મકરસંક્રાતિની લોકપ્રિય વાનગી: ઊંધિયુના વિવિધ પ્રકાર, જાણો વાનગીના પ્રકારો
મકરસંક્રાંતિ તહેવારની ઉજવણી માટે ઘરોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પતંગ ઉડાવવાની મોજ અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાની મજા સૌને પ્રફુલ્લિત કરે છે. આ તહેવારમાં ખાસ કરીને ઉંધિયુનું સ્વાદ મોઢામાં છૂપાઈ રહે છે. ઉંધિયુ ફક્ત ગુજરાતમાં નહીં, પણ વિદેશમાં પણ લોકપ્રિય છે. ગુજરાતીઓની શાન ગણાતું આ વાનગી, વિસ્તાર પ્રમાણે અલગ-અલગ પ્રકારમાં તૈયાર થાય છે. ઊંધિયાના મુખ્ય પ્રકાર: 1. સુરતી ઊંધિયું: સુરતી ઊંધિયું સૌથી લોકપ્રિય છે. તેમાં પાપડી, કંદ, શક્કરિયા અને બટાકાનો ઉપયોગ થાય છે. નાળિયેર અને સીંગદાણા સાથે કોથમીર મસાલાનો તડકો આપવામાં આવે છે. પરંપરાગત રીતે માટીના માટલામાં ઊભું દાટીને અથવા કઢાઈમાં બનાવવામાં આવે છે. 2. લીલું ઊંધિયું: આ પ્રકારનું ઉંધિયું ફક્ત લીલા શાકભાજીથી બને છે. અમદાવાદ અને વડોદરા વિસ્તારોમાં વધુ જોવા મળે છે. લાલ મરચું…
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર પવન રહેશે અનુકૂળ, અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતીઓ માટેનો પ્રિય તહેવાર ઉત્તરાયણ આજે મનાવવામાં આવશે, અને આ સમયે રંગબેરંગી પતંગોથી આકાશ સૌંદર્યથી ભરાઈ જશે. પતંગોત્સવ માટે પવનનું માહોલ સૌથી મહત્વપૂર્ણ હોય છે, અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપી છે કે આ વર્ષના ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસોમાં પવન પતંગ ચગાવવા માટે અનુકૂળ રહેશે. અંબાલાલ પટેલની આગાહી: – પવનની ઝડપ સામાન્ય રીતે 6 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે રહેશે. – ઉત્તર ગુજરાતમાં પવન નરમ, 6 થી 9 કિ.મી/કલાક રહેશે. – કચ્છ, દરિયાકાંઠા અને સુરત વિસ્તારમાં પવન થોડી વધારે તીવ્રતા ધરાવશે. – દિવસ અને સાંજ દરમિયાન પવન અનુકૂળ રહેશે, જે પતંગ ઉત્સાહીઓ માટે આદર્શ રહેશે. – 15 જાન્યુઆરીના દિવસે પવનમાં થોડી વધઘટ જોવા મળી શકે, પરંતુ આ બે દિવસ પતંગ ચગાવનારા માટે આનંદદાયક…
મકર સંક્રાંતિ 2026: દાન-સ્નાન માટે કેટલા વાગ્યે છે શુભ મુહૂર્ત? જાણો પૂજાની વિધિ
હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે. આ વર્ષે મકર સંક્રાંતિ વધુ પુણ્યપ્રદ માનવામાં આવી રહી છે, કારણ કે અનેક વર્ષો બાદ ષટતિલા એકાદશી અને મકર સંક્રાંતિનો શુભ સંયોગ રચાઈ રહ્યો છે. સાથે જ સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ આ દિવસની ધાર્મિક મહત્તા વધારી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ સંયોગમાં કરેલું સ્નાન અને દાન અનેક ગણું ફળ આપે છે. મકર સંક્રાંતિનું ધાર્મિક મહત્વ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે – “ઉત્તરાયણં દેવયાનં, દક્ષિણાયનં પિતૃયાનમ્”. મકર સંક્રાંતિ અયન સંક્રાંતિ હોવાથી તેને અન્ય સંક્રાંતિઓ કરતાં વિશેષ માનવામાં આવે છે. સામાન્ય સંક્રાંતિમાં આઠ ઘડી પહેલાં અને પછીનો સમય પુણ્યકાળ ગણાય છે, પરંતુ મકર સંક્રાંતિમાં 40 ઘડી પહેલાંથી જ પુણ્યકાળ શરૂ થાય છે, તેથી પ્રાતઃકાળથી સ્નાન-દાન કરવું શાસ્ત્રસંમતિ…
ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે યોજાશે ‘કરૂણા અભિયાન’
રાજ્યમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વના દરમિયાન પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી નાગરીકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય છે. જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે. આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે વર્ષ 2015થી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આવતીકાલે તા.10 થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરવામાં આવશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું. મંત્રી મોઢવાડિયાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરૂણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ-પક્ષીઓને નવજીવન…
ચાઈનીઝ દોરી અને તુક્કલના સંગ્રહ-વેચાણ પર ગુજરાત હાઇકોર્ટ કડક, તાત્કાલિક કાર્યવાહીનો આદેશ
ઉત્તરાયણ પર્વ નજીક આવતાં ચાઈનીઝ દોરી અને તુક્કલ જેવી જીવલેણ સામગ્રીના વધતા ઉપયોગને લઈ ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ બન્યું છે. હાઇકોર્ટએ આવા પ્રતિબંધિત સામાનના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવા રાજ્યભરની પોલીસને સ્પષ્ટ આદેશો આપ્યા છે. હાઇકોર્ટએ તમામ જિલ્લાના પોલીસવડાઓને જાહેર નિર્દેશ આપીને જણાવ્યું છે કે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલનો સંગ્રહ, વેચાણ અથવા ઉપયોગ કરનાર સામે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખ્યા વિના તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ, આ કાર્યવાહીની ડે-ટુ-ડે રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. સરકારનું સોગંદનામું રજૂ આ મામલે રાજ્ય સરકાર તરફથી ગૃહ વિભાગના મુખ્ય સચિવે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. તેમાં રાજ્યભરમાં ચલાવવામાં આવી રહેલી અમલીકરણ ઝુંબેશ અને જનજાગૃતિ અભિયાન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે. સરકારનું…











