ગુજરાતમાં આરોગ્ય કર્મીઓ સામે સરકારે લીધો આકરો નિર્ણય, 1100 કર્મચારીઓને ટર્મિનેટ કરાયા
ગુજરાત સરકારે આંદોલનકારી આરોગ્ય કર્મીઓ સામે લાલઆંખ કરી છે. અને 1100 આંદોલનકારી કર્મચારીઓને ટર્મિનેટ કરાયા છે અને 4000થી વધુ કર્મચારીઓ સામે ચાર્જશીટ-ખાતાકીય તપાસ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આરોગ્યકર્મીઓ પડતર પ્રશ્નોને લઈ 7 દિવસથી હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આરોગ્ય કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય કર્મીઓની હડતાળ ગેરવ્યાજબી:- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આરોગ્ય કર્મચારીઓની હડતાળને ગેરવ્યાજબી ગણાવી છે. વધુમાં તેમણે કહ્યું કે, આરોગ્ય વિભાગે કર્મચારીઓ સાથે બેઠક હતી. પરંતુ આરોગ્ય કર્મચારીઓ અમુક માંગણીઓ પર અડગ હતા. આરોગ્ય કર્મીઓ તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા તૈયાર જ ના હોવાનું લાગ્યું. અને એટલે જ કડક પગલાં લેતા આરોગ્ય કર્મીઓની મનમાની નહીં ચલાવતા સરકાર એકશનમાં આવી છે. કર્મચારીઓની હડતાળ યથાવત્:- રાજ્યભરના પીએચસી સેન્ટરમાં ફરજ બજાવતા અને ફિલ્ડ…
UAE અને સાઉદી અરબમાં ભારતીયોને ફાંસની સજાના આંકડા ચિંતાજનક, કાનુની સહાય મોટેભાગે નિષ્ફળ
સંયુક્ત આરબ અમીરાત (UAE)માં તાજેતરમાં બે ભારતીય નાગરિકોને અલગ અલગ હત્યાના કેસમાં ફાંસી આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે પુષ્ટિ આપી છે કે આ વ્યક્તિઓની ઓળખ મુહમ્મદ રિનાશ અરંગીલોટ્ટુ અને મુરલીધરન પેરુમથટ્ટા વલપ્પિલ તરીકે થઈ છે. તે મૂળ કેરળનો હતો. આ ઘટના વિદેશમાં, ખાસ કરીને યુએઈ અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં મૃત્યુદંડની સજા પામેલા ભારતીય નાગરિકોની ચિંતાજનક સ્થિતિ તરફ ધ્યાન દોરે છે. કેરળના મુહમ્મદ રિનાશ અરંગીલોટ્ટુ અને મુરલીધરન પેરુમથટ્ટા વલપ્પિલને અનુક્રમે એક અમીરાતી નાગરિક અને એક ભારતીય નાગરિકની હત્યા બદલ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.યુએઈની સર્વોચ્ચ અદાલત (કોર્ટ ઓફ કેસેશન) એ તેમની સજાને સમર્થન આપ્યું અને તેમને 28 ફેબ્રુઆરી 2025 ના રોજ ફાંસી આપવામાં આવી. આ પણ વાંચો :- મસ્કને ઝટકો, લોન્ચીંગની થોડી જ ક્ષણોમાં સ્પેસએક્સ સ્ટારશિપ…
બદ્રિનાથના માના નજીક હિમપ્રપાતમાં ફસાયેલા 33 કામદારોને બહાર કઢાયા, હજુ 22ની શોધખોળ ચાલુ
ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા વચ્ચે, શુક્રવારે સવારે ચમોલી જિલ્લાના બદ્રીનાથમાં સરહદી માના ગામ નજીક હિમપ્રપાતને કારણે ફસાયેલા 33 કામદારોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે 22 અન્ય લોકોની શોધ ચાલુ છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અને પુનર્વસન સચિવ વિનોદ કુમાર સુમને અહીં જણાવ્યું હતું કે શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે બદ્રીનાથ ધામથી છ કિલોમીટર આગળ થયેલી હિમપ્રપાતની ઘટનામાં 57 કામદારો ફસાયા હતા, પરંતુ હવે સ્થાનિક વહીવટીતંત્રે કહ્યું છે કે બે કામદારો રજા પર હોવાથી, ઘટનાસ્થળે 55 કામદારો હાજર હતા. તેમણે કહ્યું કે સાંજે 5 વાગ્યા સુધીમાં 32 કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે મોડી રાત્રે વધુ એક કામદારને બહાર કાઢવામાં આવ્યો હતો. આ પણ વાંચો :- અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો લઈને મનસુખ…









