બદ્રિનાથના માના નજીક હિમપ્રપાતમાં ફસાયેલા 33 કામદારોને બહાર કઢાયા, હજુ 22ની શોધખોળ ચાલુ

ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા વચ્ચે, શુક્રવારે સવારે ચમોલી જિલ્લાના બદ્રીનાથમાં સરહદી માના ગામ નજીક હિમપ્રપાતને કારણે ફસાયેલા 33 કામદારોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે 22 અન્ય લોકોની શોધ ચાલુ છે.

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અને પુનર્વસન સચિવ વિનોદ કુમાર સુમને અહીં જણાવ્યું હતું કે શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે બદ્રીનાથ ધામથી છ કિલોમીટર આગળ થયેલી હિમપ્રપાતની ઘટનામાં 57 કામદારો ફસાયા હતા, પરંતુ હવે સ્થાનિક વહીવટીતંત્રે કહ્યું છે કે બે કામદારો રજા પર હોવાથી, ઘટનાસ્થળે 55 કામદારો હાજર હતા. તેમણે કહ્યું કે સાંજે 5 વાગ્યા સુધીમાં 32 કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે મોડી રાત્રે વધુ એક કામદારને બહાર કાઢવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :- અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો લઈને મનસુખ માંડવિયાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું…….

“આમ, અત્યાર સુધીમાં કુલ 33 કામદારોને બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે 22 અન્ય લોકોની શોધ ચાલુ છે.” આ દરમિયાન, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી મોડી રાત્રે ફરી એકવાર રાજ્ય આપત્તિ સંચાલન કેન્દ્ર પહોંચ્યા અને બચાવ કામગીરીની સમીક્ષા કરી. તેમણે શનિવાર સવારથી બચાવ કામગીરીમાં વાયુસેનાના હેલિકોપ્ટર તેમજ રાજ્ય સરકારી એજન્સી ‘યુકાડા’ અને ખાનગી કંપનીઓના હેલિકોપ્ટરને સામેલ કરવાનો નિર્દેશ આપ્યો.

મુખ્યમંત્રીએ કહ્યું, “દરેક કામદારના સુરક્ષિત પરત ફરવા માટે અમે શક્ય તેટલું કરીશું :- “મુખ્યમંત્રી ધામી શનિવારે હિમપ્રપાત બચાવ કામગીરીનો અભ્યાસ કરવા માટે ઘટનાસ્થળની મુલાકાત પણ લઈ શકે છે. સવારે ૭.૧૫ વાગ્યાની આસપાસ હિમપ્રપાત થયો, જેના કારણે કામદારો બરફ નીચે દટાઈ ગયા. આ કામદારો સૈન્યની અવરજવર માટે નિયમિતપણે બરફ દૂર કરે છે.

આ પણ વાંચો :- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી કચ્છનાં પ્રવાસે, હડપ્પન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરાની લીધી મુલાકાત

ઘટનાની માહિતી મળ્યા બાદ, પોલીસ, સેના, બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન, ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ખરાબ હવામાન, સતત હિમવર્ષા અને તીવ્ર ઠંડી વચ્ચે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી.

ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ તિવારીએ જણાવ્યું હતું કે સેના અને ITBP ટીમ દ્વારા 10 મજૂરો પહેલાથી જ મળી આવ્યા છે અને તેઓ હાલમાં ITBP હોસ્પિટલમાં છે. આર્મી પબ્લિક રિલેશન્સ ઓફિસરે જણાવ્યું હતું કે પહેલા મળેલા 10 લોકોમાંથી ચારની હાલત ગંભીર છે. બદ્રીનાથથી લગભગ ત્રણ કિલોમીટર દૂર માના, ભારત તિબેટ સરહદ પર આવેલું છેલ્લું ગામ છે, જે 3200 મીટરની ઊંચાઈ પર આવેલું છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

અંકલેશ્વરમાં સાહિત્યનો વરસાદ: ‘વરસાદી વાયરા’ કવિ સંમેલનનો ભવ્ય પ્રારંભ.

અંકલેશ્વરમાં સાહિત્યની મહેક: ‘વરસાદી વાયરા’ કવિ સંમેલનમાં કવિઓના શબ્દોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા! અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા માનવ મંદિર હોલ ખાતે સાહિત્ય ફોરમ, અંકલેશ્વર દ્વારા આયોજિત ‘વરસાદી વાયરા’ કવિ સંમેલન સાહિત્યપ્રેમીઓની…

વિરમગામ: શિક્ષણસેવા રથ દ્વારા ૧૦,૦૦૦ ચોપડાનું વિતરણ.

વિરમગામમાં શિક્ષણસેવા રથ દ્વારા ચોપડા વિતરણના આ કાર્યક્રમ માટે અહીં કેટલાક શ્રેષ્ઠ અને આકર્ષક શીર્ષકો છે: પાવરફુલ અને પ્રભાવશાળી શીર્ષકો (Strong & Impactful) શિક્ષણસેવા રથનો સંકલ્પ: વિરમગામમાં હાર્દિક પટેલ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *