રાજકોટમાં વધુ એક લાંછન લગાડનાર કિસ્સો, કૌટુંબિક ભાઈએ બહેન પર આચર્યું દુષ્કર્મ

B INDIA રાજકોટ : રાજકોટમાં થોડા દિવસ અગાઉ પિતા-પુત્રીના સંબંધને કલંક લગાડતી ઘટનાએ બધાને હચમચાવી દીધા હતા. એક પિતાએ પોતાની જ પુત્રીને હવસનો શિકાર બનાવી હતી. ત્યારે આજે જસદણની દુષ્કર્મની ઘટનાએ ફરી એક વખત સંબંધોને લાંછન લગાડ્યું. જસદણમાં કહેવાતા ભાઈએ બહેનને ભોળવી દુષ્કર્મ આચર્યું. કૌટુંબિક ભાઈના કાળા કરતૂતની સજા અપાવવા બહેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જસદણમાં ભાઈએ બહેન સાથે મિત્રતા કેળવી દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી. કૌટુંબિક ભાઈએ યુવતીના ભોળપણાના લાભ લઈ મિત્રતા કેળવી. મિત્રતા થયા બાદ કહેવાતા કૌટુંબિક ભાઈ-બહેન ફરવા લાગ્યા.

દરમ્યાન યુવતી પોતાના સંકજામાં આવી ગઈ હોવાનું એક દિવસ કહેવાતા કૌટુંબિક ભાઈએ ફોટા બતાવવાની ધમકી આપી બહેન પર દુષ્કર્મ આચર્યું હતું.કૌટુંબિક ભાઈ દ્વારા અલગ-અલગ જગ્યાએ લઈ દુષ્કર્મ કરાતા બહેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાની ફરિયાદ પર આરોપીની અટકાયત કરી છે. અને જસદણ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Related Posts

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…

લોરેન્સ ગેંગની Canadaને ધમકી: “અમે Canadaપર રાજ કરીશું”, 5000થી વધુ ગેંગ સભ્યો હોવાનો દાવો; Threat Surge

લોરેન્સ ગેંગની Canadaને ધમકી: “અમે Canadaપર રાજ કરીશું”, 5000થી વધુ ગેંગ સભ્યો હોવાનો દાવો; ગોળીબારની પણ ધમકી Canadaમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલી તપાસ દરમિયાન સામે આવેલા એક કથિત ધમકીભર્યા પત્રને લઈને ચકચાર મચી છે. કેનેડિયન પોલીસને મોકલવામાં આવેલા આ પત્રમાં ગેંગ તરફથી કેનેડામાં 5,000થી વધુ સભ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પત્રમાં કેનેડિયન પોલીસ અને સુરક્ષા એજન્સીઓને પડકાર આપતા “અમે કેનેડા પર રાજ કરીશું” જેવી ધમકી આપવામાં આવી હોવાનો અહેવાલ છે. આ પત્ર મૂળ વર્ષ 2025માં Canadaના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના એબોટ્સફોર્ડ પોલીસ વિભાગને મોકલવામાં આવ્યો હતો. જોકે તેનો સંપૂર્ણ લખાણ તાજેતરમાં જ જાહેર થયેલા દસ્તાવેજોના આધારે સામે આવ્યું છે. CBC News દ્વારા મેળવવામાં આવેલા દસ્તાવેજો મુજબ, આ પત્ર ઈમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડ (IRB)ની એક કાર્યવાહી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *