બાંગ્લાદેશે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામને બાંગ્લાદેશના ભાગ તરીકે દર્શાવતો નક્શો જાહેર કરતા વિવાદ

મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારના ‘સલાહકાર’ તરીકે કામ કરનાર મહફૂઝ આલમે વિજય દિવસના અવસર પર મોટો વિવાદ ઉભો થાય તેવો નકશો જાહેર કરી પોતાના નાપાક ઇરાદા છતા કરી દીધા. 1971 ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં પાકિસ્તાની સેના પર બાંગ્લાદેશી સેનાની જીતની યાદમાં 16 ડિસેમ્બરે વિજય દિવસ ઉજવવામાં આવે છે. સોમવારે ફેસબુક પર પોસ્ટ કરીને, કટ્ટર ઇસ્લામવાદી મહફૂઝ આલમે સૌથી પહેલા ઉત્તર-પૂર્વ ભારત અને ઉત્તર ભારતમાં રહેતા લોકો વચ્ચે સંસ્કૃતિના આધારે મતભેદ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેણે વિવાદાસ્પદ નકશો બહાર પાડ્યો, જેમાં પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામને બાંગ્લાદેશના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જોકે, વિવાદ વધ્યા બાદ તેણે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. -> ઉત્તર પૂર્વ ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો :- મહફૂઝ આલમે પોતાની…