વિરાટનગરમાં રૂ. 10.91 કરોડે 30 બેડનું અદ્યતન CHC શરૂ

– રખિયાલ, ઓઢવ અને નિકોલ સહિત આસપાસના હજારો નાગરિકોને નજીકમાં મફત સારવાર સુવિધા પંકજ મકવાણા – અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પૂર્વ ઝોનના નાગરિકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરાવવા વિરાટનગર વોર્ડમાં અંદાજે રૂ. 10.91 કરોડના ખર્ચે 30 બેડ ક્ષમતાવાળું અદ્યતન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટર શરૂ થતા વિરાટનગર ઉપરાંત રખિયાલ, ઓઢવ અને નિકોલ વિસ્તારના હજારો નાગરિકોને સીધો લાભ મળશે. બે માળના આ આરોગ્ય કેન્દ્રમાં ઈમર્જન્સી રૂમ, એક્સ-રે, સોનોગ્રાફી, લેબોરેટરી તેમજ આંખ, હાડકાં અને કાન-નાક-ગળા વિભાગની ઓપીડી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. પ્રથમ માળ પર પ્રસૂતિ સેવાઓ, પ્રસૂતા વોર્ડ, પીડિયાટ્રિક ઓપીડી અને ડેન્ટલ સારવારની વ્યવસ્થા છે, જ્યારે બીજા માળે ત્રણ આધુનિક ઓપરેશન થિયેટર તથા ડાયાલિસિસ રૂમ ઉભા કરાયા છે. મ્યુનિસિપલ તંત્રના…