ચાઈનીઝ દોરી અને તુક્કલના સંગ્રહ-વેચાણ પર ગુજરાત હાઇકોર્ટ કડક, તાત્કાલિક કાર્યવાહીનો આદેશ

ઉત્તરાયણ પર્વ નજીક આવતાં ચાઈનીઝ દોરી અને તુક્કલ જેવી જીવલેણ સામગ્રીના વધતા ઉપયોગને લઈ ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ બન્યું છે. હાઇકોર્ટએ આવા પ્રતિબંધિત સામાનના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવા રાજ્યભરની પોલીસને સ્પષ્ટ આદેશો આપ્યા છે.

હાઇકોર્ટએ તમામ જિલ્લાના પોલીસવડાઓને જાહેર નિર્દેશ આપીને જણાવ્યું છે કે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલનો સંગ્રહ, વેચાણ અથવા ઉપયોગ કરનાર સામે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખ્યા વિના તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ, આ કાર્યવાહીની ડે-ટુ-ડે રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

સરકારનું સોગંદનામું રજૂ
આ મામલે રાજ્ય સરકાર તરફથી ગૃહ વિભાગના મુખ્ય સચિવે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. તેમાં રાજ્યભરમાં ચલાવવામાં આવી રહેલી અમલીકરણ ઝુંબેશ અને જનજાગૃતિ અભિયાન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે. સરકારનું કહેવું છે કે લોકોમાં જાગૃતિ લાવવા માટે ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી આ ખતરનાક વસ્તુઓનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ થાય.

59 ગુનાઓ, 73 ધરપકડ
સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર, 21 નવેમ્બરથી 10 ડિસેમ્બર 2025 દરમિયાન રાજ્યભરમાં કુલ 59 ગુનાઓ નોંધાયા છે. આ દરમિયાન 73 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને લગભગ 36.80 લાખ રૂપિયાનો પ્રતિબંધિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

જાહેર સુરક્ષા માટે ગંભીર ખતરો
હાઇકોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે ચાઈનીઝ દોરી અને તુક્કલ જેવી વસ્તુઓ જાહેર સુરક્ષા માટે ગંભીર ખતરો છે અને આવા મામલામાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. કોર્ટના આદેશ બાદ રાજ્યભરમાં પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે અને ચેકિંગ તથા કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

દિલ્હીના વિવેક વિહારમાં વહેલી સવારે ભીષણ આગ: ફાયર ફાઈટરોની સતર્કતાથી મોટી હોનારત ટળી.

દિલ્હીના વિવેક વિહારમાં વહેલી સવારે ભીષણ આગ.વિવેક વિહારમાં 3:48 વાગ્યે આગથી દોડધામ.દિલ્હી ફાયર સર્વિસીસની તાત્કાલિક કામગીરીથી આગ કાબૂમાં.વિવેક વિહાર વિસ્તારમાં આગ બાદ સર્ચ ઓપરેશન ચાલુ.દિલ્હીમાં આગની ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી.દિલ્હીના રહેણાંક વિસ્તારમાં આગથી ચિંતા

દેહરાદૂનમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ગરમીથી રાહત પણ ટ્રાફિક જામથી લોકો પરેશાન.

ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ.દેહરાદૂનમાં વરસાદથી ટ્રાફિક અને જનજીવન પર અસર.ભારે વરસાદથી ગરમીમાંથી રાહત,.ઉત્તરાખંડમાં વરસાદી કહેર, પ્રશાસનની સાવચેતી.દેહરાદૂનમાં સતત વરસાદથી લોકોને મુશ્કેલી