મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરૂ કરાવ્યું સુજલામ સુફલામ જળ અભિયાન 2.0, તાલુકા દીઠ 10 તળાવો ઊંડા કરવાની નેમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જળ સંચય અને જળ સંગ્રહ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા “કેચ ધ રેઈન” આહવાનને સાકાર કરવા ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાન-જળ સંચય જનભાગીદારી 2.Oનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. જળ સંચય અને જળ સંગ્રહ માટેનું આ મહાઅભિયાન તા. 31 મે 2026 સુધી યોજાશે. આ અભિયાન અંતર્ગત તાલુકા દીઠ 10 તળાવો ઊંડા કરવા સહિત પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ કરીને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાના અને વરસાદી પાણીના સંગ્રહના કામો હાથ ધરવામાં આવશે. આ હેતુસર, રાજ્ય સરકારના જળ સંપત્તિ, પાણી પુરવઠા, સરદાર સરોવર નર્મદા નિગમ, ગ્રામ વિકાસ, વન પર્યાવરણ, શહેરી વિકાસ સહિતના 6 જેટલા વિવિધ વિભાગો તમામ જિલ્લાઓમાં લોકભાગીદારીથી જળસંચયના કામો હાથ ધરશે. આવા કામોમાં હયાત તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ, હયાત જળાશયો/નદીનું…

દિલ્હી સરકારનો મોટો નિર્ણય : PUCC નહીં તો ઇંધણ નહીં, DTC સંભાળશે બસ વ્યવસ્થા

વધતા પ્રદૂષણ સામે કડક વલણ અપનાવતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં દિલ્હી મંત્રીમંડળે પર્યાવરણીય સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી છે. આ પગલાંઓનો હેતુ દિલ્હીને સ્વચ્છ, સ્વસ્થ અને પ્રદૂષણમુક્ત બનાવવાનો છે. કેબિનેટના નિર્ણયોની જાહેરાત કરતાં પર્યાવરણ મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ જણાવ્યું કે હવે માન્ય PUCC (Pollution Under Control Certificate) વિના કોઈપણ વાહનને ઇંધણ આપવામાં આવશે નહીં. આ નિર્ણય વાયુ પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતો પર સીધી અસર કરશે અને પ્રદૂષણ નિયંત્રણ પ્રણાલીમાં કાયમી સુધારો લાવશે. ₹100 કરોડથી દિલ્હીના જળસ્ત્રોતોનું પુનર્જીવન કેબિનેટે દિલ્હીના જળસ્ત્રોતોના પુનર્જીવન માટે ₹100 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે. દિલ્હીમાં આશરે 1,000 જળસ્ત્રોતો છે, જેમાંથી લગભગ 160 જળસ્ત્રોતો દિલ્હી સરકારના નિયંત્રણ હેઠળ આવે છે. અગાઉ ડીપીસીસી દ્વારા ₹19 કરોડ ફાળવવામાં આવ્યા હતા, જ્યારે…

ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈનો સર્જાયો રેકોર્ડ, 20 વર્ષમાં 25 લાખ હેક્ટર વિસ્તારમાં અમલ

આજના કૃષિ વૈશ્વિકરણ અને વૈવિધ્યતાના સમયમાં કૃષિને વધુ નફાકારક બનાવવા માટે સિંચાઈમાં પાણીનો અસરકારક ઉપયોગ અને વ્યવસ્થાપન થવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ, વર્ષ 2005માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રઈ મોદીએ ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની (GGRC)ના માધ્યમથી “સૂક્ષ્મ સિંચાઈ યોજના” અમલમાં મૂકી હતી. ખેડૂતો પાણીના મર્યાદિત ઉપયોગથી વધુમાં વધુ ખેત ઉત્પાદન મેળવી શકે તે માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ શ્રેષ્ઠ વિકલ્પ છે. રાજ્યના મહત્તમ ખેડૂતો ટપક, ફૂવારા, રેઈન-ગન અને પોરસ પાઈપ જેવી અદ્યતન સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકે તે માટે સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે. પાણીના ઓછા સ્ત્રોત વચ્ચે સૂક્ષ્મ સિંચાઈથી આશરે ત્રણ ગણો પિયત વિસ્તાર વધારી શકાય છે. એટલે જ, છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈનો…