મહાકુંભમાં ગયેલા ગુજરાતીનું મોત, યુવકનાં મોતથી નવસારીમાં શોકનો માહોલ

પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લાગવા પહોંચી રહ્યા છે. ત્યારે ગુજરાત માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કુંભમાં સ્નાન કરવા ગયેલા નવસારી જિલ્લાના વાંસદાના યુવાનનું મોત થયું છે. વાંસદાના રાણીફળિયા ગામના 35 વર્ષીય યુવકનું મહાકુંભના મેળામાં મોત થયું છે. થોડા સમય પહેલા પણ નવસારીમાં રહેતા 57 વર્ષીય સ્વાતિ કિરણભાઈ પટેલ સંબંધીઓ સાથે કુંભમેળાની યાત્રા પર ગયા હતા. આ દરમ્યાન વાહન અકસ્માતમાં ઈજાના કારણે સ્વાતિબેનનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, યુવક વિવેક પટેલ જયારે સ્નાન કરવા માટે ગયો ત્યારે અચાનક ચક્કર ખાઈ ઢળી પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. યુવકના પરિવારમાં સમાચાર પહોંચતા શોક છવાયો છે. હાલ યુવકના મૃતદેહને વતન લાવવા માટે સાંસદ સભ્ય દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. સાંસદ ધવલ પટેલને સમગ્ર બાબતની જાણ થતા તેઓએ સંવેદના વ્યક્ત કરી અને યુવકના મૃતદેહને વતન રાણીફળિયામાં લાવવા માટે વ્યવસ્થા કરી છે.

નવસારીના ધર્મિનગરના જલારામનગરના રહેવાસી સ્વાતિબેન કિરણભાઈ પટેલ કુંભમેળામાં જવા નીકળ્યા હતા. આ દરમ્યાન રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યે ચિત્રકૂટ નજીક અજાણ્યા વાહને તેમની ટવેરા કારને ઓવરટેક કરવા જતાં સાઈડમાંથી ટક્કર મારી હતી. જેમાં સ્વાતિબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. જેથી તેઓને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Related Posts

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, Proactive Transport Strategy

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, 30 હજાર એક્સ્ટ્રા ટ્રિપ્સનું આયોજન  અંબાજી, 16 સપ્ટેમ્બર: Gujaratના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમ મહામેળાને લઈને વહીવટી તંત્ર અને Gujarat રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટા પાયે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અંબાજી માતાના દર્શન માટે પહોંચે છે ત્યારે યાત્રાળુઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે આ વખતે ખાસ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા માટે GSRTC દ્વારા આશરે 6,000 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો દ્વારા અંદાજે 30,000 એક્સ્ટ્રા ટ્રિપ્સ કરવામાં આવશે. મેળા દરમિયાન Gujaratના વિવિધ શહેરો…

Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન Meritorious Achievement Honor

Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન, પ્રથમ વિજેતાને રૂ.1 લાખનું ઇનામ Gujarat ગાંધીનગર, 16 સપ્ટેમ્બર:Gujaratમાં આબોહવા પરિવર્તન સામે જાગૃતિ અને નક્કર કામગીરીને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર ખાતે **‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’**નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં રાજ્યભરમાં પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા કુલ 14 વિજેતાઓને પાંચ અલગ-અલગ શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદ થયેલા વિજેતાઓને અનુક્રમે રૂ.1 લાખ, રૂ.75 હજાર અને રૂ.50 હજારનું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ક્લાઇમેટ એક્શનને માત્ર સરકારી યોજનાઓ કે નીતિઓ પૂરતું સીમિત ન રાખીને તેને સામાન્ય નાગરિકોની જીવનશૈલીનો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *