈનો સ્વસ્થ વિકલ્પ તો છે જ, પણ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને જમ્યા પછી તરત જ ગોળ ખાવાથી પાચનક્રિયા સુધરે છે અને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે. આયુર્વેદમાં પણ, ગોળને શરીરને ડિટોક્સિફાય કરવા, ચયાપચય સુધારવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે પણ પાચન સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો, તો ભોજન પછી ગોળ ખાવાની આદત પાડો અને તેના અદ્ભુત ફાયદાઓનો લાભ લો. -> જમ્યા પછી તરત જ ગોળ ખાવાના ફાયદા :- ગોળમાં કુદરતી ફાઇબર અને ઉત્સેચકો હોય છે, જે પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. તે ખોરાકને ઝડપથી પચાવવામાં અને એસિડિટી જેવી સમસ્યાઓને દૂર કરવામાં…