USAથી ડિપોર્ટ કરાયા ભારતીય, જાણો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું….

અમેરિકાથી થોડા દિવસો પહેલા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલી વખત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, આપણું છેલ્લુ ડેસ્ટિનેશન આપણું ઘર છે અને આપણો દેશ છે.

-> આપણું છેલ્લુ ડેસ્ટિનેશન આપણું ઘર છે : ભૂપેન્દ્ર પટેલ :- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,ગમે ત્યાં બહાર ફરતા હોય તો ઘર-ગામ યાદ આવે સાથે સાથે વિદેશ કરતા અઠવાડિયું ગામમાં રહેવાનો આનંદ વધુ હોય છે,મહત્વનું છે કે આપણા દેશમાં આનંદ સામે કોઈ પૈસાની પણ તુલના ન હોય,ગામના લોકો સાથે રહેવાનો આનંદ હોય છે તેવો આનંદ કયાં બીજે આવતો નથી,ગામમાં રહેવાની મજા આવે તેવું થઇ ગયું છે અને ગામમાં પણ તમામ સુવિધાઓ મળતી થઈ ગઈ છે.

-> 487 ભારતીયોને અમેરિકા ડિપોર્ટ કરશે :- અમેરિકી અધિકારીઓએ ત્યાં રહેતા 487 વધુ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ કરી છે અને તેમને ટૂંક સમયમાં ભારત પાછા મોકલવામાં આવશે. અમેરિકામાંથી ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવા અંગે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વિદેશમંત્રી (EAM)એ અમેરિકન અધિકારીઓ દ્વારા શેર કરાયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) વિશેની માહિતી આપી છે. તેમણે કહ્યું હતું કે વિદેશમંત્રીએ ધ્યાન દોર્યું કે આ પ્રક્રિયા ઘણા સમયથી ચાલી રહી છે, જોકે ડિપોર્ટ કરાયેલા સ્થળાંતરકારો સાથે દુર્વ્યવહારનો મુદ્દો ગંભીર છે.

Related Posts

Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન Meritorious Achievement Honor

Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન, પ્રથમ વિજેતાને રૂ.1 લાખનું ઇનામ Gujarat ગાંધીનગર, 16 સપ્ટેમ્બર:Gujaratમાં આબોહવા પરિવર્તન સામે જાગૃતિ અને નક્કર કામગીરીને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર ખાતે **‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’**નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં રાજ્યભરમાં પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા કુલ 14 વિજેતાઓને પાંચ અલગ-અલગ શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદ થયેલા વિજેતાઓને અનુક્રમે રૂ.1 લાખ, રૂ.75 હજાર અને રૂ.50 હજારનું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ક્લાઇમેટ એક્શનને માત્ર સરકારી યોજનાઓ કે નીતિઓ પૂરતું સીમિત ન રાખીને તેને સામાન્ય નાગરિકોની જીવનશૈલીનો…

ભારતીય : પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: Aggressive Naval Maneuver 2026

પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: દિલ્હીમાં પાકિસ્તાની રાજદ્વારી અધિકારીને તેડું, 15 વર્ષ પહેલાં પણ ટકરાયા હતા ભારતીય-પાકિસ્તાની યુદ્ધ જહાજો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે ઉત્તરી અરબી સમુદ્રમાં ભારતીય અને પાકિસ્તાની નૌસેનાના જહાજો વચ્ચે ટક્કરની ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બર 2026ના રોજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં આ ઘટના બની હતી. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાને ગંભીરતાથી લેતા નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના Chargé d’Affairesને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાની નૌસેનાના વર્તનને “અસ્વીકાર્ય અને બિનવ્યાવસાયિક” ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ ટક્કરમાં કોઈ મોટું નુકસાન થયું નથી. જોકે, ભારતીય પક્ષે કહ્યું છે કે પાકિસ્તાની નૌસેનાના જહાજની સમુદ્રમાં કરવામાં આવેલી કાર્યવાહી સલામતીના દૃષ્ટિકોણથી ગંભીર હતી. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *